હેલ્લો દોસ્તો….
આશા 6 કે તમને મારી આ વાર્તા પણ ખૂબ પસંદ આવશે❣️
ચાલો તો પછી મારી સાથે એટલે કે Mayra ની સાથે એક કહાની ના સફર પર ❣️
_________________________________________________
“Hello ! “
“Hello !”
“Reyansh vat kare 6????”
“હા કોણ??”
અલા મને નઈ ઓળખતો તું !???
ના બહેન કોણ 6 તું !??”
સાંભળ્યું 6 કે એશિયા ખંડ એ દુનિયા ના સાત ખંડ માંથી એક 6.. એ ખંડ માં INDIA નામનો એક દેશ 6? એમાં પણ ઘણા બધા રાજ્યો 6 એટલે હું એમાંથી ગુજરાત રાજ્ય ના અમદાવાદ થી વાત કરું 6u”– ????એમ રમુજી અવાજ માં Mayra એના દોસ્ત રેહાંશ સાથે મસ્તી કરતા કરતા બોલતી હતી…આજ Mayra એ એના ધોરણ 12 માં સારા એવા માર્ક્સ આવ્યાં હોવાથી નવો ફોન ને નવો નંબર લીધેલો… એટલે એ રેહાંશ ને ફોન કરીને મસ્તી કરતી હતી….
____________***********_________*******___________
આપડા પાત્રો નો પરિચય:?
Mayra એટલે આપડી વાર્તા ની મુખ્ય પાત્ર ?જો વાત કરીએ mayra ની તો ….Mayra તો એટલી સુંદર હતી કે સુ કહેવું …..
ગુલાબી હોઠ?નાની ને અનીયાલી આંખો …. આછો મેકઅપ ને આંખો માં કાજલ mascara be eyeliner ….. Tight b નઈ ને બવ loose પણ નઈ એવું બ્લેક ડેનિમ jeans??ne I love you લખેલી half સ્લિવ. Tshirt ?❣️Nd high પોની માં hair માં બંધ કરેલ?Mayra ને જોતા જ એવું લાગે કે જાણે સ્વર્ગ થી કોઈ અપ્સરા જ જોઈ લો….mayra એમ તો એક મિડલ ક્લાસ family ને belong કરતી હતી…પણ એના family નું heart hati?❣️?
રેહાંશ એ Mayra નો દોસ્ત?
એ પણ Mayra ની જેમ જ એક મિડલ ક્લાસ family માંથી હોય 6… પણ reyansh પણ Mayra ની જેમ જ રૂપળો ને height માં Mayra થી ઊંચો, obviously? જેમ Mayra ને કોઈ છોકરો જોવે ને પાગલ થાય એમ જ રેયાંશ ને જોઈ કોઈ પણ છોકરી પાગલ થઈ જાય….આખરે reyansh હતો જ એટલો સુંદર?❣️
ગુલાબી આંખો , ગુલાબી હોઠ ને સૌથી મેં તો એના dimple ?????? ને જેલ થી styale કરેલ વાળ???? આય હાય !❣️કોઈ પણ જો reyansh ની ને Mayra nu smile જોવે ને તો પોતાનો દિલ હરી બેસે? બેય હતા જ એટલા સરસ?
____________*******___________*********___________
12માં ધોરણ નું vacation patya pa6I ,
દરરોજ વાતો કરે તોય ખૂટે નઈ એટલી મસ્તી ને મજાક કરતા બેય પણ આજ બંને દુઃખી હતા …કારણ ! ?
કારણ એ જ કે Mayra ને વર્ષો જૂનું સપનું પૂરું કરવું હતું એના મોડેલિંગ નું….એટલે જન્મથી લઈ ને ક્યારેય છૂટા ના પાડનાર દોસ્તો હવે અલગ થવાના હતા??
બેય આજ માં ભરી ને એક બીજા ને જોવામાં તલ્લીન હતા સુ ખબર પછી એવો મોકો મળે કે ના પણ મળે ….?
Mayra ને મોડેલિંગ કરવું હતું એટલે એ તો મુંબઈ કે જે સપનાં ની નગરી 6 , જ્યાં દરેક ને પોતાના સપનાં પૂરા કરવા હોય 6 …..
એવી નગરી માં એકલી આવી પોહચી…..
શરૂઆત માં તો બવ જ મુસીબતો નો સામનો કર્યો
પણ Mayra એ ખૂબ મહેનત કરી ને મોડેલિંગ ઇન્ડસ્ટ્રી માં પોતાનું આગવું સ્થાન પામી….
_________________?______________?____________
5 વર્ષ પછી,
Mayra એ આ 5 વર્ષ માં ઘણું ખરું નામ કમાવ્યુ હતું ..
Mayra એ મોડેલિંગ ઇન્ડસ્ટ્રી માં ખાસુ આગવું સ્થાન પામી હતી….
Mayra AAA 5 વર્ષ માં એક પણ દિવસ એવો નહતો જ્યારે તેને રિયાંશ ને યાદ ના કર્યો હોય?
બેય દરરોજ એકબીજા સાથે વાત કરતા હતા
પણ એટલા વર્ષ દૂર રહ્યા હોવાથી બેય ના દિલ માં ઉગી આવેલું પ્યાર નું ફૂલ કરમાઈ ગયેલું?
આમ ને આમ દિવસો પસાર થવા લાગ્યા….
એક દિવસ Mayra કે જે મોડેલિંગ ઇન્ડસ્ટ્રી ની જાનીતિ મોડેલ હતી તે પિયુષ નામના director ના સાથે એક scandle માં સંકળાઈ….
(Scandle મતલબ વાદ વિવાદ કે જે ન્યૂઝ ચેનલ વાળા અફવાઓ felave 6 તે)પણ ખરેખર આ વાત તો હકીકત હતી ….Mayra ને પીયૂષ બેય એકબીજા ને date કરતા હતાં….
બેય પ્રેમીપંખીડા ખૂબ ગળાડૂબ પ્રેમ માં હતા…..
એથી બેય લગ્ન કરી ઘર માંડવાનો વિચાર કરે 6 ….થી એક દિવસ તેઓ ઘરના પરિવાર ની મદદ થી ઘર સંસાર માં પ્રભુતા પાડવા સહમત થાય 6….. પણ……
____________?____________?____________?_____
Mayra અને પિયુષ ના લગ્ન ની એક રાત પહેલા???…..
વધુ આવતા અંકમાં….
________________************_________**********__________
એવું તો શું થયું !???
પિયુષ ને Mayra ના લગ્ન થશે ???
Su પિયુષ ને કઈ થયું હશે !???
Mayra ને કઈ થશે !???
Wait for next?
Tag: Love story
Trully loved once ? part 2

આગળ તમે જોયુ કે ,?નાનકડી આહના એની મમ્માં સાથે સ્કુલ માં જે પણ બન્યું. બધું એની તોતડી ભાષા માં કઈક કહેતી ?હતી …પછી આહના ને શાંત કરી સુવડાવ્યા પછી અંજલિ એના ભૂતકાળ માં સરી પડે છે ??…હવે આગળ?_________________________________________
અંજલિ એના ભૂતકાળ ને વાગોળતા વિચારે ?છે :આજ થી 20 વર્ષ પહેલાં જ્યારે તે નાની હતી? ત્યારે જ એની મોમ? એને મૂકી ને suiside કરી મરી ?ચૂકી હતી.એની મોમ ખરેખર તો વર્લ્ડ favourite ને ફેમસ સિંગર ?હતી જેને આખી દુનિયા ? ઈશા મહેરા ના નામ થી ઓળખતી❣️ હતી.હા , અંજલિ એ ઈશા મહેરા ની એક ની એક દીકરી?⚖️ હતી પણ અંજલિ ને એજ સુધી એ ખબર ?નહતી પડી કે એની મોમ એ suiside કર્યુ કેમ ???!??
અંજલિ ના પિતા રોનિત રાવત અંજલિ ના આવ્યા પહેલાં એક મામૂલી કોરિયોગ્રફર હતા?. એક songs ના આલ્બમ દરમ્યાન ઈશા ને ગંભીર ચોટ? આવી હતી ત્યારે બંને મળ્યા હતા?. એ કોરીઓગરફર ના રૂપે ઈશા ને એના આલ્બમ માં ડાંસ ?કરતા શીખવાડતો હતો.ધીમે ધીમે બંને એકબીજા ની નજીક આવ્યા ને પછી બન્ને એ એકબીજા ને ડેટ? કરવાનું શરૂ કર્યું ને પછી 3 વર્ષ ના લીવ ઈન પછી બંને એ લગ્ન કર્યા?.
લગ્ન પછી ઈશા એ બંને રઈ સકે એવું મોટું એપાર્ટમેન્ટ ?ખરીદ્યુ હતું જેમાં ઈશા , રોનિત ને એમના નોકરો?️ રહેતા હતા. એ નોકરો ને નોકરો ?️ની જેમ નહિ પણ ઘર ના જ સભ્યો?️ ગણવામાં આવતા. એ નોકરો ?️ઈશા ના જૂના નોકરો ?️જ હતા.ઈશા પેહલા જ્યાં રહેતી હતી તે જગ્યા? એને એની આસિસ્ટન્ટ જીલ ને રહેવા આપ્યું હતું.જ્યારે રોનિત તો ભાડા ના ઘર ?માં રહેતો હતો.એટલે એને એના ઘરમાં વૃદ્ધ માં જ હતા બાકી એના પપ્પા તો રોનિત જ્યારે 25 વર્ષ નો થયો ત્યારે જ દુનિયા ને અલવિદા કહી ગયા હતા??…..
બંને એ એકસાથે લગ્ન ના સાંજે એમના નવ ઘર ?માં પગલાં પડ્યા હતા .ઈશા ના પરિવાર માં માં પાપા ભાઈ બહેન હતા . એ બધા પણ પોત પોતાના ક્ષેત્ર માં ખાસ સફળ હતા?. ઈશા ના પાપા એ ભારત ના મોટા વ્યાપારી? હતા.તેમને ટેકસટાઇલ નો ધંધો હતો.જ્યારે એની મોમ એક violinist ?હતા. આખિ દુનીયા માં એમના થી સારું violin ?બીજુ કોઇ vagadtu નહતું.એના ભાઈ ને બહેન એમના મોમ dad no jem j સફળ હતા??️?.
રોનિતે ભલે આ ઘર ?ખરીદવામાં કંઈ નાતું કર્યું પણ એ ઈશા ને ચાહતો ?હતો એટલે ઈશા ના માટે એને અગાઉ થી આખું ઘર? સજાવ્યું હતું.લગ્ન ના દિવસે ?એમનો બેડરૂમ લાલ રંગના ફૂલો થી ?, લાલ ? હાર્ટ આકાર ના ફુગ્ગાઓ શણગાર્યો હતો.સાથે બંને ના આજના દિવસ નો ફોટો? ને એ પણ એક મસ્ત એવી ફ્રેમ?️ માં સેટ કરેલો દીવાલ પર જોઈ? શકાતું હતું. આખા રૂમ માં નજીવો પ્રકાશ હતો?. આખો રૂમ ફૂલો ની સુગંધ થી મહેકતો હતો?.સાથે એમાં ધીમુ ધીમું રોમેન્ટિક music to ખરું જ ! ??
તો ઘરના મેઈન દરવાજા ને સફેદ રંગ ?ના ફૂલો થી શણગાર્યો હતો .દરવાજા માં જ વચ્ચે welcome ronisha(Ronit +Isha) lakhyu Hatu.e bdhu pan ગુલાબ ?ની પાંદડીઓ થી શણગાર્યું હતું.બધું જ એક નજરે જોતા જ આકર્ષે? એવું લાગતું હતું.એ ગુલાબ ના પાંદડીઓ ?થી સહેજ આગળ ચોખા ?ભરેલો કળશ હતો.ને એનાથી સહેજ વધુ આગળ કંકુ ?કરેલી થઈ હતી .બધી જરૂરી વિધિ પતાવી મહેમાનો ને વિદાય આપી બંને પોતાના રૂમ ?માં ગયા.ને પછી બંને એ એકબીજા ને કઈક ભેટ? આપી.
આ બધું અંજલિ ની મોમ ઈશા એ એક ડાયરી? માં લખ્યું હતું.હકીકત માં ઈશા ને ડેઇલી ડાયરી? લખવાની શોખ હતો.એટલે એના મોત પછી અંજલિ ને એ ડાયરી? મળી એટલે એને વાંચતા વાંચતા ખબર પડી.?________________________________________
તો મિત્રો , શું લાગે છે !??
અંજલિ કોની દીકરી હસે !??
શું ઈશા એ રોનિત ને દોખો આપ્યો !??
જાણવા માટે વાંચતા રહો trully loved once ? મારી એટલે કેMayra ની સાથે?
કદાચ ઘણા સવાલ હસે તમારા મન માં ! પણ મને કૉમેન્ટ કરી આ સ્ટોરી કેવી લાગી છે કહેવાનું ચૂકતા નહીં.
-✒️ Mayra….
________________________________________
Tme mane insta par follow Kari sko છો – @mayra__123.5
Truly loved once?
એક લાઈવ વાર્તા ની શરૂઆત થશે થોડા જ સમય મા……..
……..stay Tunned…. ત્યાં સુધી stay happy Nd stay healthy ?
U can connect with me on insta -@mayra__123.5
કશ્મકશ – વિંધાયેલો પ્રેમ (ભાગ 15)

પાછળના ભાગમાં……..
