Categories
Novels

કશ્મકશ (ભાગ -13)

પાછળના ભાગમાં……..

અવી : ચલ ફટાફટ ફ્રેશ થઈને આવ ચા પીને નીકળીએ…  ” તેને tc ની વાતને ધ્યાનમાં ન લેતા કહ્યું..  tc અવીના રૂમમાં ફ્રેશ થવા ચાલી ગઈ…  થોડીવાર પછી ફ્રેશ થઈને બહાર આવી. પછી અવી પણ ફ્રેશ થઇ ગયો.

બન્ને ચા પીને tc ના ઘરે જવા નીકળ્યા…  “મારી અમાનતને સાચવવા આભાર…   ” અવી ગાડીના સ્ટિયરિંગ પર હાથ ફેરવીને હસતા બોલ્યો. “પણ તને ક્યાં કદર છે…  ” tc ગાડીમાંથી ઊતરીને ઘરમાં ચાલી ગઈ…  અવી ત્યાંથી ગાડી લઈને કોલેજે પહોંચ્યો…. ત્યાંનું વાતાવરણ અવી ને સહેજ શાંત લાગ્યું. રાજકોટ તો એક જ કેમ્પસ મા બે કોલેજ હતી પણ અહી આ એન્જિનિયરિંગ કોલેજ એક જ હતી. બની શકે કદાચ ભીડ ઓછી છે એટલે શાંતિ લાગતી હોય. અવી માનમાં વિચારતો પ્રિન્સિપાલની ઓફિસ પાસે પહોંચ્યો. “may I come in…  ” અવીએ સહેજ દરવાજાને ધક્કો મારીને પૂછ્યું. 

હવે આગળ……..

“હા..  હા..  આવો ને..  ” પ્રિન્સિપાલ ટટ્ટાર થઈને બોલ્યો. તેને અવી વિશે જણાવામાં આવ્યું હતું..  પણ અવી આટલો શિસ્તબદ્ધ હશે તે ખ્યાલ ન હતો. અવી સ્મિત રેલાવતો અંદર પ્રવેશ્યો. “રાજકોટથી આવ્યો છું..  બદલી શક્ય ન હતી તેથી મારી હાજરી ત્યાં ભરાશે અને ક્લાસ અહીં..  ” તે ઉભા ઉભા જ બોલ્યો..  એટલે પ્રિન્સિપાલે તેને બેસવા કહ્યું…  અવી દાંત બતાવતો ખુરસી પર બેસી ગયો… 

“સારું સારું બેટા…  એ તો મારે વાત થઇ ગઈ…  પણ મારે એક અંગત વાત પુછવી હતી જો તને કઇ તકલીફ ન હોય તો..  ” પ્રિન્સિપાલ સહેજ અચકાતા બોલ્યો.

“અરે પૂછો સર…  જો જવાબ આપવા લાયક હશે તો જરૂર આપીશ..  ” અવીએ અદબ વાળીને ખુરસીને ટેકો દેતા કહ્યું.

“કાલે મારે જે વાત થઇ…  અને આજે તને જોયો…  બન્ને માણસમાં ઘણો ફર્ક છે….  ” પ્રિન્સિપાલે પોતાનો રૂમાલ કાઢીને કપાળે બઝલા પરસેવાને લૂછ્યો અને અવી સામે ન જોઈને ટેબલ પર નજર રાખતા કહ્યું.

“કાલે જે વાત થઇ તે હું અને…  અતયારે તમારી સાથે વાત કરે છે તે પણ હું જ…  જ્યાં સુધી મને કોઈ હેરાન ન કરે ત્યાં સુધી હું તેને વતાવતો નથી..  પણ જો કોઈએ ભૂલથી પણ મને છંછેડ્યો…  તો તેને છોડતો પણ નથી…  ” અવીના બોલાયેલા શબ્દોથી પ્રિન્સિપાલનું કપાળ તણાવા લાગ્યું…

“પણ તમે ચિંતા ન કરો…  બધું કોલેજની બહાર જ હોય…  અને જો કોલેજમાં પણ મને કોઈ છંછેડશે તો તેનો હિસાબ હું ગેટની બે ફૂટ બહાર જ લઈશ..  ” તેને વધુમાં ઉમેરીને કહ્યું.

પરમચંદ મારા મોટા બાપુનો છોકરો છે…  જોકે મારે તેની સાથે કઇ વ્યવહાર નથી…  હું વર્ષોથી એ લોકો સાથે નથી બોલતો…  ” તેની વાત વચ્ચેથી જ કાપીને અવી ઉભા થતા બોલ્યો…  ” મને કઇ ફેર નથી પડતો…  તમે કોણ છો અને પરમચંદ કોણ છે…  હું મારા રસ્તા પર ચાલવા વાળો માણસ…  રસ્તામાં જે પણ કોઈ આવે તેને ઉખાડી નાખું…  ” બંધ થતા દરવાજા તરફ જોઈને તેને ગઈ કાલની વાત યાદ આવી ગઈ.

રાજકોટના પ્રિન્સિપાલ : હું કશુ નહિ કરી શકું.. 

સુરતના પ્રિન્સિપાલ : પણ એવા આવારા છોકરોની વાત જ કેમ માનવી જોઈએ… 

રાજકોટના પ્રિન્સિપાલ : તે આવારા નથી…  તે જેવો તેવો વ્યક્તિ પણ નથી…  ઘણી ઉપર સુધી લાગવગ છે…  હું અહીંથી ના પાડીસ એટલે કાલે મને ઉપરથી કોલેજ આવવાની ના પાડી દેશે.. 

સુરતના પ્રિન્સિપાલ : એવું શુ ખાસ છે..  તે છોકરો કોને ઓળખે છે… 

રાજકોટના પ્રિન્સિપાલ : તે છોકરો કોઈને નથી ઓળખતો…  બધા લોકો તેને ઓળખે છે…  યુનિવર્સીટીના સર્વરમાં ઘૂસીને પોતાની સીટ જાતે અહીં નક્કી કરીને આવ્યો છે… 

સુરતના પ્રિન્સિપાલ : ઠીક છે..  મળું કાલે..  

