કારણ…
ચાલ, કારણ જાણવાની જીદે તને થોડુ સતાવી દઉં.
ખૂંચી રહેલા ઘાયલ સવાલો તુજને જણાવી દઉં.
મરેલો છું, છતાંય જીવંત કહેવા હું મજબુર છું!
આમ થોડી મોતનું કોઈ પણ કારણ બતાવી દઉં.
ને હા ખુદને ભૂલીને તમને અઢળક ચાહ્યા હતાં,
તો પણ હોય ખોટ! બધુંજ ફરીથી જતાવી દઉં.
ખરેખર નથી જાણતો હું, તમે વળ્યા છો એ મોડને,
નહી તો વધામણાં ખાતીર એ મોડ પણ સજાવી દઉં.
સપનાં વિહોણી જ હોત તો પસાર થઈ જાત પણ,
નજર સમુ તૂટતા સપનાએ રાતને કેમની વિતાવી દઉં?
ખેલતો, કુદતો, ને જીવતો હું એ સ્નેહનાં ઓટલે,
ઓટલેથી મારા પગલાં અકારણ કેમના વળાવી દઉં?
ને એટલે જ પૂછું છું કારણ તને આ વિરહનું પ્રિય,
નથી માનતો ગઝલમાં હું તને બેવફા દર્શાવી દઉં.
– કંદર્પ પટેલ✒