“અસી… ” અવી તેની બાજુમાં લગોલગ જઈને તેના કાનમાં બોલ્યો.. બિચારી અસી ઉછળીને દૂર ખસી ગઈ. “અવી… ” તેને અવીના પગમાં જોરથી લાત મારતા કહ્યું. પણ અવીને કઇ ફેર ન પડ્યો.. તે હસતો રહ્યો. ” તારા પપ્પા ક્યા.. ” અવી તેનો ગાલ ખેંચતા બોલ્યો. “તેની ઓફિસમાં હશે… કેમ તેમનું શુ કામ પડ્યું.. ” અસી મોં ફુલાવતા બોલી.
અવી : તું કામ કર.. પતે પછી આવ.. હું ત્યાં હોઈશ.. આમ જો કલાકની વાર છે.. ” તેને ઘડિયાળ બતાવતા કહ્યું. તેને માથું હકારમાં ધુણાવ્યું એટલે અવી ત્યાંથી નીકળી ગયો… શોપની બહાર જઈને રાકેશની ઓફિસ શોધવા લાગ્યો… મહામેહનતે તે ઓફિસ સુધી પહોંચ્યો. “હું આવું… ” તેને સહેજ દરવાજો અધખૂલો કરીને પૂછ્યું… રાકેશ અવીને જોઈને ભોંચક થઇ ગયો…
હવે આગળ……..
રાકેશ : તું અહીં શુ કરે છે… ” તેને ચકિત થઈને પૂછ્યું.. “દરવાજેથી જ જવાબ આપું કે અંદર આવું… ” અવી સહેજ મજાકમાં બોલ્યો. “તારે પૂછવાનું હોય?? એવી ફોર્માલિટીની કઇ જરૂર નથી.. આવી જા અંદર ” તેને કપાળે હાથ દઈને કહ્યું. અવી હસતા હસતા અંદર આવીને ખુરસીમાં બેઠો..
“અસીએ કહ્યું તને અહીં આવવાનું ?? ” રાકેશ સીધો મેઈન ટ્રેક પર આવી ગયો.
અવી : હમ્મ.. ” તેને નિસાસો નાખતા હુંકારમાં માથું ધુણાવ્યું.
રાકેશ : તું તેની જીદ્દ સંતોષવાનું બંધ કર.. નહિતર તે જિદ્દી થઇ જશે. ” તે ચિંતામાં બોલ્યો.
અવી : એ નહિ થવા દવ… આમ પણ મારે થોડું કામ હતું. ” અવી દાંત બતાવતા બોલ્યો. “તારી કોલેજનું શુ કર્યું… અને બિઝનેસનું શુ કરીશ? ” રાકેશ મુંજાઈને બોલ્યો.
અવી : કોલેજનું થઇ ગયું છે… બિઝનેસનું સેટિંગ ચાલે છે… પણ ચિંતા જેવું નથી…. થઇ જશે… ” અવી ઠંડા સ્વરે બોલ્યો.
રાકેશ : હમ્મ… અહીં રહેવાનું ગોઠવી લીધું ? ” તે ડેસ્ક પર બેસતા બોલ્યો.
અવી : નવસારી રહીશ.. જાણીતા છે, તેમની વાડીએ રહીશ.
રાકેશ : અહીં આવી જ ગયો છો તો અમારા ઘરની બાજુમાં ગેસ્ટ હાઉસ છે ત્યાં રહેવાય ને…
અવી : ના.. મારે તમારું ગેસ્ટ નથી બનવું… હું જ્યાં રહું છું તે મસ્ત જગ્યા છે… ” તે દાંત બતાવતા બોલ્યો.
રાકેશ : તને તો મારે ઘરજમાય બનાવીને રાખવો છે… ” રાકેશે મસ્તીમાં તેનો કાન ખેંચતા કહ્યું.
અવી : એવા કઇ શોખ નથી મને… હું ભલો અને મારુ ઘર ભલું… ” તેને પ્રેમથી રાકેશના હાથમાંથી પોતાનો કાન છોડાવતા કહ્યું. મનમાં તો સળગી ગયો હતો પણ અહીં રાકેશને કઇ કહી ન શકાય. બાકી તેની મરજી વગર કોઈ આ રીતે મસ્તી કરી જાય તે જરા પણ પસંદ ન હતું.
રાકેશ : અસી કહેતી હતી કે તમે બન્ને આબુ ફરવા ગયા હતા… ” તેને જીણી આંખ કરીને અવી સામે નજર કરી. અવી સહેજ ચમકી ગયો. “હમ્મ.. ” તેને ટૂંકમાં પતાવ્યું પણ તેની નજર રાકેશ તરફ જ હતી.
“હશે છોડ… બિઝનેસનું કઇ ન થાય તો કહેજે… હું કંઈક હેલ્પ કરીશ.. ઘણા હીરામાં વેપારી મારા ઓળખીતા છે. ” તે ઉભો થઈને ફરી પોતાની ખુરસી પર બેસતા બોલ્યો.
“એ તો થઇ જ જશે… છતાં જરૂર પડી તો કહીશ.. ” અવી પ્રેમથી ઉભો થઈને ચાલ્યો ગયો. તે ફરી શોપમાં આવીને દરવાજા પાસે રાખેલી ખુરસી પકડીને બેસી ગયો… લગભગ કલાક જેવો સમય વીત્યા પછી અસીના ઈશારે તે ઉભો થઈને હોસ્પિટલની બહાર નીકળ્યો. “આ તો પેલી tc ની ગાડી છે.. ” અવી બ્લેક કલરની મર્સીડીઝ પાસે આવીને અટક્યો એટલે અસી કતરાઇને બોલી.
“હમ્મ.. ચલ.. હવે તો એમાં જ ફરવાનું છે… ” તેને દરવાજો ખોલ્યો અને અંદર બેસવા ઈશારો કર્યો… એટલે અસી ચુપચાપ બેસી ગઈ. “ક્યા જવું છે… તું કહે ત્યાં લઈ જાવ ” અવીએ અંદર બેસીને પૂછ્યું.
“તારા ઘરે… જ્યાં તે રહેવાનું ચાલુ કર્યું છે.. ” અવીના મીઠા શબ્દોથી અસી એકદમ પીગળીને બોલી. અવીએ સહેજ મલકીને ગાડી નવસારી તરફ હંકારી મૂકી. બન્ને પ્રેમી પંખીડા તે નાની દુનિયામાં પહોંચી ગયા. અસી ત્યાંના બગીચા અને સુંદરતામાં જાણે ખોવાઈ ગઈ.
એકદમ સ્વચ્છ જગ્યા… નાના નાના ક્રમબદ્ધ છોડ મોટો મોટા વૃક્ષોના પ્રાંણગમા ખીલી રહ્યા હતા. જમીન માપસહઃ લીલા ઘાસથી ઢંકાયેલી હતી. આજુબાજુ ઉંચી ઉંચી દીવાલો, સાથે સાથે તે દીવાલ પર લગાવેલા નાના નાના બોક્સ જેમાં રીતસર જાતજાતના પંખીઓના બચ્ચા મધુર સંગીત વગાડી રહ્યા હોત તેવું લાગતું હતું.
“કેટલી સરસ જગ્યા છે… ” અસી ઉછળી પડી… અવી તેને નિહાળીને મંદ મંદ હસી રહ્યો હતો… “અહીં કંઈક અલગ જ મજા આવે છે.. ” તે અવીને નાના બાળકની જેમ વળગી પડી. “આટલી સરસ જગ્યા તને રહેવા કોને આપી ?” તેને ચહેરો ઉંચો કરીને અવી સામે જોઈને પૂછ્યું….
“છોડને.. માલિકથી શુ ફેર પડે… ” અવી તેના કપાળ પર કિસ કરતા બોલ્યો… “tc નું ઘર છે ?? ” તે આંખ જીણી કરીને પૂછવા લાગી. “અરે યાર તું કેમ આવું કરે છે… તને મારા પર ભરોસો ન હોય તેવી ફીલિંગ આવ્યા કરે.. ” એવી તેનો પોતાનાથી દૂર ખસેડીને ચાલવા લાગ્યો. “જો… એવું કશુ નથી… હું બસ એમ જ પૂછતી હતી. ” તેને દોડીને અવીની છાતીમાં છુપાઈને બોલી.
“તારે મનમાં જે હોય તે કેહવાની છૂટ આપી છે તેનો મતલબ એ નથી કે તું ગમે તે બોલ્યા કરે… ” અવી તેના વાળ કસીને ખેંચતા બોલ્યો.. તેનો ચહેરો સહેજ ઉપર થયો કે અવીએ પોતાના હોઠ તેના તેના હોઠ પર ચિપકાવી દીધા… અસીએ પણ સામે તેના વાળને મુઠીમાં ભરી લીધા… “હવે નહિ કહું બસ.. ખુશ” તે સહેજ ઉછળીને અવીની કમરે ચોટી ગઈ.
અવી તેને ઉપાડીને જ દરવાજે પહોંચીને લોક ખોલવા લાગ્યો. અસી તેના ચહેરા પર ઠેક ઠેકાણે ચુમીઓ વર્ષાવી રહી હતી. ઘરમાં પ્રવેશીને અસીને સીધી સોફા પર પટકી દીધી. અસીને હંમેશા અવીનું આ પાગલપન ગમતું. કેમકે આ પળે અવી હંમેશા પોતાના અસલ રૂપમાં આવી જતો. કે જે તે અંદરથી છે. કેમકે સામાન્ય રીતે અવી હંમેશા મેચ્યોર બિહેવ કરતો. આમ પણ તે ઉંમરમાં પોતાનાથી ઘણો મોટો હતો.
જયારે પોતાએ હજુ હમણાં જ જુવાનીમાં પગલાં મંડ્યા હતા. અવી ભલે ગુસ્સેલ સ્વભાવનો હતો. પણ દરેક પરિસ્થિતિમાં પોતાને ઢાળીને ચાલતો. ગમે તેવી પરિસ્થિતિનો સામે તે ઘણું વિચારીને લડતો. “શું થયું… ” કિસ કરતા અવીની નજર તેના આસું પર પડી. “Carry on… ” તે ફરીથી પોતાના હોઠ અવીના હોઠ પર રાખીને કિસ કરવા લાગી. અવીને કઇ સમજ ન પડી… આમ પણ પ્રણય સમયે લોકો ભાનમાં ઓછા અને આકાશમાં વધુ ઉડતા હોય છે.
“યાર તું જરા જોઈને બચકા ભરીને… ” અસી હાંફતા અવીને પોતાનો ખભો બતાવતા બોલી. અવી કઇ બોલ્યો નહિ બસ હસતો રહ્યો. ” હસે છે શુ… આ લોકોને દેખાય.. ” અસી અવીને ધક્કો મારીને સોફા પરથી ફેંકતા બોલી. ” અરે યાર.. ચાલે.. થોડા દિવસ સ્લીવલેસ ટોપ નહિ પહેરવાના” તેને પોતાનો બચાવ કરતા બોલ્યો. “તું મને છોકરી સમજે છે કે નાસ્તો ?? ” અસી સોફા પર બેઠા બેઠા નીચે પડેલા અવીની છાતી પર ચીંટિયો ભરતા પૂછવા લાગી..
અવી : અતયારે તો મેં નાસ્તો ખાઈ લીધો… ” અવીએ તેને સોફા પરથી ખેંચીને પોતાના પર સુવાડીને ખળખળાટ હતા બોલ્યો. “મારે કંઈક ખાવું હોય તો.. ?? અહીં મળી જશે ?? ” અસી અવીના ગાલ પર જોરદાર તમાચો મારીને ઉભી થતા બોલી. છતાં અવી હસતો જ રહ્યો. તે ચુપચાપ રસોડામાં ભાગી ગઈ. બધી જગ્યા ફફોરતા તેને આખરે મેગીનું જમ્બો પેકેટ હાથમાં આવી ગયું.
“અક્કલ તો ભગવાને આપી નથી ને… ” અવી ફ્રીઝમાંથી ફળ ભરેલું મોટું બાસ્કેટ પ્લેટફોર્મ ઉપર રાખતા બોલ્યો. “અરે વજન વધી જાય… બહુ ફેટ વાળું ન ખવાય.. ” અસી મોં બગાડતા બોલી. “હવે ફેટ વાળી.. ચુપચાપ ખાઈ લે.. ” તેને અસીની ખુલ્લો પીઠમાં જોરથી મુક્કો મારતા કહ્યું. તે આખી ખળભળી ગઈ. “Avi.. never hit me like that… its painful.. ” અસી ચપટી વગાડતા બોલી. અવીને કશો ફેર ન પડ્યો. બે ચાર સફરજન લઈને બેડરૂમમાં ચાલ્યો ગયો.
અસી નુડલ બનાવીને બેડ પર બેઠી. “આ શુ લખે છે… ” અસીને પહેલી વાર અવીને લખતા જોઈને ચકિત થતા પૂછ્યું. ” કઇ નહિ.. બસ એમ જ વાર્તા.. ” તેને પેન બુકમાં રાખીને તેને બાજુના ડ્રોવરમાં રાખી દીધી. અસીએ નુડલ્સ માટે આગ્રહ કર્યો પણ અવીએ ના પડી દીધી. કૂતરાની જેમ નુડલ્સ ચાવતી અસીને જોઈ રહ્યો.