અવી પોતાનો ક્લાસ શોધીને અંદર પ્રવેશ્યો…  બધા નાનકા મસ્તી કરી રહ્યા હતા…  મતલબ તે લોકોને કઇ ચિંતા જ ન હતી કે તેમનું ભવિષ્ય કેવું હશે…  તેમાં શુ હશે…  અને આગળ જઈને શુ થશે…   બસ પોતાનામાં જ મગ્ન..  અવીએ એક ખાલી બેન્ચ પકડી અને ત્યાં બેસ્યો…  ઘડિયાળમાં નજર કરી સાડાદશ માં પાંચ મિનિટની વાર હતી… 

એટલામાં…  ક્લાસમાં એક બાટકી એવી છોકરી પ્રવેશી…  ઊંચાઈમાં અવીના ખભા બરાબર માંડ માંડ આવતી હશે…  પંજાબી ડ્રેશમાં તે સારી અને આકર્ષક લાગતી હતી…  કપાળે સેંથો પૂર્યો હતો…  મતલબ વિવાહિત…  ખુલા અને લાંબા વાળ…  પણ બહુ મોટા નહિ…  આજકાલની ઘેલી છોકરીઓ કરતા તો લાંબા જ હતા…  બોડીએ આશરે 50 55 કિલોની હશે…  અને ચામડી અને નાકનકસો એવો હતો કે…  તેની ઉંમર 28 30ની આજુબાજુ હોવી જોઈએ… 

અવી તેના શરીરનું સ્કેનિંગ કરતો હતો…  એટલામાં પેલી મેમ બોલી..  ” કોનું કામ છે. ?” અવી સહેજ અસ્વસ્થ થઇ ગયો…  પણ તરત પોતાને સંભાળીને બોલ્યો…  ” પ્રિન્સિપાલ સરએ અહીં બેસવાનું કહ્યું છે…  “

“શુ નામ છે તમારું…  ” પેલી મેમ…  પોતાનો હાજરી પૂરવાનો કાગળિયો જોઈને પૂછવા લાગી…  “અવિનવ…  ” અવી પોતાનું કોલેજ આઈડી કાર્ડ બતાવતા બોલ્યો… 

“આ તો રાજકોટનું છે…  અહીંનું ક્યા ?? ” પેલી મેમ અવીના હાથમાંથી આઈડી કાર્ડ લઈને વાંચવા લાગી. 
“આજે આવી જશે….  ” અવીના ચહેરા પર સ્મિત રેલાય ગયું…  કેમકે પેલી મેમ તેને કુતુહલવશ જોઈ રહી હતી…  
“આટલી ઉંમરે તું ડિપ્લોમા શુ કરે છે…. ” તેને આંગળીના ટેરવા ગણતા કહ્યું… 

“કઇ નહિ…  મારા મમ્મી પપ્પાને એન્જીનીયર જોઈએ છે તો…  વિચાર્યું ડિગ્રી આપી દવ…  ખુશ થઇ જશે…  ” અવી તેના હાથની નજીક પોતાનો ચહેરો લઈ જઈને બોલ્યો…  પેલી મેમ હસવા લાગી…  તેને હસતા જોઈને બીજા છોકરાઓ પણ હસવા લાગ્યા…

“એન્જીનીયર કરતા કમાવાની ઉંમર વધુ છે….  તારે તારા મમ્મી પપ્પાને સમજાવાય નહિ ? ” પેલી મેમનો ચહેરો સહેજ વણાય ગયો…

“હમ્મ…  કમાવ પણ છું જ…  સાથે કોલેજ પણ ચાલુ…  ” પેલી મેમએ આઈડી કાર્ડને બેન્ચ પર મૂક્યું એટલે તેને આઈડી કાર્ડને ખીચામાં મૂકી દીધું… 

“હમ્મ ગૂડ બોય..  ” પેલી મેડમ અવીનો ગાલ ખેંચીને ચાલી ગઈ…  “આ રૂપકડીઓ દિમાગ નામની વસ્તુ હોતી હશે કે નહિ. ” અવી મનમાં બબડ્યો અને હસવા લાગ્યો…  બ્રેકમાં તે કેન્ટીંગ તરફ ચાલ્યો…  રાજકોટની કેન્ટીંગ કરતા આ કોલેજની કેન્ટીંગ ખાસ્સી એવી મોટી હતી.

તેને કાઉન્ટર પર જઈને ચાનો ઓર્ડર આપ્યો અને ખૂણાનું ટેબલ પકડીને બેઠો…  તેને ફોન કાઢ્યો અને…  અસીને કોલ કર્યો.

અસી : બ્રેક પડ્યો ને…  ” ફોન ઉપાડીને તરત પૂછ્યું… 
અવી : હમ્મ…  ચાલુ ક્લાસે તો તને કોલ કેમ કરુ..  ” એટલામાં એક જાડી એવી બેન જગ્યા કરતી અવીના ટેબલ પર ચા મૂકીને ચાલી ગઈ. 
અસી : કરાય ને…  વધુ મજા આવે…  મેં ઘણી વાર તારી સાથે ચાલુ લૅક્ચરે જ વાત કરી છે…  ” અસી ખળખળાટ હસવા લાગી. 
અવી : પણ હું તારા જેવો નથી ને…  હા કંઈક ઇમર્જન્સી હોય તો વાત અલગ છે….  
અસી : મારા જેવો તો તું શુ થઇ શકવાનો…  
અવી : થવાનો ઈરાદો પણ નથી…  
અસી : હમ્મ..  જલ્દી નહિ મળી શકાય ? 
અવી : કઇ પ્રબલેમ નથીને !!! તો અતયારે જ આવું. 
અસી : ના…  એવું ટેન્સન જેવું નથી…  ચિંતા ન કર…  અતયારે હું મેડિસિન શોપ ગોઠવું છું..  એટલે થોડું કામ પણ છે…  
અવી : હમ્મ…  સારું..  ચાલ તો છેલ્લો લેક્ચર બન્ક મારીને આવું… ચલ મૂકુ…  હવે..  ” પેલી મેમ તેને કેન્ટીંગમાં આવતા પ્રવેશતા દેખાઈ એટલે ઝડપથી ફોન મૂકી દીધો.

અવી સતત તેની મેમ પર નજર રાખતો હતો…  ઈચ્છે તો અતયારે તેની આખી કુંડળી કઢાવી શકે…  પણ તે જાતે તેની સાથે વાત કરવા માંગતો હતો…  પેલી મેમ એક ચા લઈને આમ બેસવાની જગા શોધવા લાગી…  અવી એ તરત નજર ફેરવી લીધી…  તે જાણતો હતો કે તે આ જ ટેબલ પર આવીને બેસવાની હતી. અને તે મેમએ બરાબર એવું જ કર્યું…  ઝડપથી વિધાર્થીઓના ટોળાઓને ચીરતી સીધી અવીની સામે આવીને બેઠી… 

“અરે…  મેમ તમે..  ” અવી અજાણ થઈને બોલ્યો…  
“કેમ અહીં ન બેસી શકાય ? ” તેને આંખોથી પ્રશ્નાર્થભર્યા ઇશારાથી પૂછ્યું… 
“બેસી જ શકાયને…  પણ મને એમ લાગ્યું કે તમારા સર્કલમાં બેસસો..  જોકે તમારી કોઈ દેખાતું નથી… એવું કેમ ” એવી કાગળના કાપનો ડૂચો વાળીને દૂર કાચના પેટીમાં નાખતા પૂછવા લાગ્યો…  કપ ઉડીને દૂર કચરા પેટીમાં પડ્યો.
“જોરદાર જજમેન્ટ છે તારુ…  ” તેને અવી પર અચરજ થઇ આવી.  ” મારુ સર્કલ આજે લેક્ચરમાં હશે…  બુધવાર છે ને…  ” તેને વધુમાં ઉમેર્યું અને પોતાની ચા પીવા લાગી…  
“મોરબી સાઈડના લાગો છો…  ” અવી ટેબલ પર કોણી ખોડીને બોલ્યો…  
“ટંકારા મૂળ… મોરબી રહેવાનું…  પણ તેને કેમ ખબર…  ” તેને નવાઈ લાગી. 
“તમારી ભાષામાં બે બે ટોન છે…  ” અવી પોતાના ફોનમાં અસીન મેસેજ ચેક કરતો હતો…. 

