નાનકડી આ આંખોમાં સપનાં હજાર ભરી ગયા,
હતી નાની અમથી આ દુનિયા એને આભ બનીને ભરી ગયા…
સુની આંખોમાં એના પ્રેમનું કાજલ આંજી ગયા,
મૌન ભરેલા હોઠો પર એના અધરો નું સ્મિત છોડી ગયા…
મારા શ્વાસમાં એના પ્રેમની ખુશ્બુ ભરી ગયા,
સવારની રોશનીમાં એની સંધ્યાના રંગ ભરી ગયા…
✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)