“કેટલી શાંતી છે અહીં.. ” કામ આટોપીને આવેલી અસી અવીને લપકીને સુઈ ગઈ.. “હમ્મ.. ” અવીને તેને પોતાની છાતીમાં સમાવી લીધી. વાતો કરતા બન્ને પંખીડા ઘસઘસાટ ઊંઘી ગયા. બીજે દિવસે સવારે ઉઠીને આવી તેને ઘરે છોડીને કોલેજ માટે નીકળી ગયો.
બીજી તરફ સુરતમાં અવીની હાજરીના પડઘા પડી ચુક્યા હતા. બધા બે નંબરી બિલ્ડરોના મોટો સમૂહમાં અવીને પોતાના રસ્તેથી હટાવાના કાવતરા ઘડાઈ રહ્યા હતા. તેમાં મુખ્ય પરમચંદ સૌથી મોટો વડો હતો…
વધુ આવતા અંકે……..
આગળના અપડેટ મેળવવા માટે મને follow કરી શકો છો. આભાર ?????
મારી બીજી નવલકથા,
Never Loved Season 1 (સંપૂર્ણ)
Never Loved Season 2 (લાઈવ)
અતિરેક (સંપુર્ણ)
કરુણ અંત (સંપુર્ણ)
Social Love (લાઈવ)
આ બધી વાર્તા digitalstory.in પર વહેલી પ્રકાશિત કરવામાં આવે છે.
Telegram : Gujjuvarta
Website : www.digitalstory.in
Public Profile : AuthorJaymin
નોંધ : લેખકોને ખાસ સૂચના કે જે લોકો પોતાની નવલકથા અને ટૂંકીવાર્તા દ્વારા કમાવા માંગતા હોય તે લેખકો telegram પર “authorjaymin” સર્ચે કરીને જાણ કરી શકે છે, અથવા www.digitalstory.in ઉપર જઈને રજીસ્ટર કરી શકે છે.
અમલ
Never Loved : Back to Past – 3

પાછળના ભાગમાં……..
તે ચુપચાપ ગાડી ચાલુ કરીને ચલાવા લાગ્યો. અવની પ્રશ્નાર્થ નજરે તેને નિહાળી રહી હતી. પાછળ માહી સરી અને પરી તો ડરીને સંકોચાઈને બેઠા હતા. ગાડી રાજકોટમાં પ્રવેશી. “મારુ રાજકોટ હવે જાગ્યું છે… ” તેને પોતાની બારીનો કાચ ખોલીને એક ઊંડો શ્વાસ લેતા કહ્યું. કેટલો સમય વિતી ગયો હતો રાજકોટમાં આવ્યાને. જન્માષ્ટમીના તહેવારને લીધે મ્યુન્સિપલ કોર્પોરેશનએ આખા રાજકોટને ટમટમતી લાઈટોથી શણગાર્યું હતું.
ગાડી પાઠક સ્કૂલના ખૂણે ઉભી રહી. “મમ્મીને કહી દે… આપણે પહોંચી ગયા છી. ” અવીની વાત સાંભળીને અવની થોડી ગભરાઈ ગઈ. કેમકે અવીની સામે જ નીલાને ફોન કરવાનો હતો.
હવે આગળ……..
તેને ફોન હાથમાં લીધો પણ વારે વારે અવી સામે જોઈ લેતી. “પ્લાન બદલી નાખ્યો કે શુ ? તારે હવે સાસરે નથી જવાનું ? ” અવી સ્મિત સાથે બોલ્યો. ગાડીમાં બેઠેલા ચારેયના જીવ તાળવે ચોટી ગયા. અવનીની આંખમાં ઝર્ઝરિયા આવી ગયા.
“મને ખબર છે… ચિંતા ન કરીશ… મમ્મીને ફોન કરીને જણાવી દે.. ” અવી પ્રેમથી બોલ્યો. તેથી અવની ધ્રૂજેલા હાથે નીલાને ફોન કરવા લાગી.
“કેટલી વાર છે હજુ.. ” સામે નીલાએ તરત પૂછી લીધું. “બસ અમે પહોંચી ગયા. રિંગરોડ પર જ છીએ. ” અવની નીચું જોઈને બોલી. પછી તરત ફોન કાંપી નાખ્યો. અવી થોડીવાર રોડ પર ચાલતા વાહનોને નિહાળતો રહ્યો. કદાચ તે પોતે જ હિમ્મત એકઠી કરી રહ્યો હતો. ગાડીમાં નીરવ શાંતી છવાયેલી હતી. હવે જે કરવાનું હતું એ અવીને જ કરવાનું હતું.
ઘણા વર્ષ વિતી ચૂક્યા હતા. તેને ઘરની બધી જવાબદારીઓ નિભાવી હતી પણ દૂર રહીને. તેનાં ગયા પછી નીલા એક દમ ભાંગી પડી હતી તે જાણવા છતાં તે ઘરે ન હતો આવ્યો. તેની નજર ઘરની દરેક સ્થિતિ પર કાયમ મંડાયેલી રહેતી. તેની નજર રોડની બીજી તરફ નવી બની રહેલી બિલ્ડિંગો ઉપર ફરતી હતી. રિંગરોડ ખાસ્સો પહોળો થઇ ગયો હતો. રાજકોટ નો આ વિસ્તાર ખરેખર તેના ગયા પછી ઘણો વ્યવસ્થિત લાગતો હતો.
અવનીએ ધીમેથી ગિયરબોક્સ પર રહેલા અવીના હાથ પર હાથ મુકતા કહ્યું… “ચાલો… ” અવીએ એક ઊંડો શ્વાસ લઈને ગાડીના સ્ટીયરીંગને શેરીમાં વાળ્યું. પહેલી.. બીજી.. અને આખરે ત્રીજી શેરીમાં ગાડી વળી. ગાડી એક દમ ધીમી ચાલી રહી હતી. અવનીનો હાથ હજુ પણ અવીના હાથ પર હતો. ઘરના આંગણામાં મહેશ ખુરસી નાખીને બેઠો હતો. બાજુમાં કદાચ કોઈ પાડીસી હશે તેમની સાથે વાર્તાલાપ ચાલુ હતા.
ગાડી બરાબર અવીના ઘરની સામે ઉભી રહી. મહેશ ઉભો થઈને ડ્રાઈવર સીટ પાસે આવીને ઉભો રહ્યો. થોડીવાર અવીને તાક્યા પછી બોલ્યો. “જમવાનું બહાર છે… તમે આવવાના હતા એટલે બહારનો પ્રોગ્રામ ગોઠવ્યો છે. ” તેનો અવાજ એકદમ સ્થિર હતો.
“તારા બાપનો રોડ છે… અમારી ગાડી અમે ક્યાં રાખીશુ ? ” અચાનક તાન્યા અજાણ્યે મહેશ પાસે પોતાની એક્ટિવા થોભાવીને બોલી… તેને અવી સામે નજર કરી. “ભઈલું.. ” તે ચાલુ ગાડી પડતી મૂકીને અવીને બહારથી જ વળગી પડી. મહેશ અંદર ચાલ્યો ગયો. તાન્યા ખાસી એવી મોટી થઇ ગઈ હતી. બધા તાન્યાના હીબકાંથી ઢીલા પડી ગયા. પણ અવી એમ જ જડની જેમ ચોટી રહ્યો.
“હવે બહાર આવું તું કહે તો… બાકી આખી રાત અહીં જ લપકી રહીશ ?” અવી તેના વાળ પર હાથ ફેરવતા બોલ્યો. તાન્યા દૂર ખસીને ગાડીનો દરવાજો ખોલવા લાગી પણ તે ખુલ્લી નહતો રહ્યો. “ઘરમાં જા… આવા ભવાડા શેરીમાં ન શોભે… ” અવીની વાત સાંભળીને તે ગાડીના એક લાત મારીને ઘરમાં દોડી ગઈ.
“તારા જેવો નુગરો માણસ આજ સુધી નથી જોયો.. ” પાછળથી સારી ઢીલા અવાજે બોલી. “ક્યાંથી જોવે… હું એકલો જ દુનિયામાં એવો છું… જે કમનસીબે તારી સામે છે. ” અવી હસીને બહાર આવ્યો. પહેલા તો તેને ઘરના આગળના ભાગમાં નજર દોડાવી. બધા ગાડીમાંથી ઉતર્યા. માહી સિવાય બધા જ ઘરમાં ચાલ્યા ગયા. “સાલું… ઘરનો આખો ફ્રોન્ટ લુક બદલી કાઢ્યો… મારી બાલ્કની પણ આ લોકા ખાઈ ગયા… ” અવી માહી સામે જોઈને બોલ્યો.
“એ બધું છોડ… આ સામેના ઘરમાં પેલી છોકરી દેખાય… તે કોણ છે ?? ” માહીએ ઇસારેથી પૂછ્યું. અવીને એ દિશામાં નજર ફેરવી. “શર્લિન… ” અવી બાલ્કનીમાં બેઠેલી તે છોકરી સામે જોઈને બોલ્યો. તે શરૂઆતથી બધું નિહાળી રહી હતી. તેને અવી સામે જોઈને ઉંચા અવાજે કહ્યું. “આખરે પરણીને જ આવ્યો ને.. ” તેનો અવાજ અને ટોન્ટ એવા હતા કે જાણીજોઈને તે અવીને સંભળાવી રહી હતી. “તેરી ડોલી ભી ઉઠેગી એક દિન દેખ લેના… કસમસે ઇસ ગલી મેં સબસે જ્યાદા મેં હી નાચુન્ગા… ” અવી સણસણતો જવાબ આપીને ઘરમાં પ્રવેશ્યો. અવનીના ગૃહ પ્રવેશની વિધિ પણ થઇ ગઈ હતી. બન્ને તેના કંકુના પગલાંથી સાચવતા હોલમાં આવીને ઉભા રહ્યા. હોલમાં સોફા પર ફાઇલોના ઢગલા હજુ એમના એમ જ હતા જે રાતે તે આખરી વાર જોઈને ગયો હતો.
નીલા સામે આવી… તેની આંખોમાં ગુસ્સો ભયાનક હતો… માહી હળવેકથી સાઈડમાંથી ખસીને અંદર ચાલ્યો ગયો. કેમકે તે નીલના ચેહરા પરથી વર્તી ગયો હતો કે નક્કી અવી મોટી ગાળો ખાવાનો હતો. “એ… તું તો ખાઈ ખાઈ ને જાડી પાડી થઇ ગઈ… ” અવી હસીને બોલ્યો. “એકલો આવ્યો હોત તો… તારા ટાંટિયા ભાંગી નાખ્યા હોત પણ હવે તારી બૈરી સામે તને ક્યાં કઈ કહેવું… ” નીલા દાંત કચડીને બોલી. “સપનું જો… તેના માટે તો તારા સાતભવ પણ ટૂંકા પડશે.. ” અવી ચપટી વગાડીને ઉપરની તરફ ભાગ્યો. સામસામે બન્ને દરવાજા બંધ હતા. તે પોતાના રૂમના દરવાજે ઉભો રહ્યો. તે અંદરથી બંધ હતો. “ચોર… મારો જ રૂમ મળ્યો તને… બહાર નીકળ.. ” અવી જોરથી દરવાજો ખખડાવીને બોલ્યો. પણ અંદરથી કઈ જવાબ ન આવ્યો… “ખોલે છે કે તોડી નાખું… ” અવી ચેતવણીના સૂરમાં બોલ્યો.
“શુ ગમે ત્યાં રીઢા ઢોરની જેમ વર્તો છો… ક્યારેક પ્રેમથી વાત કરી લેશો તો તકલીફ નહિ પડે.. ” પાછળથી અવની બોલી.
“જો… આ મારો રૂમ છે… ” અવીને વચ્ચેથી જ અટકાવીને અવની બોલી.. “હતો… “. તેના શબ્દો સાંભળીને અવીની બોલતી બંધ થઇ ગઈ. તે દરવાજા સામે જોવા લાગ્યો. “તનુ… ચલ તૈયાર થઇ જા… આપણે બહાર જવાનું છે… ” અવની તેને દૂર ખસેડીને દરવાજે હળવો ટકોર કરતા બોલી.
“મારે નથી આવવું… તમે લોકો જાવ.. ” તાન્યા રડતા રડતા બોલી. અવી ઉપરથી નીચે સુધી સળગી ગયો. ધીમે ધીમે… હવે તેમાં જૂનો અવી માથું ઉંચકાવી રહ્યો હતો. “ચાલને… તારા વગર મજા નઈ આવે… ” અવી ધીમા અવાજે બોલ્યો.
“પણ મને તારી સાથે મજા નઈ આવૅ… તું જા.. ” તાન્યા લગભગ ચીસ પાડી ઉઠી. “અચ્છા હું નથી આવતો બસ… તમે લોકા જઈ આવો.. હું અહીં જ રહીશ.. ” અવીની વાત પર અવનીની આંખો પહોળી થઇ ગઈ.
“ના… તું જા… ” તાન્યા કઈ ફેંકીને બોલી. બંને અવાજ સાંભળીને એક બીજા સામે જોવા લાગ્યા.
“ના એમ નહિ… તું બોલ એમ કરુ બસ… આમ પણ તને તો ખબર ને… મને મમ્મી પપ્પા સાથે જમવામાં રસ નથી… તું જઈ આવ… તારી નવી નક્કોર ભાભી સાથે… ” અવી આંખ મારતા બોલ્યો. “ચલ બહાર નીકળ તારી બધી જ તક હવે પુરી થઇ ગઈ છે… No more chance or try.. “
અવીના શબ્દોથી તરત દરવાજો ખુલ્યો. “પીઝા… ” તાન્યા ચપટી વગાડતા બોલી. અવની બન્નેને નિહાળવા લાગી. “હવે મોટી થઇ… પીઝા તો નાના છોકરા ખાય યાર… ” અવી કમરે હાથ રાખીને બોલ્યો.