“પણ મોરબી બાજુની છું તે કેમ ખબર પડી…  ” તેને અવીનું ધ્યાન પોતાના તરફ દોરવા પોતાનો ફોન ટેબલ પર સહેજ અવાજ કરીને મુક્યો… 

“અંધારામાં તિર માર્યું…  ” તેના આવા વર્તનથી તેને પોતાનો ફોન ખુસ્સામાં મૂકી દીધો.
“અરે…  તમે શુ જોબ કરો છો ?? ” તેને કાઉન્ટર ઉપર બે ચાનો ઓર્ડર આપ્યો…  અવીને નવાઈ લાગી…  એટલે બોલ્યો..  “બ્રેક તો પૂરો થવા આવ્યો.  “

“હમ્મ, મારે ફ્રી ટાઈમ છે…  હવે એક જ લેક્ચર છે છેલ્લો..  3 વાગ્યા પછીનો…  તમારે પણ ફ્રી જ હશે…  ” તેને હસીને કહ્યું…  “જોબ શુ કરો છો..  ” તેને ફરી પોતાનો પ્રશ્ન પૂછ્યો..

વધુ આવતા અંકે……..

Categories
Novels

Never Loved : Back to Past – 1

વાર્તા ભૂતકાળમાં સમયમાંથી પસાસ થઇ રહી છે. આખરી સીઝનમાં જ્યારે અવી અને અવની મળ્યા હતા. ત્યાર પછીની વાર્તા હવે શરૂ થયા છે. આશા રાખું કે આપ પ્રથમ સિઝન ના વાચક હશો… અને જૉ ન હોય તો પહેલાં “Never Loved: પ્રેમ એક લેખકનો” વાર્તા જરૂરથી વાંચજો.. 

૨-૧-૨૧ (૨l૨l)

“ઓય…  ઉઠોને” અવની ઝટપટ કપડાં પહેરીને અવીને જગાડવા લાગી. “આજે તો રજા છે…  સુવા દે…  ” અવી ઊંઘમાં જ બોલીને બીજી તરફ ફરી ગયો. તેથી તે બાથરૂમમાં ફ્રેશ થવા ચાલી ગઈ.

“પણ આજે મારે ઘરે જવાનું છે…  તમે કહ્યું હતું કે શનિ રવિ જશું…  ” અવની પ્રેમથી બોલી. તેને આજે અવીને ગમે તેમ કરીને તેના ઘરે રાજકોટ લઈ જવાનો હતો. અવીના ગયા પછી નીલાએ તેને ખુબ પ્રેમથી સાચવી હતી. જયારે તેને નીલાને અવીની જાણ કરી ત્યારે નીલાએ ખુબ જ ભારપૂર્વક એક વાર અવીને રાજકોટ લઈ આવવા કહ્યું હતું.

“યાર આ તમારી છોકરીઓના પિયરીયાવેળા બઉ હોય…  ” અવી કંટાળીને ઉભો થયો…  અવની તરત શરમાઈને નીચું જોઈ ગઈ. અવીને તેની વધુ ખેંચતા તેની નજીક જઈને તેનો ચહેરો પોતાના હાથ વડે ઉપર કર્યો. પણ અવનીએ આંખ બંધ કરી લીધી. “જો ને મને…  ” અવીએ મજાક કરી. અવનીના ચહેરા પર એક મીઠું હાસ્ય રેલાય ગયું. એ જોઈને અવીનું મન ડોલી ઉઠ્યું.

“કપડાં પહેલી લો..  આજે આખા રસ્તે તમને જ જોવાના છે..  ” તેને બંધ આંખ જ હસીને કહ્યું. “જવું જરૂરી જ છે ? ” તેને અવનીને નજીક ખેંચી.

“જરૂરી નથી પણ…  ” અવની થોડું અટકીને ફરી બોલી..  “પણ ઘણો સમય થઇ ગયો…  એટલે જવું છે..  “

“તારા બાપા મને જોઈને ગુસ્સે તો નહિ થાય ને !!!! ” અવી ખળખળાટ ઉભો થઈને ટ્રેક પહેરવા લાગ્યો.

“કેમ થાય ?? તમે મને પરણ્યા છો..  મને સાચવો છો…  મને ખુશ રાખો છો તો પછી મારા પપ્પા શાલેવા ગુસ્સે થશે ? ” તેને મંગળસૂત્રનું પેન્ડલ અવીને બતાવીને ચૂમી લીધું. “પણ હા…  આ બવા જેવા થઈને સાથે આવશો તો પપ્પા નહિ મમ્મી જરૂર બોલશે..  “

“હવે તારી માં ને….  ” અવી દોડતો બાથરૂમમાં ઘુસી ગયો પણ અવની પહોંચી ન શકી..  તેથી દરવાજાને જોરથી ધાબો મારતા બોલી. “જુઓ…  હવે એમ ન બોલશો સમજ્યા નહિતર મારાથી ખરાબ કોઈ નહિ હોય…  “

“તારી માં ને…  બજરનું બંધાણ…  ” અવી બાથરૂમમાંથી જોર જોર ગણગણવા લાગ્યો. “અવી…  ” અવની એક ત્રાડ પાડીને રસોડામાં ચાલી ગઈ… તેને ગેસ પર ચા મૂકી એટલામાં દરવાજે ટકોર પડી.

“અવની… મારી વહુ બટુ..  ” સારી ખીલખીલાટ કરતી સીધી હોલમાં આવી ગઈ. અવનીના નીખરેલા ચહેરા પર ચાર ચાંદ લાગી ગયા. કેમકે તેને વહુ શબ્દ ખુબ જ ગમતો. આજે તે એક સ્ત્રી અને દીકરીથી ઉપર એક પગથિયું પત્નીનું ચઢી ચુકી હતી.

“ક્યાં લબાડ…  તેને ના તો નથી પાડીને…  ” સારીને ખબર હતી કે આજે અવની, અવીને તેના મમ્મી પપ્પા પાસે લઈ જવાની હતી.

“એ આવશે..  નાહવા ગયા છે..  ” અવની હસીને બોલી પછી દબાયેલા સ્વરે વધુ ઉમેર્યું. “તમે શુ નક્કી કર્યું અમારી સાથે આવશો ?”

“હા, માહીને વાત કરી…  આમ પણ તેને બહાર જવાનું મન હતું…  ” સારી સસ્મિત બોલી એટલે અવની ખુશ થઇ ગઈ. પછી તે રસોડામાં તરફ ચાલી પાછળ સારી પણ દોરવાઈ.

“ગમે તે થાય… તેનાથી એક પળ પણ દૂર ન થઈશ…  ભલે તે દૂર ભાગે પણ તેને એકલો ન છોડીશ…  ” સારી તેને સમજાવવા લાગી.

“હા…  ” અવની ટૂંકમાં બોલીને ચા બનાવા લાગી. એટલામાં ખુલા દરવાજેથી રક્ષી પ્રવેશી. એક હાથમાં ફાઈલના થપ્પા હતા. તો બીજા હાથમાં તેની નનકી પરી હતી. તે ફાઈલો ડાઇનિંગ ટેબલ પર મૂકીને રસોડામાં આવી. અવની પરીને જોઈને તરત ઉછળી પડી. “બબુ…  ” તેને પ્રેમથી પરીના ગાલ પર પપ્પીની વર્ષા કરી દીધી. “આ તો ગરમ છે…  ” અવની ચકિત થઈને બોલી.

“હા એ…  કાલે પોલિયોના ટીપા લગાવ્યા..  આમ બધું ઠીક જ છે…  ” રક્ષી અવનીને પરી સોંપતા બોલી. થોડીવાર ત્રણેયની ગપશપ ચાલી એટલામાં અવી રસોડામાં પ્રવેશ્યો. ત્રણેય ચૂપ થઈને એકીટસે અવી સામે જોવા લાગી. અવી પણ ચોટી ગયો.

“તારા રીડિંગ પ્રમાણે ડેટા લાવી છું…  જોઈ લેજે…  ” અંતે ચુપી તોડતા રક્ષી પરીને લઈને ચાલી ગઈ.

“આમ શુ સામે જોવે છે…  કોઈ દિવસ નથી જોયો ?? ” અવી ઘુરકીને સારી સામે જોઈને બોલ્યો.

“બેસને હવે…  ” સારી હળવેકથી અવીને ઝાપટ મારીને જતી રહી. અવી પ્લેટફોર્મ પર બેસીને અવનીને નિહાળવા લાગ્યો. “શુ છે પણ…  ” અવનીનો ચહેરો લાલ થઇ ગયો. અવીને તેને પોતાની તરફ ખેંચી…  “કઈ નહિ…  આજે પિયર જવાની ખુશી તારા ચહેરા પર કંઈક વધુ જ દેખાય છે..  ” અવી તેના હાથમાં હાથ પોરવતા બોલ્યો.

સારી પણ આવશે આપણી સાથે..  ” અવનીએ પ્રેમથી કહ્યું. “તેને ક્યાં ઢંઢેરો પીટ્યો તે…  મારા મગજની બધી નસ ખેંચી નાખશે એ..  ” અવી શ્વાસ છોડતા બોલ્યો. “હું છું ને !!!” અવની તેને કિસ કરતા બોલી. અવીના શરીરમાં એક ઝણઝણાટી દોડી ગઈ. અવનીએ અલગ પડીને અવીની આંખમાં જોયું. અવી ક્યારેય બોલતો નહિ પણ તેની આંખોમાં અવની બધું વાંચી લેતી.

તેને એક શબ્દ તેની આંખોથી સંભળાતો. તેના શ્વાસના તરંગ અવની તરત પારખી લેતી. અતયારે અવી લાગણીના ધોધમાં રીતસર નહાઈ રહ્યો હતો. અવીમાં આ શાંતિ અવનીને ખુબ જ વહાલી લાગતી.

“તૈયાર થઇ જા… ” અવી પ્રેમથી તેના કપાળ પર કિસ કરતા બોલ્યો. અવની ઉછળતી કૂદતી રૂમમાં જઈને તૈયાર થવા લાગી. અવી ચાના બે કપ લઈને હોલમાં બેઠો. એટલામાં સારી માહી(સારીનો હસબંડ) અને પરી(સારી ની નાની બહેન) ત્રણેય ઘરમાં પ્રવેશ્યા.

“તું ન આવીશ તો ચાલશે…  ” અવી કાતરાઈને સોફા પર લાંબી થઈને પડેલી સારીને જોઈને બોલ્યો. “જોયું…  આ માણસને આપણી કદર જ નથી…  આપણે ખોટા જ આ ઝંડુબામ સાથે જઈ છીએ” પરી ગુસ્સામાં બોલી. મિહિર અને સરી બન્ને હસવા લાગ્યા. અવી ગુસ્સામાં બોલ્યો. “હા તો ન અવાય..  સમજી…  “

“શુ અત્યારમાં ઝગડા ચાલુ કરી દીધા..  ” અવની સાડી પહેરીને બહાર આવી. ” આ બબુચક…  ” અવીએ અવની તરફ નજર ફેરવી…  પણ તેના શબ્દો રોકાય ગયા. આજે પહેલી વાર અવની સાડી પહેરીને અવી સામે આવી હતી. બ્લેક શાઈનિંગ અને ગોલ્ડન કલરની બોર્ડર વાળી સાડીમાં અવની જાણે અપ્સરા લાગતી હતી. મિહિર પણ અચંબિત થઇ ગયો. પણ પરી અને સારી બન્નેએ પહેલા જ અવનીને આ સાડીમાં જોય હતી.

“નથી સારી લાગતી ? ” અવીની નજીક આવીને અવની સાડી બતાવતા બોલી. “અરે સારી જ લાગે છે નઈ…  ” તંદ્રામાંથી બહાર નીકળીને તેને મિહિર સામે જોયું. તે તો હજુ પણ અવનીને જોઈ રહ્યો હતો. તેને ફરી અવની સામે નજર કરી. અવની હજુ પણ અસમંજસમાં અવીને નિહાળી રહી હતી. “કહોને…  નહિતર બદલી આવું…  “

“અરે ના ના…  સારી જ લાગે છે…  સારી નહિ બહુ સારી લાગે છે. ” અવી થોથવાઇને બોલ્યો. ત્યાં હાજર બધા જ અવીના તિમુરાઇ ગયેલા અવાજ પર હસી પડ્યા. ત્યાર પછી બધા રાજકોટ જવા માટે રવાના થયા.

આ સમયે તો સારી પણ ગાડીમાં હતા. તે ગાડીની ધીમી ગતિ જોઈને બોલી. “ગાડી કેમ ધીમે ચલાવે છે. થોડી સ્પીડ વધાર તો જલદી પહોંચી જઈશું. ” તેની વાત અવી ઉડાવતા બોલ્યો. “મને મન પડે એમ ગાડી ચલાવું તારે જલ્દી પહોંચવું હોય તો પ્લેનમાં ચાલી જા…  ” અવીની વાતથી સારી ગુસ્સામાં ભરાય ગઈ પણ અવનીના મુખમંડલ પર રહેલા હોઠ તરત ફરકી ગયા.