“ખવાશે તો પીઝા જ… બાકી કઈ નઈ.. ” તાન્યા હજુ પણ ધીમું ધીમું રડી રહી હતી. “છેલ્લે ક્યારે ખાધા હતા પીઝા… ” અવી રૂમ પ્રવેશીને બધું જોવા લાગ્યો… “તું ગયો ત્યારે… ” તાન્યાની વાત સાંભળીને અવી તેને જોવા લાગ્યો… “હટ ખોટીની… હજુ 23 દિવસ પહેલા તારા બોયફ્રેન્ડ જોડે કોણ પેરી પેરી લઈ ચાપટતું હતું ? ” અવી આંખ જીણી કરીને બોલ્યો.
અવીની વાત સાંભળીને તાન્યા થોથવાઇને બોલી. “એ… હું.. એ મારો બોયફ્રેન્ડ નથી… તે બસ ફ્રેન્ડ છે.” અવની મૂક પ્રેક્ષકની જેમ બધું સાંભળી રહી હતી.
“અચ્છા… ફ્રેન્ડ જોડે કોઈ બેડ શેર ન કરે.. ” અવીની વાત સાંભળીને અવની બોલી ઉઠી… “અવી… તે તેનુ પર્સનલ છે… એવું ન બોલો… ” તાન્યા નીચું જોય ગઈ…
વધુ આવતા અંકે……..
મારી બીજી નવલકથા વાંચી શકો છે અને ભવિષ્યમાં વધુ વાર્તા વાચવા માટે મને ફોલો કરી શકો છો.
કશ્મકશ (લાઈવ) (આ વાર્તામાં રહેલા અવીનો લોહિયાળ ભૂતકાળ)
Social Love (લાઈવ)
કરુણ અંત (the two legendary mind) (સંપૂર્ણ)
અતિરેક (સંપુર્ણ)
Telegram channel : @gujjuvarta
Website : www.digitalstory.in (મારી બધી લાઈવ વાર્તા સમય પહેલાં વાંચવા માટે મુલાકાત લો)
Public Profile : AuthorJaymin
નોંધ : લેખકોને ખાસ સૂચના કે જે લોકો પોતાની નવલકથા અને ટૂંકીવાર્તા દ્વારા કમાવા માંગતા હોય તે લોકો telegram પર “authorjaymin” સર્ચે કરીને જાણ કરી શકે છે, અથવા www.digitalstory.in ઉપર જઈને રજીસ્ટર કરી શકે છે.
કશ્મકશ (ભાગ -14)

પાછળના ભાગમાં……..
“પણ મોરબી બાજુની છું તે કેમ ખબર પડી… ” તેને અવીનું ધ્યાન પોતાના તરફ દોરવા પોતાનો ફોન ટેબલ પર સહેજ અવાજ કરીને મુક્યો…
“અંધારામાં તિર માર્યું… ” તેના આવા વર્તનથી તેને પોતાનો ફોન ખુસ્સામાં મૂકી દીધો.
“અરે… તમે શુ જોબ કરો છો ?? ” તેને કાઉન્ટર ઉપર બે ચાનો ઓર્ડર આપ્યો… અવીને નવાઈ લાગી… એટલે બોલ્યો.. “બ્રેક તો પૂરો થવા આવ્યો. “
“હમ્મ, મારે ફ્રી ટાઈમ છે… હવે એક જ લેક્ચર છે છેલ્લો.. 3 વાગ્યા પછીનો… તમારે પણ ફ્રી જ હશે… ” તેને હસીને કહ્યું… “જોબ શુ કરો છો.. ” તેને ફરી પોતાનો પ્રશ્ન પૂછ્યો..
હવે આગળ……..
“હું તો આજે આવ્યો છું… ખ્યાલ નથી… અને હું જોબ નથી કરતો.. ઘરનો બિઝનેસ છે… ” અવી જાણી ગયો હતો કે.. આ આઝાદ પંછી છે… “તમારું નામ શુ છે… ” તેને વાતમાં છૂટો દોર મેળવતા વધુમાં પૂછ્યું…
“સલોની… ” તેને હસીને કહ્યું… અવી તેના દરેક હાવભાવને નીરખી રહ્યો હતો… “પેલી સાત ફેરે વળી ને !!! ” અવી મજાકમાં બોલ્યો.. સલોની હસીને સામે જોવા લાગી… પણ કઇ જવાબ ન આપ્યો..
“તે સહેજ શ્યામ હતી… પણ તમે તો સરસ સફેદ છો… અને સ્કિન પણ ખુબ મુલાયમ છે… ” અવી પોતાના અંદાજમાં ધીમે ધીમે સલોની પોતાના તરફ વધુ ઢાળતા બોલ્યો… અને હસવા લાગ્યો… પોતાના વખાણ કઇ છોકરીને ન ગમે… તે અવી જાણતો હતો… વળી સલોની પરણેલી હતી.. પણ હજુ તેના વિશે વધુ જાણીને જ તેને પોતાની તરફ ખેંચી શકાય…
“થેન્ક્સ.. તમારે શુ બિઝનેસ છે… ” તેને પોતાના ગાલ બન્ને હાથ વડે દબાવતા પૂછ્યું…. ” નવી કંસ્ટ્રક્ટ થતી બિલ્ડીંગ અને શૉરૂમમાં કુલિંગ સિસ્ટમનું ફિટિંગ કરુ છું… ” અવીને અચાનક એક ચમકારો થયો અને પોતાનો ફોન કાઢીને તેને “શોરૂમ” શબ્દ પોતાની નોટમાં ઉમેરીને વળી સલોની સામે નજર કરીને હસતા બોલ્યો… “તમે અહીં એકલા રહો છો કે ફેમેલી સાથે ?? “
“તે બધા મોરબી છે.. હું અહીં એકલી જ રહું છું… હસબન્ડ ક્યારેક ક્યારેક અહીં આવે… નહિતર હું રજામાં ક્યારેક મોરબી જઈ આવું. ” તેને ઉતાવળમાં કહ્યું… અવી ખાસ્સું બધું સમજી ગયો હતો.. “નહીંતર… મતલબ.. ” તેને શબ્દ પકડીને તરત કહ્યું…
“અરે.. મતલબ.. તેમને સમય ન હોય તો હું રજા ગાળવા ચાલી જાવ એમ… ” તેને હસીને કહ્યું અને તેની પાસે ચા લઈને આવેલી જાડી બાઈની ટ્રે માંથી બે ચાની પ્યાલી લઈને અવી સામે રાખી… “તમારા હસબંડ શુ કરે છે.. ” અવી હવે સંપૂર્ણ પોતાના ફ્લર્ટિંગના અંદાજમાં લુચ્ચું હસતા બોલ્યો…
“મારા સસરા અને મારા કાકાજી વચ્ચે પાર્ટનરશીપમાં ટાઇલ્સની બે ફેક્ટરી છે… તે બસ કંપની સંભાળે છે… ” તેનુ મોં બગાડીને જવાબ આપ્યો..
“લે.. એમાં મોઢું બગાડવાની શુ જરૂર… તમને તમારા હસબન્ડનું કામ પસંદ નથી પડતું લાગતું” અવી નેણ ઉંચો કરીને બોલ્યો… તેને ખબર પડી ગઈ હતી કે આ મુરઘી પૈસા પાછળ દોડે એવી નથી…
“અરે એવું તો કઇ નથી… પણ ક્યારેક બન્ને ભાઈ વચ્ચે ચાલતા વિવાદમાં… તમે સમજી ગયા ને.. ” તેને વાક્ય અધૂરું જ છોડીને અવી સામે જોઈને સ્માઈલ કરી.
“હમ્મ… સમજી ગયો.. બિચારા તમારા હસબન્ડ.. ” તેને હસીને કહ્યું સામે સલોની પણ ખળખળાટ હસવા લાગી.
“તમે રાજકોટથી અહીં કેમ આવ્યા… આ પોસિબલ નથી… મને લાગે છે કે તમારી ઓળખાણ ઘણી ઉપર સુધી છે… ” સલોનીના પ્રશ્નથી અવીના મગજમાં ચમકારો થયો… “હમ્મ… પાવર.. ઓળખાણ.. “
“ઘણી છે… ” અવીએ ઝૂકીને પોતાનો ચહેરો સલોનીના ચહેરા તરફ લઈ જઈને ધીમેથી કહ્યું… અને તેના હોઠ સામે સહેજ અટકીને નજર કરી અને સ્મિત ફરકાવતો દૂર થઇ ગયો… સલોની હજુ તેને નિહાળી રહી હતી… સામે અવી લુચ્ચું હસી રહ્યો હતો… દુનિયાની દરેક સ્ત્રીમાં પુરુષની નજર અને અમુક હાવભાવ પારખવાની આવડત સાથે જ જન્મે છે.
“ઓહો… તો મિસ્ટર અવિનવ.. કેટલે સુધી ઓળખાણ ધરાવો છો.. ” તે અવીના આવા વર્તનથી પીગળી ગઈ. તેને એમ હતું કે તે અવીને પોતાની તરફ ખેંચે છે પણ હકીકતમાં તો તે જાતે જ અવી તરફ ખેંચાતી હતી..
“ઊંડે સુધી… ઘણી ઊંડે સુધી.. ” અવી ચાલાક હતો… તે પુરે પૂરો સલોનીને ઓગાળી ચુક્યો હતો… ” અરે… તમારા નંબર તો આપો.. ક્યારેક કંઈક કામ હોય તો કોન્ટેક્ટ કરવા થાય.. ” તેને ડર્યા વગર પોતાનો ફોન સલોની સામે ધર્યો….
“તમે અહીં ક્યા રહો છો… ” તે અવીના ફોનમાં હસતા હસતા પોતાના નંબર લખવા લાગી.. “શુ નામ રાખું.. ” તેને અવી સામે ફોનની સ્ક્રીન બતાવતા પૂછ્યું. “તમને જે સારું લાગે તે રાખી દો… ” અવીએ આંખ મારતા કહ્યું. સલોનીથી હસી જવાયું… “સલોની મેમ” અવીએ પ્રેમથી કહ્યું.
“તે નામ માં શુ રાખ્યું છે. બોલો શુ નામથી નંબર સેવ કરુ.. ” નેણ નચાવતા બોલી. “તો તમને ઠીક લાગે તે નામ રાખી દો” અવી હસીને બોલ્યો.
“મને તો બેબી નામથી બોલાવે તે ગમે છે… બોલો નાખી દવ.. ” સલોની આજુબાજુનું વાતાવરણ ભૂલીને અવીના કાન પાસે જઈને ધીમેથી બોલી. “બેબી તો મારી પાસે છે… એક કામ કરો સલુ રાખી દો. ” અવી પણ તેના કાનમાં ધીમે થી બોલ્યો.. સલોની હસીને દૂર ખસી ગઈ…
“અરે તું ક્યા રહે છે… એ કહ્યું નહિ… ” સલોની પોતાનો સવાલ બીજી વાર પૂછી રહી…. ” વાહ.. તમે છોડી ને તું.. સરસ… ” અવી આંખ જીણી કરીને બોલ્યો..
સલોની : જવાબ નહિ આપે… તદ્દન ફ્લર્ટિંગ જ કરીશ કે શુ !!! ” સલોની આંખ મારીને બોલી. અવી હસવા લાગ્યો. કેમકે તે છોકરીઓના આવા સ્વભાવથી પરિચિત હતો. “નવસારી… ભીડભાડથી દૂર… શાંત જગ્યા એ.. જ્યાં કોઈ ન હોય.. “
સલોની : મતલબ તું અપડાઉન કરે છે… ” તેને નવાઈ લાગી.
અવી : હમ્મ… મને માણસો વધુ પસંદ નથી.. ” અવી ફરી પોતાના મૂળ અંદાજમાં પાછો ફર્યો…
સલોની : નંબર તો તારો ભારે ખતરનાખ છે.. “તેને અવીના ફોનમાંથી પોતાનો નંબર ડાયલ કર્યો અને પોતાના ફોનની સ્ક્રીન અવીને બતાવતા બોલી.
“હમ્મ… માણસ પણ ખતરનાખ છું.. દૂર રહેજો.. ” અવી ભારપૂર્વક બોલ્યો અને પોતાનો ફોન પ્રેમથી સલોનીના હાથમાંથી લઈ લીધો.. તેને એટલી તો ખબર પડી ગઈ હતી કે આ વ્યક્તિને પાવરફુલ લોકોની સંગત ગમે છે… અને આરામથી તેની સાથે ભળી શકે છે.
“શુ ફર્ક પડવાનો… નંબર તો હવે અપાય ગયો… ” સલોની આંખ મારતા બોલી.. ” ઘણું આપી દીધું તે.. ” અવીએ તેના તિર લગાવતા બોલ્યો.
“ચલ હું નીકળું.. મારે થોડું કામ છે.. ” સલોની હસતા હસતા ઉભી થઈને ચાલવા લાગી. અવી પણ ઉભો થઈને કાઉન્ટર પર બિલ ચૂકવીને નીકળી ગયો.