વધુ આવતા અંકે……..

મારી બીજીવાર, વાંચી શકો છે અને ભવિષ્યમાં વધુ વાર્તા વાચવા માટે મને ફોલો કરી શકો છો.
કશ્મકશ (લાઈવ) (આ વાર્તામાં રહેલા અવીનો લોહિયાળ ભૂતકાળ)
Social Love (લાઈવ)
કરુણ અંત (the two legendary mind) (સંપૂર્ણ)
અતિરેક (સંપુર્ણ)

અમલ
www.digitalstory.in 

Categories
Short Story

પ્રથમ પ્રેમનો પ્રથમ અહેસાસ

નૈના અને સમીર, બાળપણથી જ સાથે રહ્યા, આજુ બાજુમાં જ ઘર હોવાથી સાથે જ રમતા, ઝગડતા, સ્કૂલ જતા.
બંનેનું બાળપણ વીત્યું ને યૌવન આવ્યું, છતાં એમની દોસ્તી એવી ને એવી જ રહી.
કૉલેજના ત્રણ વર્ષોં પણ એક સાથે જ વિતાવ્યા પણ બંનેમાંથી કોઈ ને એક બીજા પ્રત્યે પ્રેમ ની લાગણી ના થઈ.

અને ત્યાંજ સમીર ને વધુ અભ્યાસ માટે વિદેશ જવા માટે તક મળી, બંને બહુ ખુશ થયા. આજે સમીરને મૂકવા બધા એરપોર્ટ પર આવ્યા હતા, સમીર અને નૈના એકબીજાને આખરી વાર મળી છૂટા પડ્યા, હવે વર્ષો પછી મળવાના હતા.
બંને ધીરે ધીરે વિરૃદ્ધ દિશામાં ચાલવા લાગ્યા, પણ આ શું થઈ રહ્યું હતું બંને ને, દિલ માં કેમ કંઇક ખૂંચી રહ્યું હતું, નાજાને કોઈ લાગણી બંનેના હૃદયમાં ઉમડી આવી, ધડકનો તેજ થવા લાગી, કેમ બંને ને છૂટા પડવાનું મન નહોતું કરતું, એક બીજાને રોકી લઉં કેમ એવું લાગવા લાગ્યું?

બંને ના પગ અટકી ગયા, પાછળ ફરી જોયું તો બંનેની વચ્ચે રહેલો ગેટ ધીરે ધીરે બંદ થઈ રહ્યો હતો, અને અચાનક બંને દોડીને એકબીજાને વળગી પડ્યાં.

આજ તો હતો બંનેના પ્રથમ પ્રેમ નો પ્રથમ અહેસાસ….

✍️ Dhruti Mehta (અસમંજસ)

Categories
Poetry

शिद्दत

इतनी शिद्दत से मोहब्बत है तुमसे की मरना भी मुनासिब नहीं है हमे,
इतना प्यार है की जीकर खुदमे मेहसूद करना है तुम्हे हर हालमे हमे।।

✍️धृति मेहता (असमंजस)

Categories
Poetry

તું મારું અનેરું સગપણ ♥️

તારા થી પ્રેમ , ને વળી તારા સાથે જ જઘડો !!
તારા થી નારાજગી , ને વળી તું મનાવવા નાં આવે તો
સામે થી દોડી ને insta , wp , snapchat માં મારું તને પજવવું!!

તારા માટે અઢળક ચિંતા ને વળી એને કેમેય કરી નથી આપી સકતી ચિતા “
આ ક્યારેક તારા સાવ નજીક રહેવું ,.
તો ક્યારેક તને સાવ મૂકીને જવું ..
ને બધા વચ્ચે તારું મારા પ્રત્યે વર્તન અકળ રહેવું ,,
ને મારી લાગણી માં ક્યારેક ભરતી તો ક્યારેક ઓટ આવવા રહેવી !

આ સંબધ સાવ જાણીતો ને સાવ અજાણ્યો
નામ આપેલ ને છતાંય નામ વિહોણી ઓળખ વાળો..

મને તારા વગર સેજ પણ નાં ચાલવું એવું કૈંક

  • કેટલીક વખત એવું થતું હોઈ ને કે જે વ્યક્તિ સામે
    તમે સૌથી વધુ ખુલ્લી શકો ,
    જેને કદાચ સૌથી વધુ પ્રેમ કરી શકો ,
    એ સાથે જ અંતર રાખવું ગમવા લાગે !!!

કૈંક તાત્પર્ય તો હશે ખરું એમાં પણ ?

કારણકે આવું કેવું ક્યારેક લગે પ્રેમ એવો જ હોવો ખપે !
ક્યારેક લાગે મિત્ર આ j વ્યક્તિ નાં રૂપ માં જોઈએ !
ક્યારેક એમ લાગે એના કરતા તો
maintain emotional distance ⚡♾️

ને વળી લગાવ તો જોવો જાલ્યો ક્યાં જીલય છે !? *

પૃથ્વી?

Categories
Poetry

અણસાર તારો…

??ઉજ્જડ રણમાં
મીઠી વીરડી સમો,
અણસાર તારો ભાસે…

જીવન પતઝડમાં
પ્રેમના વસંત સમો,
એહસાસ તારો દીસે…??


*****************
ધ્રુતિ મહેતા (અસમંજસ)

Categories
Poetry

દિવસ અંતે

મનમાં ચાલતી તમામ રમણભમણ એમ જેટલું વિચારીએ એટલી સહેલાઇ થી બહાર નથી કાઢી શકાતું !
કેવા સમય નાં પૈડાં સાથે દોડતા થઈ જવું પડે છે નઈ ?
કેવા હતા ને કેવા છીએ એનો હિસાબ માંડવા બેસીએ તો પોતાને જ પોતાંથી અળગા થતાં જોઈએ એવું કહીને હું કઈ સત્ય છૂપાવવા નથી માગવાની . સમય એનું કાર્ય બોવ જ સુંદર રીતે કરે છે , ને એની સાથે આપણે પણ સારો જ તાલમેલ મેળવી લઈએ છીએ …

પણ આ બધાં વચ્ચે એક બાબત સદાય એક ભાર જેમ જાત પર પડી પાથરી રહે છે , એ વાત એટલે કે …
નાં મેં કોઈ પણ વ્યક્તિને ઠેસ લાગે એવું કાર્ય કર્યું હોઈ છતાંય જો ઠેસ વાગી જાય તો!?
હાં કદાચ બની સકે પણ ખરું કે ધ્યાન બહાર રહી ગયેલ ને વાંક માં અવાઈ જવાય ત્યારે ?!
બધાં કામો વચ્ચે એવા ફસાઈ જવાય છે કે ખુલી ને જીવી સકવું તો દૂર પણ એ વિશે વિચાર સુદ્ધાં નથી થઈ સકતો …
આખો દિવસ માં લગાતાર કેટલાય કામ ને ફરજ કે જવાબદારી આ સાથે જ આસપાસ નાં લોકો નું ધ્યાન કોઈક ની સલાહ કોઈક ની ટીકા કોઈક ની ટિપ્પણી , ઠપકો ,પ્રેમ , નફરત ને એવા કેટલાય મન નાં વિકાર etc…. લોકોને પ્રેમ નું પાણી પીવું ગમે છે પણ સામે નફરતનું પાત્ર આપીને એમાં જ પ્રેમ જોઈએ છે એવું તો શક્ય નથી… અનેક કાર્ય એક સાથે સંભળાય છે અનેક લોકો દ્વારા પણ જીવાતું ખુલ્લી ને એક પણ વખત નથી હોતું એજ લોકો દ્વારા ..
ક્યારેક કોઈક ને કશુંક કડવું કેહવાય એનો રંજ લાગે પણ ખરો ને ખખેરી બધુંજ ફરી ઉભુ થવાય જાય પણ ખરું ,
આપણાં પ્રિય પાત્રો ને સાચવવા માં કચાસ રહી જાય પણ ખરી ને એમના ટોકવા છતાંય વધુ માં ઉમેરિશ વારંવાર ટકોર કરવા છતાંય બે દિવસ માં એક પ્રિય ની સંભાળ નથી લઈ શકાતી જેમાં ઉદ્દેશ્ય કશો ખોટો નથી હોતો પણ એ સામે વાડા પ્રિય પાત્રો ને ઠેસ વાગી જાય તો !? અને વળી એક નિખાલસ વિચાર એમ થોડી કશું ખોટું લાગે મને સમજે છે ને ,… જાણ્યે અજાણ્યે કઈ કેટલું ખરું ખોટું થઈ બેસે છે ને જ્યારે ગણતરી કરવા બેસીએ તો હાથ માં આપડા ભૂલ થયા નાં દંડ રૂપી આંશુ આંખ માંથી ખરતા જણાય છે… આવા તો અનેક વાતો નાં વંટોળ મનમાં રમતા હોયછે ..
પણ કેવું કોને? કારણકે નથી કોઈને આપડી સદંતર વાત જાણવા રસ અને નાતો છે કોઈ ને આપડા જીવનનાં બધાં જ પાનાં ફાંફોષવા નો સમય કે રસ અરે આપડે પરવાનગી પણ નથી આપી સકતા ! આપડું દુઃખ આપડી ભૂલ કોઈ વ્યક્તિ જાણી શું જાય આવી આગ હોઈ છે !! જે બધાં જ આંશુ નું કારણ પણ હોઈ છે ને મારણ પણ હોઈ છે….

આખા દિવસના અંતે સમજણ એટલી જ કેળવાઈ છે સમય સાથે બધું બદલાય છે આપને ખુદ પણ…..

પૃથ્વી ?

Categories
Poetry

ભણકારા

નાગણની વળ નો હું તોડુ અહમ,
તું કેડનો તારો એ વળાંક દઈ દે…
દરિયાને દેખાડું નાનપ એની,
લાવ જરા તું તારી આંખ દઈ દે…

લીસા નું કરાવું ભાન બરફને,
મૂકું હું એને તારા ગાલ પર…
હરણ ને હંસલો હરીફાઈ કરે,
પણ બેઉં હારશે તારી આ ચાલ પર…

ગુલાબની પાંખડીએ લીધું દાસત્વ,
અધરોનો આકાર જોઈ…
નિર્મળ હૃદય તારું એટલું,
કે પાણીએ શુદ્ધતા ખોઈ…

ઝણકે ઝાંઝર, પગલાં પડે,
ને પાંપણના પલકારા થાય છે…
તું નથી તોય આજે અચાનક,
તારા અહીં ભણકારા થાય છે.

Categories
Poetry

રંગ….

નાનકડી આ આંખોમાં સપનાં હજાર ભરી ગયા,
હતી નાની અમથી આ દુનિયા એને આભ બનીને ભરી ગયા…

સુની આંખોમાં એના પ્રેમનું કાજલ આંજી ગયા,
મૌન ભરેલા હોઠો પર એના અધરો નું સ્મિત છોડી ગયા…

મારા શ્વાસમાં એના પ્રેમની ખુશ્બુ ભરી ગયા,
સવારની રોશનીમાં એની સંધ્યાના રંગ ભરી ગયા…

✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)

Categories
Poetry

પર્ણ સરીખા ” પ્રિયજનો “

‍આ પાણી નું બિંદુ ♥️
છેને બાકી આપડા જેવું જ !!
પાંદડા થી ઘેરાયેલું અને સુરક્ષિત , હાં એ પાંદડા ને છંછેડો તો એ ટીપું એટલે આપડે પડી જઈ સકે …

પાંદડા એ દરેક વ્યક્તિ દ્વારા મળતા પ્રેમ નું આવરણ છે જેની હૂંફ , સહજતા અને protection આપણે સતત અનુભવીએ છીએ ..
કોઈ પણ મનુષ્ય નાં જીવન માં “પ્રેમ” મહત્વપૂર્ણ ભાગ ભજવે છે એ એના પ્રેમી  તરફ થી હોઈ કે પછી એના માતાપિતા, ભાઈબહેન, મિત્રો અને આસપાસ નાં દરેક પ્રિયજન પાસે થી મળતો વ્હાલ નો અવિરત સ્ત્રોત હોઈ ….

એ હોવું જરૂરી કેટલું??
તો જોઈ લો ને આ પર્ણ ની વચ્ચે રહેલ પાણી નાં સુક્ષ્મ droplet
ને ?

કોઈ પણ મનુષ્ય ને ગમે તેવી કઠણ પરિસ્થિતિ માં જ્યારે પ્રેમ થી, હૂંફ થી અને સહજતા નાં અંદાજ થી એની જગ્યા જાણી ને પ્રેમ નું, હેત નું પાણી પીવડાવવા માં આવે છે ત્યારે એ એની પોણી ભાગ ની બાઝી જીતાઈ ગય હોઈ એવું એ અનુભવ કરે છે અને કેમ નાં કરે !
એને એક આત્મિયતા ની લાગણી અનુભવાય છે અને ખૂબ બળ પ્રાપ્ત થાય , વ્યક્તિ ને લાગે છે કે બસ હવે હું જીતી જઈશ એટલી મજબૂતાઇ આવી ગય છે અને જો હારીશ તો મારા પ્રિયજન નું પાણી મને હારતો બચાવી લેશે…

માટે જ તમારી આસપાસ નાં તમામ વ્યક્તિ વિશેષ ને તમારા બોવ બધા નઈ સાવ થોડાક જ પ્રેમ ની હેત ની વહાલ ની જરૂર હોઈ છે એમને આપતા રહો સામે તમને અઢળક પ્રેમ મળશે જોજો..♥️

પૃથ્વી ?