“ક્યારે કરીશ.. ” સલોનીએ ઘડિયાળમાં નજર કરીને પૂછ્યું… ” હમણાં જ કરીશ… કામ પતાવી લો.. પછી કહેજો.. હું તેડી જઈશ.. ” અવીએ તક ઝડપીને કહ્યું…
“આજે નહિ… કાલે.. મળીએ.. રજા છે ને… ” સલોની ઉતાવળમાં બોલી… ” કાલે તો મારે કામ છે.. કહેતા હોય તો રાતે ફોન કરુ.. ” અવી પોતાની ચા એક જ ઘૂંટમાં પીને બોલ્યો.. “ઠીક છે.. પણ પહેલા મેસેજ કરજે… ” સલોની તરત ચાલી ગઈ… અવી કાઉન્ટર પર જઈને પૈસા આપીને અસી પાસે જવા નીકળ્યો.
સલોની તેને કોલેજમાં કઇ કઇ રીતે કામ આવી શકે તે બધું વિચારતો અવી… અસીની હોસ્પિટલે જઈ પહોંચ્યો. આમ તેમ આંટા મર્યા બાદ માંડ માંડ તેને હોસ્પિટલનો મેડિકલ શોપ મળ્યો. ત્યાં ત્રણ ચાર લોકો આમ તેમ બોક્સમાંથી દવાના પેકેટ્સ ખાનામાં ગોઠવી રહ્યા હતા. ખૂણામાં અસી એક કાગળ પકડીને બધા ખાના પર નજર કરી રહી હતી.
“અસી… ” અવી તેની બાજુમાં લગોલગ જઈને તેના કાનમાં બોલ્યો.. બિચારી અસી ઉછળીને દૂર ખસી ગઈ. “અવી… ” તેને અવીના પગમાં જોરથી લાત મારતા કહ્યું. પણ અવીને કઇ ફેર ન પડ્યો.. તે હસતો રહ્યો. ” તારા પપ્પા ક્યા.. ” અવી તેનો ગાલ ખેંચતા બોલ્યો. “તેની ઓફિસમાં હશે… કેમ તેમનું શુ કામ પડ્યું.. ” અસી મોં ફુલાવતા બોલી.
અવી : તું કામ કર.. પતે પછી આવ.. હું ત્યાં હોઈશ.. આમ જો કલાકની વાર છે.. ” તેને ઘડિયાળ બતાવતા કહ્યું. તેને માથું હકારમાં ધુણાવ્યું એટલે અવી ત્યાંથી નીકળી ગયો… શોપની બહાર જઈને રાકેશની ઓફિસ શોધવા લાગ્યો… મહામેહનતે તે ઓફિસ સુધી પહોંચ્યો. “હું આવું… ” તેને સહેજ દરવાજો અધખૂલો કરીને પૂછ્યું… રાકેશ અવીને જોઈને ભોંચક થઇ ગયો…
વધુ આવતા અંકે……..
આગળના અપડેટ મેળવવા માટે મને follow કરી શકો છો. આભાર
મારી બીજી નવલકથા,
Never Loved Season 1 (સંપૂર્ણ)
Never Loved Season 2 (લાઈવ)
અતિરેક (સંપુર્ણ)
કરુણ અંત (સંપુર્ણ)
Social Love (લાઈવ)
આ બધી વાર્તા digitalstory.in પર વહેલી પ્રકાશિત કરવામાં આવે છે.
Telegram : TheSoulAmal
Website : www.digitalstory.in
Public Profile : AuthorJaymin
નોંધ : લેખકોને ખાસ સૂચના કે જે લોકો પોતાની નવલકથા અને ટૂંકીવાર્તા દ્વારા કમાવા માંગતા હોય તે લોકો telegram પર “authorjaymin” સર્ચે કરીને જાણ કરી શકે છે, અથવા www.digitalstory.in ઉપર જઈને રજીસ્ટર કરી શકે છે.
અમલ

અને ધરા ઉભી થઇ ” Excuse me, i have to go “.. આટલુ જ બોલીને તે જતી રઈ.. ઊર્મિ : એય ધરા, wait yar.. Plz.. બોલતા એ પણ ઉઠી.. ને મને જોઈને બોલી : નસીબદાર છો, નઈતર પ્રસાદી મળી જ ગઈ હોત!
ને ધરા સાથે જ પરી ને ઊર્મિ પણ નીકળી ગયા. રાજ : એલા ભાઈ આ શું હતું?? Are you serious ?! કાલ હજી કઉ છું તને કે કેવી માથાભારે છે પેલી ને તે સીધો પ્રપોઝ માર્યો એને..!!?? સાચું જ કીધું ઊર્મિયે કે બચ્યો ભાઈ…
હર્ષ : હા સાચી વાત છે… સીધું જ ધરાને પ્રપોઝ કરતા પેહલા અમને તો વાત કરવી હતી એક વાર!! કઈ ખબર પડે છે કે નઈ તને!? ખબર છે તે કઈ cast ની છે !!?? ભાઈ સાથે મળીને વેહચીને માર ખાઈશુંને તોય ખાટલો આવશે બધાને.. ડફોળ..
હું માત્ર સાંભળી રહ્યો હતો, પણ મનમાં તો હું ધરા વિષે જ વિચારતો હતો.. જતી રઈ!!? કઈ બોલી પણ નઈ.. Hurt થઇ હશે!? ગુસ્સે થઈ હશે!?? મજાક સમજી હશે..?!
એને તો કહેલું કે નવરાત્રી તેની favourite છે, ને રમવામાં સમય પણ બગડે તે ના પોષાય.. તો સાવ જતી જ રઈ.. રમવાનું મૂકીને!!? મને મૂકીને…..
ક્યાંક મેં ઉતાવળ કરી નાખી નથી ને?? શું એ વિચારતી હશે અત્યારે!!?? મારાં લીધે એનો વહાલો તહેવાર બગડ્યો યાર… ભૂલ થઈ ગઈ મારી!!? હવે……!!!????!!
રાજ : ઓ ભઈલા… જાગો!!! કાયદેસર ધણ ધણાવીને મને જગાડ્યો રાજે..
” sorry યાર.. તમને જ કહેવાનો હતો હું આજે નીકળીને, પણ એણે પૂછી નાખ્યું ને મેં કઈ નાખ્યું યાર! ખબર નઈ કેમ આવું થઇ ગયું ભાયું “
હર્ષ : હશે ચાલ.. કદાચ બઉ seriously નઈ લીધું હોઈ.. પણ shocked હતી તે એટલે જતી રઈ હશે.. આપડે પણ જઇયે હવે..
ને અમે લોકો પણ નીકળ્યા.. રાજને ત્યાં જ હું રોકાઈ ગયો ને સવારે ફરી અમદાવાદ જવાનું મેં મનોમન નક્કી કર્યું.
સવારે કાલના જ સમયે હું નીકળી ગયો… એ જ રસ્તો ને એ જ હું.. પણ આજે બધું ફિક્કું ફિક્કું!! ના કોઈ આનંદ કે ઉત્સાહ.. ને મનની ગળમથલ.. ભૂલ કરી નાખી યાર.. નોરતા પુરા થવા દીધા હોત તો એ બિન્દાસ રમી તો લેત! હેરાન કરી નાખી છોકરીને.. શું વિચારતી હશે.. મારાં જેવા છોકરાઓ તો હજારો મરતા હશે એના પર.. મને શું લેવા એ નોટિસ પણ કરે? ને મેં તો propose કરી નાખ્યું.. હસ્તી હશે મારાં પર!? કદાચ યાદ પણ નઈ હોઈ હું અત્યારે એને.. કે યાદ કરતી હશે!? ના ના યાર.. 5’8″ હાઈટ.. 76 kg વેઇટ.. સદંતર સામાન્ય દેખાવ.. છે શું મારાંમાં કે યાદ કરે..
પણ મારાં જેટલો પ્રેમ તેને કોઈ ન કરી શકે.. કોણ સાચવશે એને જેટલી હું સાચવીશ.. એને કેમ સમજાવુ કે મારાં માટે તે જિંદગી છે મારી..
હશે.. હે ભોળાનાથ.. એને Happy રાખજો ભગવાન…!
નોન સ્ટોપ હું સીધો જ અમદાવાદ પહોંચ્યો, ફ્લેટ પર જઈ ફ્રેશ થયો ને મારાં કામ પર જતો રહ્યો…
સાંજે રીટર્ન થતા પેહલા નહેરુનગર પાસે હું ઉભો રહ્યો.. લગભગ પાછલા ત્રણ કે ચારેક વર્ષથી હું અહીંયા ગાંઠિયા ખાવ છું.. તે રૂટિન મુજબ જ મેં નાસ્તો લીધો.. આટલા વર્ષમાં પેહલી વાર.. 21 વર્ષની ઉંમરમાં પેહલી વાર.. મને કઈ મજા ન આવી ખાવામાં.. મન જ નોહ્તું થતું ને.. બહુંજ નવીન લાગ્યું મને… પેલી વાર આવું feel થયેલું.. ત્યાં 2rs નો સિક્કો નાખીને digital વજન કાંટામાં મેં વજન કર્યું.. 75.8kg આવ્યું.. ( હવે તમે clear હશો કે કેમ આ “The” fat love story chhe ?) આજ પેહલી વાર મને physical appearance નો વિચાર આવ્યો ને ફ્લેટ પર જતા પેહલા જ મેં જિમ જોઈન કર્યું!! પેહલા જ દિવસે જિમ માં કાર્ડ વગેરે કઢાવી બેઝિક exersise કરી હું ઘરે આવ્યો..
Still not feeling hungry!! Strange!!! મને થયુ.. ને night ડ્રેસ પેહરીને મેં સુવાનું વિચાર્યું.. 230km ડ્રાઇવિંગ.. આખા દિવસની ઓફિસની કળાકુટ.. ને જિમ પણ.. ઊંઘ તો આવી જવી જોઈયે.. પણ નઈ..
કાલ તો યાર ભગો વાળ્યો.. ભૂલ થઇ ગઈ.. આજે ગઈ હશે કે નઈ એ.. વિચારો મને સુવા ક્યાં દેવાના હતા!! મારાં કારણે હેરાન ના થતી હોઈ તો બસ યાર.. કઈ ના જોઈ બીજું.. અત્યારે જ જાવ પાછો? Sorry કઈ આવું!!? ના ના.. પાછું રાજકોટ ત્યાં તો પૂરું થઈ ગયું હશે.. રાજને call કરી એના નંબર લઇને ફોન કરું?? હા એ કરાય.. ના હવે કદાચ એને હું યાદેય નઈ હોઉં ને ફોન કરીશ હું તો એનું ફટકશે તો… કઈ કે તર્ક વિતર્ક કરતા કરતા ક્યારે સુઈ ગયો હું. મને યાદ નથી…
સવારે ઉઠીને એ જ Routine.. ફ્રેશ થયો.. પ્રભુને પ્રાર્થના કરી.. ને ઓફિસે જવા હું નીકળયો.. આખો દિવસતો કામની વ્યસ્તતામાં પસાર થયો ને સાંજે નવું શરુ કરેલ જિમ.. ” તું મુસ્કુરા જહાં ભી હે તું મુસ્કુરા ” સોન્ગ વાગ્યું.. મને બઉ ખાસ શોખ નતો music નો પણ આ song ને હું સીધો ધરા સાથે relate કરી રહ્યો!! અનાયાસે જ..
મનમાં જ મેં નક્કી કર્યું હતું કે six pack abs ના બને તો કઈ નઈ પણ body થોડું attractive તો લાગવું જોઈયે.. આ વખતે ધરાને મળું ત્યારે થોડો સારો દેખાવ એવી ઈચ્છા હતી.. પણ ધરાને ફરી કદી મળીશ ખરો? એ આવશે ખરી કદી મારી સામે?? આ એક માત્ર વિચાર માનસમાં સતત ચાલ્યા કરતો હતો…
આમ ને આમ થોડા દિવસો પસાર થઈ ગયા… ને હું લગભગ દરરોજ.. ધરાને કઈ રીતે મળીશ.. કઈ રીતે સોરી કઈશ.. એ વાતની હજારો સંભાવનાઓ મનમાં જ બનાવતો ને મનમાં જ ફોક!!
શનિવાર હતો તે મને બરાબર યાદ છે.. હું રાત્રે as usual વિચારો ને ગોઠવણ કરી જ રહ્યો હતો.. 10:00 વાગ્યાં હતા ને મારાં સેલ માં રિંગ વાગી… આજે પણ એ “Unknown” નંબર યાદ છે…
મને થયું અત્યારે કોણ હશે? લાવ receive તો કરું કોઈક ને કઈ કામ હશે તો જ કર્યો હશે ફોન.. એ સમયે mobileમાં કોલ્સ અત્યાર જેટલાં સસ્તા ના હતા..
“હેલો..!!”
મેં ફોન ઉપાડ્યો..
“હેલો.. હું… ” એટલું જ બોલી હતી એ
” ધરા!!!!!!!!!! “
ને મેં ઓળખી લીધી એને.. મારી ધરાનો અવાજ હું ન ઓળખી શકું એવુ તો કેમ બને!!??
( ક્રમશ: )
મિત્રો, જીવનમાં એક સમય એવો પણ આવે છે કે આપડે કોઈના માટે આપડી જાત કરતા પણ વધુ વિચારીયે!! આપડે આપણા looks ને લઈને પણ concern લઈએ.. Its very normal.. it happens!
અને મેં જે વસ્તુ તમને વાર્તામાં જણાવી તેમ મ્યુઝિકથી હું પેહલા બહુ દૂર હતો.. પણ હવે સમજાય છે કે સંગીત અમૂલ્ય છે… તમને ગમતું music દિવસ માં એક વાર તો 10 minutes સાંભળવું જોઈ યે..
ને વાર્તા માં નાયક ના routine માં મેં લખ્યું છે પ્રાર્થના કરી..
પ્રાર્થનામાં ખરેખર અપાર શક્તિ છે.. પ્રાર્થના કરવી અને વિશ્વાસ રાખવો ??
Never Loved : Back to Past – 2

પાછળના ભાગમાં……..
“અરે ના ના… સારી જ લાગે છે… સારી નહિ બહુ સારી લાગે છે. ” અવી થોથવાઇને બોલ્યો. ત્યાં હાજર બધા જ અવીના તિમુરાઇ ગયેલા અવાજ પર હસી પડ્યા. ત્યાર પછી બધા રાજકોટ જવા માટે રવાના થયા.
આ સમયે તો સારી પણ ગાડીમાં હતા. તે ગાડીની ધીમી ગતિ જોઈને બોલી. “ગાડી કેમ ધીમે ચલાવે છે. થોડી સ્પીડ વધાર તો જલદી પહોંચી જઈશું. ” તેની વાત અવી ઉડાવતા બોલ્યો. “મને મન પડે એમ ગાડી ચલાવું તારે જલ્દી પહોંચવું હોય તો પ્લેનમાં ચાલી જા… ” અવીની વાતથી સારી ગુસ્સામાં ભરાય ગઈ પણ અવનીના મુખમંડલ પર રહેલા હોઠ તરત ફરકી ગયા.
હવે આગળ……..
“જદલી ચલાવો તો મારુ પિયર વહેલું આવી જશે. ” અવની ટહુકી.
“તારુ પિયર છે પણ મારુ તો સાસરું છે ને ?? અને સાસરે જવાની ઉતાવળ કોને હોય ??? ” અવી હસતા બોલ્યો. “ફિલહાલ ગાડી મારા હાથમાં છે અને હું મારા સાસરે જાવ છું તો ગાડી ધીમે જ ચાલવાની. ” અવની મોં ફુલાવતા બોલી. “બહુ સારું”.
ગુજરાતની બોર્ડરમાં દાખલ થતા જ ત્રણ કાળા કલરની હોન્ડાસીટી અવી પાછળ આવવા લાગી. અવીની નજર સતત ત્યાં જ હતી જયારે બાકીના બધા રેડિયોમાં ચાલતા ગીતના તાલમાં તલ્લીન થઇ ગયા હતા. પરી અને માહી વચ્ચે એ જૂનું સારા ગીત બાબતે જગડો ચાલતો હતો. સારી બંનેને સંભાળી રહી હતી. અવની ચોરી છુપે અવી ને જોઇ લેતી. પછી તરત પોતાની નજર ફેરવી લેતી.
તે જાણતી હતી આજે બંને વચ્ચે કદાચ અંતર આવી શકે એમ હતુ કેમકે અવી માટે તેની મરજી વગર કઇ પણ પગલું ભરતા તે ગુસ્સે થઇ જતો. અવની લાગણીના પ્રવાહમાં બંધાઇ ચૂકી હતી. નીલાએ તેને તાન્યા કરતા પણ વઘુ સાચવી હતી. નીલા હંમેશા કહેતી કે અવી એક દિવસ પાછો આવી જશે. બીજા બધા અવી ને ભુલીને આગળ વધવા સલાહ કરતા જ્યારે નિલા તેને સલાહ ન કરતી પણ તેને માનસિક અશ્રો જરૂર આપતી.
અવીની ઘણી લખેલી ચોપડી હજુ પણ તેના રૂમમાં હાજર હતાં. જ્યારે પણ તેને અવીની યાદ આવતી ત્યારે તે અહી તેના જ રૂમમાં તેના જ ડેસ્ક પર બેસી ને વાચતી. ઘણી મોટી વાર્તા તો તેને ક્યારેય પ્રકાશિત જ નહતી કરી એમ જ લખેલી અહી પડી હતી. બધી વાર્તામાં તેનો પ્રેમ સાફ સાફ ઝલક્તો હતો. તેને ઘણી વાર કોશિશ કરી લખવાની પણ કયારેય લખી ન શકતી.
એ સિવાય તેને બીજી પણ ઘણ વાર્તા વાંચી પણ અવી નુ લખાણ સાવ અલગ જ પડતું. એવું ન હતુ કે તે ખૂબ સારું લખતો પણ તેના જેવું લખાણ અત્યાર સુધી તેને બીજી કોઈ વાર્તામાં ન હતુ વાચ્યું. જાણે વાર્તાનો એક એક પળ તેને ખાસ રીતે લખ્યો હોય એવું લાગતું.
અચાનક તે ત્રણ ગાડી માંથી એક ગાડી ઓવર ટેક કરીને આગળ થઇ. ઓવર ટેક ઘણું અસામાન્ય હતુ. કેમકે ગાડી રોંગ લેન પર ચાલીને અવીનિ બાજુમાંથી ખૂબ નજીકથી નીકળી ગઇ હતી. ગાડીમાં બેઠેલા બધાનું ધ્યાન તે તરફ ગયું.
અવી માટે નવું ન હતું પણ અતયારે બધા તેની સાથે હોય તેને આગળ જનારી ગાડીનો ટેક ઓવર કરીને સડસડાટ ભગાવી. રસ્તો એક દમ નવો બનેલો હોવાથી ગાડી આરામથી પોતાની મહત્તમ ગતિથી દોડવા લાગી. જોત જોતામાં ગાડી 230 પ્રતિ કલાકે પહોંચી ગઈ. અવની અને પરીને આ ગતિ શરીરમાં અનુભવાતી હતી. તેને અવી સામે જોયું પણ અવીનું ધ્યાન પાછળ આવતી ગાડી તરફ હતું. “સીટબેલ્ટ.. ” તેને ઇસારેથી જ અવની સામે જોયા વગર કહ્યું.
પાછળ ગાડી પણ નજીક આવી રહી હતી. અવીને પોતાની સીટ નીચેથી લોડ કરેલી પિસ્તોલ કાઢી. અવનીનો જીવ અધર થઇ ગયો. “અવી… ” તેના શબ્દો અવીએ પિસ્તોલને પોતાના હોઠ ઉપર રાખીને જ અટકાવી દીધા. “માહી… પગ ભરાવી દેજે સીટમાં… હમણાં હૅન્ડબ્રેક મારીશ… ” માહીએ તરત પગને મજબુતીથી બન્ને સીટમાં ભરાવ્યા. પરી અને સરી એ સીટબેલ્ટ પકડી લીધા. અવની હજુ અવીના આ રૂપને જોઈને ડરી ગઈ હતી. એક હાથમાં ગન અને તે હાથેથી પકડેલું સ્ટિયરિંગ… એક હાથ હેન્ડબ્રેક પર… તણાયેલું અવીનું કપાળ…
બે આચકા લાગ્યા અને ત્રીજા આચકે ગાડીના વહીલ ઘસાવાનો અવાજ આવ્યો. પાછળથી આવતી ત્રણ ગાડી માંથી બે ગાડી સ્ટિયરિંગને નિયંત્રણમાં રાખવા નિષ્ફળ રહી. તેથી તરત રોડ ઉપરથી ઉતરી ગઈ. ત્રીજી ગાડી અસંતુલિત રીતે માંડ માંડ અવીની ગાડીને તારવી આગળ ઉભી રહી. અવીની ગાડી એક દમ ઉભી રહી ગઇ.
દરવાજા લોક કરીને તે બહાર આવ્યો. રસ્તા પર આવતા જતા બધા લોકો અવીને જોઈ પોતાની ગાડીની ગતિ વધારતા ત્યારથી દૂર જઈ રહ્યા હતા. કેમકે આવી રીતે જાહેરમાં હાથમાં પિસ્તોલ લઇને ચાલી રહેલો અવી બધાના મનમાં ડર ઉપજાવી રહ્યો હતો.
અવી પિસ્તોલનું લોડિંગ ચેક કરતો આગળ ચાલી રહ્યો હતો. બધા જ તેને જોઈ રહ્યા હતા પણ તેની નજર બસ આગળની ઉભી રહેલી ગાડી પર હતી. અવની બધું સમજવા મથી રહી હતી. એટલામાં જ એક જોરદાર ગોળી છૂટવાનો અવાજ આવ્યો. અવની હજુ પણ કઈ પ્રતિક્રિયા આપી નહતી શકતી. આગળ ઉભેલી હોન્ડાસીટીનું પાછળનું એક વહીલ પંચર થઇ ગયું હતું. “બોલ… કઈ તકલીફ છે ??” અવી તે ગાડીનો દરવાજો ખોલતા ગુસ્સામાં બોલ્યો. અંદર બે પુરુષો પણ અવી સામે પિસ્તોલ બતાવીને બેઠા હતા.
“અમે તને નુકસાન પહોંચાડવા નથી આવ્યા.” ડ્રાઈવરે પિસ્તોલને અવી તરફ રાખીને કહ્યું.
“મારી મરજી વગર કોઈ મારી પાછળ ફરેને!!! તે પણ મને નથી ગમતું. ” અવીએ સેફટી લોક ખોલીને તેમને ડરાવવા રોડ પર વધુ એક વખત ફાયરિંગ કર્યું.
“ભાઇ.. અમને જવા દે… આગળથી ધ્યાન રાખીશુ… ” ફાયરિંગના અવાજથી ડ્રાઇવરના હાથમાંથી પિસ્તોલ છટકી ગઈ, તે ગભરાઈને બોલ્યો. અવીએ પિસ્તોલને ઉઠાવીને ધ્યાનથી જોઈ. “આ સરકારી ગલકું ક્યાંથી આવ્યું તારી પાસે ?? ” કઈ જવાબ ન મળતા અવી છંછેડાઈને બોલ્યો. “બોલ, નહિતર અહીં જ પોરવી દઈશ… ” તેને ટ્રિગર પર આંગળી ટાઇટ કરી.
“અ… અ.. અમે… સેન્ટ્રલ બ્યુરોમાંથી આવ્યા છીએ… ” બીજો માણસ કે જે પચાસ વટાવી ચુકેલો હતો તે ડરીને પોતાનું આઈડી કાર્ડ બતાવતા બોલ્યો. અવીએ ચેક કર્યું. પછી પિસ્તોલને પોતાની પાસે રાખી લીધી અને કાર્ડને ગાડીમાં ફેંકતા કહ્યું. “રાજકોટ જાવ છું… મારા સાસરે… તું જે હોય તે… અને જેને મોકલ્યો હોય.. મારે કઈ લેવા દેવા નથી… હું બસ ગેધરિંગ માટે જાવ છું… બીજા કોઇ પાછળ લાગેલા હોય તો તેને જણાવી દેજે કે હવે મને કોઇ પાછળ દેખાયું તો જીવતો નહિ મૂકું. મને કોઇ કાયદો નથી નડતો સમજાઈ ગયું? ” તે પિસ્તોલ બતાવતા બોલ્યો. પેલા બંને માણસોએ હકારમાં માથું ધુણાવ્યું એટલે તે ગાડીનો દરવાજો બંધ કરીને પોતાની ગાડી તરફ ઘસી ગયો.
તે ચુપચાપ ગાડી ચાલુ કરીને ચલાવા લાગ્યો. અવની પ્રશ્નાર્થ નજરે તેને નિહાળી રહી હતી. પાછળ માહી સરી અને પરી તો ડરીને સંકોચાઈને બેઠા હતા. ગાડી રાજકોટમાં પ્રવેશી. “મારુ રાજકોટ હવે જાગ્યું છે… ” તેને પોતાની બારીનો કાચ ખોલીને એક ઊંડો શ્વાસ લેતા કહ્યું. કેટલો સમય વિતી ગયો હતો રાજકોટમાં આવ્યાને. જન્માષ્ટમીના તહેવારને લીધે મ્યુન્સિપલ કોર્પોરેશનએ આખા રાજકોટને ટમટમતી લાઈટોથી શણગાર્યું હતું.
ગાડી પાઠક સ્કૂલના ખૂણે ઉભી રહી. “મમ્મીને કહી દે… આપણે પહોંચી ગયા છી. ” અવીની વાત સાંભળીને અવની થોડી ગભરાઈ ગઈ. કેમકે અવીની સામે જ નીલાને ફોન કરવાનો હતો.
વધુ આવતા અંકે……..
મારી બીજીવાર, વાંચી શકો છે અને ભવિષ્યમાં વધુ વાર્તા વાચવા માટે મને ફોલો કરી શકો છો.
કશ્મકશ (લાઈવ) (આ વાર્તામાં રહેલા અવીનો લોહિયાળ ભૂતકાળ)
Social Love (લાઈવ)
કરુણ અંત (the two legendary mind) (સંપૂર્ણ)
અતિરેક (સંપુર્ણ)
Telegram : TheSoulAmal
Website : www.digitalstory.in (બધી વાર્તા સમય પહેલાં વાંચવા માટે મુલાકાત લો)
Public Profile : AuthorJaymin
નોંધ : લેખકોને ખાસ સૂચના કે જે લોકો પોતાની નવલકથા અને ટૂંકીવાર્તા દ્વારા કમાવા માંગતા હોય તે લોકો telegram પર “authorjaymin” સર્ચે કરીને જાણ કરી શકે છે, અથવા www.digitalstory.in ઉપર જઈને રજીસ્ટર કરી શકે છે.