Categories
Poetry

I still Love you

??Saying I love you is too easy to live,
But saying I still love you is too difficult to live with..??

✍️Dhruti Mehta (અસમંજસ)

Categories
Poetry

ઘરમાં સમાઈ જતું છાનું ” ડૂસકું “

‍એક સ્ત્રી !!!
બોવ બધું વાંચ્યું અને સાંભળ્યું હોઈ છે આપડે પણ જ્યારે આપડે જોઈએ અથવા અનુભવ કરીએ ને ત્યારે તે વખત કારમી ચીસ પડવા ની તૈયારી હોઈ છે પણ….. આ શું ચીસ પડવા ની બીક છે સ્ત્રી નાં હૈયે :” !
ઘણા પુરુષો અને સ્ત્રીઓ વાત કરે જ છે ફેમીનીઝમ ની પણ આ કંઈ ફેમીનીઝમ ની વાત અહીંયા મારે નથી કરવી …

મારે વાત કરવી છે સ્ત્રી નાં હૃદય માં લાગેલી એ ભયંકર આગ ને સાથે કદી કોઈ સામે અશ્રુ નાં છલકાવી ને મુખ પર સ્મિત સમેત અંતર નાં પોલાણ માંથી ક્યાંક છાની બેઠેલ આહની ….

એક સ્ત્રી ખુશ છે એ કંઈ રીતે ખ્યાલ આવે એમ નહિ પણ આ
” બાયડી ની જાત આ જન્મારે તો બધું સહન કર્યે જ છૂટકો “
આવું કૈંક….

બધું ?! એટલે શું હોઈ સકે…??

ના ના માટે અહીંયા સ્ત્રી પુરુષ સમાન હક ને તક ની કોઈ જ હડતાળ પડવા જોગ વાત નથી કરવાની ???

મારે વાત કરવી છે એક ઘર માં જ રહેલ સહુ ને લગતી સુખી સમૃદ્ધિ ધરાવતા ઘર કે હોઈ ભલે ને પૈસે તકે રાંક પણ દિલ થી છલોછલ ખજાના વાળો પરિવાર … ઘર નો બધો ભાર મોભી પુરુષ પર હોઈ છે પણ એક એક પાઈ ને કઈ રીતે કઈ જગ્યા એ કેમ કેટલા પ્રમાણ માં ખરચવી એ તો મેઈન કાર્ય એ મોભી ની પત્ની નું હોઈ છે ને !? ચલો આ તો થાય સાધારણ વાત પણ ક્યારે આવું થાય ખરું પુરુષ એક પણ રૂપિયો ઘર માં નાં ધરે ને સ્ત્રી ને ઘર ની ચિંતા કોરી ખાય !?… એહ કંઇક બધાં જ લોકો ની જીદ ને ઈચ્છા ને બધું જ પૂરી પડવા માં એ સ્ત્રી એનું ભૂલી જાય પણ પણ

રાત્રે એ જ સ્ત્રી આંખે તગતગ તા અશ્રુ નાં અંગારા ને મુક્તિ આપે ને હૈયા વરાપ બહાર કાઢી મેલે અને એના સિવાય પણ ઘર લોક નું સર્વ કાર્ય ની વચ્ચે કેટલા ય મુંઝવી મારે આવા બનાવ ઘટિત જ હોઈ પણ એને બસ …

એને બસ એની તમામ ચિંતા , ઉદાસી , શોક ,હરખ ને બધો જ પ્રેમ ,
એને હૈયે સદાય બળતી અગ્નિ માં બળી ને રાખ થવા મૂકી દેવાનું….

અને આ ચિંતા થી માંડી પ્રેમ કદીય બળી ને રાખ થતો નથી કારણકે

“આખરે તો અસ્ત્રી નો અવતાર ને કાળજે કેટલ્યુંય કોરાતું હોઈ સે”

કવ સુ વાત ખાલી ઘર ની બહાર નઈ  ને વાત ને ઘર ની ને મન ની માલીપા સમજવી હો…

તમારા ઘર માં સ્ત્રી ને રડતા જોયેલ!? એ પણ આવી અંતર ની વરાપ ઠાલવતા ને હીબકા ને ડુસકા અને એ પણ કોઈ સાંભળી નાં જાય એની પરેજ રાખી ને ?!?

અંતર નાં શબ્દો સાથે પૃથ્વી ?

આપનો પ્રતિભાવ આ બાબતે જરૂર જણાવશો કંઈ ભૂલ થી વધુ ઓછું લખાય ગયું હોઈ તો ટકોર કરવા વિનંતિ…

“વાત ઘર ની છે”✨ ←_←

Categories
Poetry

Love?

Love is not that, you feel you are in love…

Love is that you feel till last breath, you are still in love…

✍️Dhruti Mehta (અસમંજસ)

Categories
Poetry

ઈચ્છાઓ

નથી જાણતી કેટલીય ઇચ્છાઓ મનમાં
ધરબાઈ રહેલી છે ,
નથી ક્યારે એ ઇચ્છાઓ નું અવલોકન કરતી ને તોય આ ઇચ્છાઓ ધરબાઈ રહી
સતત મને ધબકતી રાખે છે ,
જેમ શ્વાસ લેવાઈ છે જીવવા માટે
એમ ઇચ્છાઓ માં વધારો થતો જાય છે.

નથી જાણતી કે આ ધરબાઈ રહેલી , સતત ધબકતી અને વધારો પામતી ઇચ્છાઓ કશે પૂરી થશે કે નહીં ,?
થશે તો કેમ કરી થશે ,?
ક્યારે થશે ,?
મને ગાંઠે એમ થશે ખરી ,?

નથી જાણતી છતાંય જીવંત હું “પૃથ્વી” મારી ઇચ્છાઓ માટે …

એ વાતમાં ક્યાં કંઈ ખોટ છે !?

મને કચાસ , અધૂરાશ ,અલ્પ નથી ગમતું .

જીવન હો ભલે ટુંકુ ,
મન ભરી માણ્યા વગર નથી ગમતું .

કહી શકો ભલે મને મોહ – માયા છે હો અપાર !!

કેમ વળી આ મને જીવતર મળશે વારંવાર ??

પણ હા મને સંતોષ પણ છે અપાર ,
ધાર્યા કરતા જડ્યું છે હંમેશ અપાર ..

કેટલા દુઃખ ને વળી કેટલા સુખ
દરેકને 100% મહત્વ આપવું ફરજિયાત જ છે

રડવું છે ?! રડી લો ..
હસવું છે નાચવું છે બરાડા પાડવા છે જે કંઈ કરવું છે કરી લઈએ !