હર્ષ car ડ્રાઈવ કરી રહ્યો હતો, રાજ : ભાઈ હર્ષ… અલગ જ ફોર્મ માં ગાડી ચાલે છે ને કઈ આજ તો! શું લાગે છે રવિ?
” હા યાર ” મેં કહ્યું.. હર્ષ પહોંચાડી તો દઈશ ને???
હર્ષ : અરે યાર હવે તમે લોકો શરુ ન થઇ જાવ.. કેઝ્યુઅલ વાતો જ થઇ છે માત્ર! મનમા ને મન મા હરખાતા હર્ષે સહર્ષ કહ્યું,
હું પામી ગયેલો કે તે હજુ ઊર્મિ ની વાત જ કરવા માંગે છે.. ” તો ભાઈ… ઊર્મિ જ કઈએ કે ભાભી!!!??? મેં પૂછ્યું
હર્ષ : શું ભાભી એલા… One side ગાડી ચાલે જાય છે.. ખબર નઈ એના મન માં શું હશે!?? હા જ હોઈ ને હું ને રાજ hifi આપતાં સાથે જ બોલ્યા!!
“ચાલ ચા તો પીવડાય આજ..” મેં પ્રસ્તાવ મુક્યો ને હર્ષે ગાડી સૂર્યકાન્ત( રાજકોટ ની ફેમસ T સ્પોટ છે ) તરફ લઇ લીધી, 3 અડધી ચા, થેપલા ભાજી મંગાવી અમે ત્રણેય ભાઈબંધ બેઠા…
રાજ : પણ મજા આવી કેમ? “હાસ્તો યાર”.. મેં કહ્યું. હર્ષ : ઈ તો સાચું ભાઈ.. પણ તારે નીકળી જ જવું છે? રોકાઈ જા ને કાલ નો દીવસ…. હું : ના bro જવું પડે એમ છે સમજને યાર.. ખરેખર પીડા સાથે કીધું મેં.
રાજ : પેલી ધરા નઇ? રાજે વાત શરુ કરી.. એ સખત છોકરી હો… ડોન છે ડોન..!! હું ધ્યાન થી સાંભળી રહ્યો હતો..
હર્ષે વાત આગળ ચલાવતા કહ્યું ખબર છે ગઈ કાલે એના એક ફ્રેંડે તેને પ્રપોઝ કર્યું હતું… એસ્ટ્રોન ગાર્ડન માં…” હૃદય એક ધબકારો ચુકી ગયું મારું ને તરત જ મારાં થી બોલી જવાયું ” એમ? શું કીધું તો ધરાએ ?? “
હર્ષ : શું કીધું??? થપ્પડ બજાવી દીધી છડે ચોક બધા ની સામે!!! હાશ !!! મને મનમાં ખુબ શાતા વળી , “થપ્પડ મારી દીધી એમ??” મેં પૂછ્યું
“હા… સટાક કરતી આપીને કહ્યું કે આજ પછી ફરી કદી મને બોલાવી છે ને તો જોયા જેવી થશે સમજી લે જે…!!”
હર્ષે માંડીને વાત કરી .. “અરે કોઈ પણ છોકરો એની સાથે વાત કરતા પેલા વિચાર કરે… પરીયે કીધુંને કે ધરા પણ આવાની તો હું તો થોડો ટેન્શનમાં આવી ગયેલો!”
પણ મને ખબર નઈ આ વાત સાંભળી ધરા પ્રત્યે માન વધ્યું, કોણ જાણે કેમ પણ મને બઉજ ગમ્યું… ખુબ સારી છોકરી છે યાર મેં મનમાં જ વિચાર્યું… ને કહ્યું “રાજ સવારે હું નીકળી જવાનો છું યાર ચાલો જલ્દી પતાવો..” ને અમે લોકો ઘરે જવા નીકળી ગયા…
સવારે 7:30 વાગ્યે મેં self માર્યોને અમદાવાદ જવાની વાટ પકડી.. આજ રસ્તો ખુબ સુંદર લાગતો હતો… પારેવડી ચોક ના ફૂલ બજાર ને મેં જાણે આજ પેલ્લી વાર આટલુ નોટિસ કર્યું… મન માં માત્ર ને માત્ર ધરા… સારી છોકરી છે.. ડાહ્યી છે.. એવા જ વિચારો સાથે આગળ વધ્યે જતો હતો હું..
9:30 વાગ્યાં હશે લગભગ, લીંબડી પોહચી ગયેલો હું ને ત્યાં સ્ટોપ કર્યો, મન નોતું થતું અમદાવાદ જવા… રજા પણ પડી જ છે યાર મને થયું ને મેં કોલ કર્યો રાજ ને… હેય bro ગુડ મોર્નિંગ! ઉઠ્યો કે સૂતો જ છે હજી હે?? રાજ : ઉઠી ગયો ભાઈ.. બોલ બોલ.. કેટલે પોયચો? હું : લીંબડી… પણ આજે પણ જવાના કે તમે લોકો?
રાજ : હા… હજુ હર્ષને પૂછી જ રહ્યો હું.. એ કે છે કે જઇ યે તો… પ્લાન તો છે..
હું : તો ઊર્મિ લોકોને ભી બોલાય ને… જે વાત ચીત થઇ તે !
રાજ : હા બોલાવી લઈશ બસ… તું પણ હોત તો જામત….આવી જા ને યાર!!
મારાં મનમાં હતું જ કે આવું કંઈક બોલે!!! ” તું કે ને હું ના આવું?? બને કોઈ દી ? હાલ હું રીટર્ન થાવ છું બપોરે તારે ત્યાં જ જમી લઇશ ને રાતે બાર નો પ્લાન કરીયે ” મેં કહ્યું.
રાજ : આવી જ જા જલ્દી!! ને ફોન મૂક મારે પરીનો કોલ આવે છે!!!
મેં રાજકોટની તરફ જ ગાડી વાળી પાછી,મનમાં અનેરો આનંદ હતો, કોઈ જ કારણ નતું પણ ચેહરા પર સ્મિત રમી રહ્યું હતું… હે ભગવાન plz plz… Plz….. ધરા પણ આવે મનો મન પ્રાર્થના કરિ મેં તો…
સાંજ ઢળી ગયી છે હું ને ગ્રુપ… Flavours માં જમી ને સહિયર માં જવા ની તૈયારી માં છીએ.. ” રાજ.. પરી લોકો આવે છે ને? ” મેં વાત શરૂ કરી..
રાજ : હાસ્તો યાર.. હર્ષનું ઘર બંધાતુ હોઈ તો હું આટલુ ના કરી શકું.. એણે મજાક કરી.. પણ ધરા આવશે કે નઈ તે કઈ કહ્યું નઈ.. હું મનમાં જ વિચારતો રહ્યો.. કે ભગવાનની મરજી હશે તો આવશે પાક્કું, એમણે મારાં નસીબમાં લખી હશે તો જરૂર આવશે!!
ને આમ ને આમ રાતના નીકળવાનો સમય પણ આવી ગયો..
સહિયરમાં અમે stage ની પાસે જ હતા .. ને પરી નો અવાજ આવ્યો : કોની રાહ જુવો છો હે બધા?? હું તરત જ પાલટ્યો… પરી ને ઊર્મિ બંને હતા.. હું મૌન જ રહ્યો.. ધરા નતી… બઉ જ દુઃખ થયું…..Felt broken..
હર્ષ : તમારા લોકોની જ વળી.. વાતો ચાલી… ઊર્મિ : તમે જતા રહેવાના હતા ને? મારી બાજુ પ્રશ્ન આવ્યો…
“હા… જતું જ રેવું જોઈતું હતું” મનમાં જે હતું તે સાચ્ચું જ બોલાય ગયું મારાથી..
રાજ : કેમ લા… આવું બોલે? ” અરે.. ત્યાંથી પણ પરાગ નો કોલ હતો… એટલે.. કઈ નઈ છોડ ને ” મેં વાત વાળી પણ મનનો ઉલ્લાસ જેમ દેખાય આવે એ જ રીતે મનની ઉદાસી પણ!!
હર્ષે તો પૂછી પણ લીધું “દોસ્ત તબિયત તો ઓકે ને?? કેમ લંઘાઈ ગયું મોઢું તારું??”
“અરે એવુ કઈ નથી.. તને અત્યારે બધું અલગ જ દેખાય” મેં ટોપિક જ બદલી દીધો ને બધા હસી પડ્યા… ધરા કેમ ન આવી એ ન પૂછી શક્યો હું,ગરબા શરુ થયાં બધા રમવાની તૈયારીમાં હતા પણ હું side પર જઇ બેસી ગયો.. ને કહ્યું કે “guys તમે સ્ટાર્ટ કરો… મારે એક કોલ આવે એમ છે..”
મને થયું કે કદાચ ભોળાનાથનો સંકેત છે.. મારે પાછું વળી જવું જોઈએ..કદાચ હું ધરા ને પામી શકવાને લાયક નઈ હોઉં!! એ better deserve કરે છે કદાચ… એવા ઘણા તર્ક ઉઠ્યા….. આંખના ખૂણામાં ભીનાશ અનુભવી મેં….. ! ધરા નથી આવી તો કેમ આટલુ દુઃખ થાય છે એ મને સમજાયુ નઈ..અને માતાજી ના મંદિર તરફ જોઈ જ રહ્યો હું.. આવા પર્વના સમયમાં, આવી મસ્ત જગ્યાએ પણ મને ખુબ અકડામણ થઇ આવી…
“તમારે દર્શન કરવાનાં રઈ ગયા હતા એટલે રોકાય ગયા કે શું!!?” ધરા નો અવાજ મારાં કાને પડ્યો!!! ધક ધક ધક ધક ધક ધક…… મારાં હૃદયના ધબકારા DJ ના જોરદાર અવાજ વચ્ચે પણ મને સંભડાયા !!! હું પાછળ ફર્યો.. ધરા ઉભેલી!!!!!!!!
પાથી નતી પાડી એણે, બ્લેક અને ઓરેન્જ ચણીયા ચોળી હતી.. ને leggings.. પગમાં કઈ નતું પેર્યું..!હું નિહાળી જ રહ્યો..” હેલો!!તમને જ પૂછું છું હો!!!” એણે પાણી ની બોટલમાં થી સીપ લેતા લેતા ફરી કહ્યું…
“અરે.. ના ના દર્શન તો થયાં હતા… પણ.. મન નોતું ભરાયું..”
શું બોલું છું હું એ મને ધ્યાન જ નતું..
“એવુ એમ?? તો આજે મન ભરી ને દર્શન કરી લો બીજું શું..”
Smile સાથે કહ્યું એણે.., ” તો રમવું છે કે ભક્તિ જ કરવાની છે? ” સીધો સવાલ પણ પૂછી નાખ્યો! મેં કહ્યું હા હા રમીયે ચાલ.. પણ ઊર્મિ લોકો સાથે કેમ નોતી તું? મને થયું કે તું નઈ આવાની હોઈ આજ.. Conversation શરૂ કર્યું મેં..
ધરા : શું? હું ના આવું એમ?? આ season પાસ નતો જોયો? Just for your kind information હું લાસ્ટ યર princess હતી હો… નવરાત્રી મારી favourite છે!!!
ફ્રેશ થવા ગઈ હતી હું…
ઓહ !!! સમજાયું હવે ” Princess “!!!!! મેં કહ્યું, એ હસી પડી.. “ચાલો હવે…, મને રમવાનો ટાઈમ વેસ્ટ થાય તે ના ગમે ..” કહી તેને પગ ઉપાડ્યા… હું પણ તેની સાથે જ ચાલ્યો ને ગરબા ની રમઝટ ચાલી..
રમતા રમતા હું માત્ર તેને જ જોઈ રહ્યો હતો… તેની અદા.. તેનો grace… The way she carried herself.. તેનું સ્ટેપ્સ સાથે આવતું એક દમ મીઠુ smile, આહ શું કેહવું… શબ્દોનું સામર્થ્ય ક્યારેક ટૂંકું પડે.. ને આમ જ ફર્સ્ટ બ્રેક આવ્યો.. અમે લોકો રાબેતા મુજબ નાસ્તો ને ડ્રિન્ક લઇ ને બેઠા.. Discuss કરી રહ્યા હતા કે માણસો ખોટું કેટલું બોલે..!!
મેં કહ્યું : ખોટું બોલવું પડે ક્યારેક એમાં ના નઈ… પણ સાચું બોલીયે તો હળવા રેવાય…
હર્ષ : પણ સાચું બોલીયે ને તો ઘણી વાર ફસાઈ પણ જવાય દોસ્ત… તારું ખબર નઈ ભગવાન ભરોસે ચાલે છે પણ બધા સાથે સરખું ન થાય…
ધરા : એટલે? શું કેહવા માંગો છો?
હર્ષ : રવિ જે મન માં હોય તે કઈ દે છે… સાચે સાચું.. મે જ્યાં સુધી માર્ક કર્યું છે ત્યાં સુધી એ ખોટું નથી બોલતો..વાત બદલી નાખશે એવુ લાગે તો..
ધરા : એમ!!!?? ખુબ સારુ કે વાય તો તો.. જે મન માં હોઈ તે કઈ જ દો તમે એમ??
મારી બાજુ જોઈ ને એ બોલી..
” હા.. કીધું નઈ મેં સાચું બોલી એટલા હળવા રેવાય!!”