એક દાયકા પછી અનુભૂતિ થતાં કંઈ વખત નઈ લાગે ,
કે શરમ જ્યાં રખાતી હોઈ ત્યાં જ શોભે અને જ્યાં શરમ ને ઉતારી ને મન ને ખુલ્લું મુકાતું હોઈ ત્યાં કંઈ આજુબાજુ નજરું નાં ફેરવાઈ ..


બાકી તો મૃત્યુ પછી જાત નું postmortem કોણ કરશે ?!
જીવતા જ કરી ને જીવી જાણીએ ❤️

પૃથ્વી?

Categories
Gazals Poetry

સ્નેહ-ઔષધ

તું ધરે જે વ્હાલથી એ ઝીલવાનું જોર છે
ઝેર ઘટકાવ્યા પછીયે જીવવાનું જોર છે

મેં કદી પકડયાં નથી આ સોયદોરા હાથમાં,
તોય દુનિયાના અધરને સીવવાનું જોર છે

જખ્મ અંતરના બધા છે જાગવાની રાહ પર,
‘સ્નેહ-ઔષધ’ ની અસર પૂરી થવાનું જોર છે

હું ડરું છું દાન ખોટા હાથમાં ચાલ્યું જશે!
આમ આખી જાતને પણ દઇ જવાનું જોર છે

રામ જેવો થઇ ગયો છે તો તુ બેસી જા ખભે,
આ જિગર હનુમંત થઇને ચીરવાનું જોર છે

જ્યાં તમે ભોંઠા પડો છો ડૂબવાના ખ્યાલ માં,
એ લહેર પણ ઉતરીને જીતવાનું જોર છે.

Categories
Gazals Poetry

મળજે મને.

હું ક્યાં કહું છું મોડી રાતે મળજે મને?
ઉગે દી’ તો તું પ્રભાતે મળજે મને…

આવયો’તો હું ખુમારીથી, ઠુકરાવી દીધો,
હવે પછીથી તું જાતે મળજે મને…

હૈયે તારા ભીડ ઘણી છે મારા ગયા પછી,
એ ત્યજીને તું એકાંતે મળજે મને…

શબ્દ બની તું આવજે, હું અર્થ બનીને આવું,
એમ કરી તું વાતે-વાતે મળજે મને…

જિંદગી પુરી કરે છે કસર તારી,
મોત હવે તું નિરાંતે મળજે મને.

Categories
Poetry

Comlete…

Like my cup of tea
You made my life complete…

Like my beautiful dreams
You made my vision complete…

Like my beats of heart
You made my love complete…

Like my words of poem
You made my soul complete…

**********************
Dhruti Mehta (અસમંજસ)

Categories
Poetry

દૂર…

વાતો માં રહેલું મૌન પણ તું સમજી જાય છે,
દૂર રહીને આંખો પણ તું વાંચી જાય છે…

✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)

Categories
Poetry

You are not far away

Whenever I close my eyes,
I feel you within me,
No, you are not far away…

Whenever I am speechless,
You becomes my words,
No, you are not far away…

Whenever I am restless,
You gives me inner peace,
No, you are not far away…

Whenever I cry my heart,
You becomes big smile on face,
No, you are not far away…

Whenever I write my name,
you always a part of it,
No, you are not far away…

Whenever I take a breathe,
You becomes my reason to live,
No, you are not far away…

✍️Dhruti Mehta (અસમંજસ)

Categories
Poetry

मुरीद ए जॉन

यू अंजान राहो पर निकलना चाहिए।
खुद से भी कभी रूबरू होना चाहिए।

अय राहे, सीखा है मैने बढ़ने का सलिखा,
हा मगर, कही पे कभी मुड़ना चाहिए।

हो राहे, हो गलियां, या आंखे, या जुल्फे,
है फुरकत के अब भूलना चाहिए।

तुम नही, तो कुछ नींद, कुछ चैन और मै,
है आरज़ू के कुछ मिलना चाहिए।

है सांसो के सफर में अब सुकूँ नही
के ये कारवाँ अब रूकना चाहिए।

है ‘सितम’ तिरा मुरीद ए जॉन,
हर ग़ज़ल में खून थूकना चाहिए।
~मीत नायी

Categories
Poetry

કારણ…

કારણ…

ચાલ, કારણ જાણવાની જીદે તને થોડુ સતાવી દઉં.
ખૂંચી રહેલા ઘાયલ સવાલો તુજને જણાવી દઉં.

મરેલો છું, છતાંય જીવંત કહેવા હું મજબુર છું!
આમ થોડી મોતનું કોઈ પણ કારણ બતાવી દઉં.

ને હા ખુદને ભૂલીને તમને અઢળક ચાહ્યા હતાં,
તો પણ હોય ખોટ! બધુંજ ફરીથી જતાવી દઉં.

ખરેખર નથી જાણતો હું, તમે વળ્યા છો એ મોડને,
નહી તો વધામણાં ખાતીર એ મોડ પણ સજાવી દઉં.

સપનાં વિહોણી જ હોત તો પસાર થઈ જાત પણ,
નજર સમુ તૂટતા સપનાએ રાતને કેમની વિતાવી દઉં?

ખેલતો, કુદતો, ને જીવતો હું એ સ્નેહનાં ઓટલે,
ઓટલેથી મારા પગલાં અકારણ કેમના વળાવી દઉં?

ને એટલે જ પૂછું છું કારણ તને આ વિરહનું પ્રિય,
નથી માનતો ગઝલમાં હું તને બેવફા દર્શાવી દઉં.

– કંદર્પ પટેલ✒

Categories
Poetry

હેવાનિયત …

હેવાનિયત…

જ્યારે જ્યારે હેવાનિયત મુખડે મુખડે મળતી હશે,
ત્યારે ત્યારે માણસાઈ પણ ટૂકડે ટૂકડે મરતી હશે.

વેશ, પેરવેશ ને આ ટુંકા વસ્ત્ર જ કારણ હોય છે ને,
હા,હવસ રૂપી શસ્ત્ર પર મર્યા પછી નજર ઢળતી હશે.

ક્રુરતા ઝેલે, હેવાનિયત ઝેલે ને ઝેલે એ રૂઢિમાન્યતા!
શું વિચાર્યુ આ બધાંજ દર્દ માસૂમ કેમની ગળતી હશે?

શું નથી સાંભળી શક્તો દાનવ એ દર્દદાયી ચિખને?
એ હાલતે બેગુનાહ પથારીએ કેટલું સળવળતી હશે?

જાણે છે ઉત્તર, ના ગઈ હોત તો નોબત ના આવતી,
એજ ખ્યાલે પીડાને કહેતાં કહેતાં પાછી વળતી હશે.

થઈ ચુક્યો છે ઘોર અંધકાર,નથી કિરણ એક સમજનું!
અંતે નિશાસો નાખી,નારી જાતને જ દોષી ગણતી હશે!

– કંદર્પ પટેલ

error: Content is protected !!