મારી વાત પર હું વળગી રહ્યો..
ધરા : ચાલો test કરી જોઈએ એક નાનો??
હું : હા નો પ્રોબલેમ..
ધરા : ચાલો એક વાતનો જવાબ આપો.. What do you think about me? મારાં વિશે શું વિચારો તમે !! Simple સવાલ સાથે શરુ કરીયે..
ના.. મેં કહ્યું.. બીજું કઈ ક પૂછ ને…કેહતા હું મુંજાયો!
મને ખોટું નઈ લાગે… બોલો બિન્દાસ… ને મને કઈ પણ કહેશોને મને ફરક નહિ પડે.. I dont care u know.. બિન્દાસ રીતે બોલી
ના ના એમ વાત નથી… પણ બીજું કંઈક પૂછને plz .. મેં હજુ એક વાર વિનંતી કરી..
ના ના ના.. Tell me what do u think about me???ક્યાં હવે એવો એઘરો પ્રશ્ન છે?? મારે જાણવું છે… ધરાએ જીદ કરીને કહ્યું …
સ્ત્રી હઠ ..!!! મારે ઝુકવુ જ પડ્યું..
સાંભળ તો… તને જોઈને મેં ગઈ કાલે, તે જ ક્ષણે મને વિચાર આવ્યો કે સાડી પેહરાવીને તને મમી પાપા સાથે મળાવવા લઇ જવી છે … તું જ મારી LIFE છે ને lifepartner તરીકે પણ તું જ જોઈએ યે…
ખુબ ડાહ્યી… Sensetive અને સમજુ છોકરી છે તું… ને આખા world ની સૌથી શ્રેષ્ઠ બધી વસ્તુઓ તું deserve કરે છે, જોઈને તને…એ સાથે જ એવુ લાગેલું કે બઉ પેલાથી ઓળખું છું તને.. કંઈક ઋણાનુબંધ હોવો જોઈએ… હું શું કરુ કે તને સાચવું, તને ખુશ રાખું..
તારા સપનાઓ માં તને જીવાડુ .. તું કેટલી સ્પેશ્યિલ છે… આવું વિચારું છું હું તારા વિશે…અને મને ખબર નઈ કેમ પણ… એવુ લાગે કે ભગવાને મારાં માટે જ ઘડી છે તને.. મારાં જેટલું તને કોઈ નઈ સાચવી શકે… કોઈ નઈ સમજી શકે… મારી wify તું જ હશે…. મનમાં જેટલું હતુંએ બધું જ મેં કહી દીધું..!!
હર્ષ, રાજ… બંને અવાક હતા… ઊર્મિની તો pepsi ની bottle પડી ગયી તેના હાથમાં હતી તે
પણ અમારી આંખો એક બીજા માં પરોવાયેલી જ હતી.. મારાં હૃદયના ઊંડાણ માંથી નીકળેલા શબ્દો કદાચ સીધા એના હૃદય સુધી પોહ્ચ્યા હશે!!??!!? … એ વખતે Soul connection અનુભવ્યુંમેં… કદાચ અમે બંનેએ!!!!!વિસ્મયથી ધરાની આંખો પોહળી થઇ ગયેલી……અને…..
( ક્રમશ : )
મિત્રો આજના પાર્ટ સાથે મારાં મનમાં શું છે… શું સંદેશ આપવા માંગુ છું તે પણ લખવાનું મેં વિચાર્યું છે… વાર્તા આગળ જતી જશે તેમ મારાં મનના ભાવો પણ તમારી સાથે share કરતો જઈશ.. આપને ગમશે તેવી અપેક્ષા છે..
અત્યાર સુધીની વાર્તામાં હું એવુ કેહવા માંગુ છું કે મિત્રો પ્રભુ નું આપેલું વરદાન છે… મિત્રો હોઈ ને સાથે તો સ્વર્ગની કામના પણ ના કરું હું…
ને જે વ્યક્તિ સાથે તમને લાગણી હોઈને સાચી… તે વ્યક્તિ સાથે તમે સહજ જ જોડાણ અનુભવો.. અંદરનો જે ” માંયલો ” હોઈ ને એ કઈ જ દેં કે આ માણસ આપણું અંગત જ છે…
ને અંતિમ વાત.. કોઈ પણ સંબંધમાં જેટલી સ્પષ્ટતા.. એટલો સંબંધ પાકો!!??
Social Love – 4

પાછળના ભાગમાં……..
“પપ્પા, અતયારે તે નખરા બોલે છે… તેને નખરા પસંદ નથી, પણ તેજસ કાકાની બિનલના તો કેટલા નખરા ઉપડે જોવો છોને તમે.. ” નીરુ અહમની ખેંચતા વધુ બોલ્યો.
“તે તો અહમની ઢીંગલી છે… બહેન તો ધોકાવી નાખે.. ત્યાં ન બોલાય કઈ.. ” હરિવત ખળખળાટ હસી પડ્યો. સાથે નીરુ પણ અહમ સામે દાંત બતાવા લાગ્યો. અહમ ઠંડા સ્વરે બોલ્યો… ” મારી સગી બહેન નથી.. એટલે તેના નખરા સહન કરવા પડે છે… ” હરિવત તેની વાત સાંભળીને તેના માથા પર હાથ ફેરવતા બોલ્યો. “સગી નથી તો કઈ નહિ… તેના કરતા પણ સવાયી આપી છે ને ભગવાને… વળી તે નનકી તારુ ધ્યાન કેટલું રાખે છે… “
હવે આગળ……..
નીરુ તેના ખભે હાથ મુકતા બોલ્યો… ” તું જયારે જમે નહીંને ત્યારે… આખા આશ્રમમાં નનકી એક જ છે જે તને પરાણે જમાડે છે… અને તું પણ તેનો માર ખાતા ખાતા જમી લે છે… કોઈને નઈ… તને એકને જ રાખડી બાંધે છે તે ચાંપલી… મને તો હળતુત કરી મૂકે.. “
બન્નેની વાત સાંભળીને અહમ અચાનક હરિવત સામે જોઈને બોલ્યો. ” તમે કેમ તેને અહીં ભણવા ન મોકલી.. તેને પણ અહીં 11મુ 12મુ કરવું હતું.. “
હરિવત : તે હજુ નાની છે અહમ.. તેને આમ એકલા આ દુનિયામાં છોડી ન શકાય…
અહમ : પણ હું છું ને અહીં..
હરીવત : તું તારામાં ધ્યાન આપીશ કે તેનુ ધ્યાન રાખીશ.. તેને થોડી મોટી થવા દે… પછી વિચારીએ..
ત્યાર બાદ હરિવત અને નીરુ અહમને હોસ્ટેલમાં છોડીને વળી જૂનાગઢ માટે નીકળી ગયા. બીજી બાજુ રોહિણી અહમનું પ્રોફાઈલ ખોલીને નવી નવી પોસ્ટ ચેક કરી રહી હતી. તેને મેસેજ કરવાનું વિચાર્યું પણ ફરી તેને અહમનું ખરાબ વર્તન યાદ આવી જતા માંડી વાળ્યું.
આખરે અહમનો અને રોહિણીનો બન્નેની કોલેજનો પહેલો દિવસ આવી ગયો. બન્ને એ વાતથી તદ્દન અજાણ હતા કે પોતે એક જ કોલેજમાં છે. રોહિણીની બે ફ્રેન્ડ પણ તે જ કોલેજમાં હતી. પણ તે BBA સેપરેટ કરી રહી હતી. જયારે પોતે ઇન્ટીગ્રેડટેડ કોર્સમાં હતી. તેથી તે પોતાની ફ્રેન્ડથી અલગ ક્લાસમાં હતી.
અહમ પોતાના પિતાએ આપેલી નવી 4G શાઈનિંગ બ્લેક એક્ટિવા લઈને કોલેજે પહોંચ્યો. જયારે રોહિણીને તેના મમ્મી પપ્પા પહેલી વાર છોડવા આવ્યા હતા. કોલેજનો માહોલ ઘણો ખુશનુમા હતો. બધા સિનિયર વિદ્યાર્થીઓ નવા નવા આવેલા જુનિયરને નિહાળતા હતા. આખરે તો તે લોકોને પણ બકરો શોધવાનું કામ હતું. કેમકે તે પોતે પણ નવા હતા ત્યારે પોતાના સિનિયરના રેગિંગનો ભોગ બનેલા હતા.
અહમ દેખાવે જ પચ્છદંડ હોય એક પણ સિનિયરે તેને વતાવ્યો નહિ. જયારે રોહિણી સ્વર્ગમાંથી મોકલેલી પરી જેવી લાગતી હોવાથી સિનિયર રેગિંગ ભૂલી તેના રૂપનું રસપાન કરવા લાગ્યા હતા.
અહમ સ્વભાવે અભિમાની ખરો પણ મગજથી ઘણો જ શાંત હતો. તેના મિલનસાર વ્યક્તિત્વના લીધે વર્ગમાં ઘણા મિત્રો બનાવી લીધા જતા. તેના દેખાવના કારણે તેના વર્ગની ઘણી છોકરીઓ કોલેજના શરૂઆતના દિવસોમાં જ ફિદા થઇ ગઈ હતી. પણ અહમ છોકરીઓ સાથે કામ પૂરતી જ વાત કરતો. વધુમાં તે પોતાના મિત્ર વર્તુળમાં જ રચ્યો પચ્યો રહેતો.
બીજી બાજુ રોહિણીથી બીજા છોકરાઓ અને છોકરીઓ દૂર રહેતા કેમકે તે બધાને પોતાના આઈક્યૂ લેવલથી નીચા ગણતી. અને હકીકતમાં પણ એવું જ હતું. પહેલાની જેમ આ વર્ગમાં પણ તેનો આઈક્યૂ લેવલ સૌથી ઉંચો હતો. વળી અભિમાન પણ ખરુ જ. છોકરાઓની નજર હંમેશા રોહિણીની સુંદરતા પર રહેતી. પણ તે કોઈને રિસ્પોન્સ નહતી આપતી.
એવામાં કોલેજના ફ્રેશર માટે એક કાર્યક્રમનુ આયોજન થયું. જેમાં અલગ અલગ સ્પર્ધા રાખવામાં આવી. અહમએ વક્તવ્ય સ્પર્ધામાં પોતાનું નામ નોંધાવ્યું જયારે રોહિણીએ પોતાનું નામ પ્રશ્નાવલી સ્પર્ધામાં નોંધાવ્યું. મુખ્ય અતિથિ તરીકે અમદાવાદના કમિશનર અને અહમના પિતા હરિવતને બોલાવવામાં આવ્યા.
વધુ પડતી કોલેજોમાં પાર્ટી અને બીજા બધા નાચ ગાન થતા હતા. જયારે આ કોલેજમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કદાચ એટલે જ આખા ગુજરાતમાં આ કોલેજ વધુ વખણાતી. કેમકે અહીંથી ભણેલા વિધાર્થીઓ ઉચ્ચ કક્ષાના ગણાતા.
સમારંભના શરૂઆતમાં રોહિણી, અહમને મુખ્ય અતિથિની બાજુમાં જોઈને આઘાતમાં મુકાય ગઈ. તેને તરત ચાંદનીને કહ્યું. “મમ્મી જો.. આ પેલો છોકરો.. મને બ્લોક કરી નાખી હતી. “
દેવરાજ ચાંદની સામે જોવા લાગ્યો. “આ છોકરીનું કંઈકને કંઈક હોય જ છે… જ્યાં ત્યાં ઝગડા જ કરતી રહેતી હોય… ” ચાંદની કપાળે હાથ દઈને બોલી. દેવરાજે રોહિણી સામે નજર કરી. તે સહેજ અચકાઈને બોલી. “તે મારી સાથે સરખી વાત નતો કરતો એટલે.. હું મને ગુસ્સો આવ્યો… “
દેવરાજ : તને ખબર છે તે છોકરો કોણ છે ?? ” દેવરાજ તેને પૂછવા લાગ્યો. બદલામાં રોહિણી અહમ સામે જોઈને બોલી.. “અહમ નામ છે તેનુ.. અહમ સાધુ ” ચાંદની તેના જવાબ પર ખળખળાટ હસી પડી.
દેવરાજ : બાજુમાં જે ઉભા છે તેના પપ્પા છે.. જૂનાગઢમાં બહુ મોટા મહંત છે… ખબર છે ? ” તેને હરિવત સામે જોઈને કહ્યું. ચાંદની પણ અહમ અને હરીવત સામે જોવા લાગી. પણ રોહિણીનું મોં બગડી ગયું. તેને પોતાના ફોનમાં ફેસબુક ખોલીને અહમને મેસેજ છોડ્યો. ” ઇડિયટ… ” પછી ફોન મૂકીને બેસી રહી.
સ્પર્ધામાં અહમે ભાઈ બહેનના સંબંધ વક્તવ્ય આપ્યું. ત્યાં ઉપસ્થિત ઘણા ખારા લોકોની આંખોમાં આંસુ આવી ગયા. દેવરાજ અને ચાંદની પણ રોહિણી સામે અમુક ક્ષણે ક્ષણે જોય લેતા. તે રડી નહિ પણ તેના ચહેરો ઉદાસ થઇ ગયો હતો… ત્યાર બાદ અહમ હરિવત સાથે નીકળી ગયો હતો. પછી રોહિણીની પ્રશ્નાવલી સ્પર્ધા શરૂ થઇ તેમાં તે મોટા પ્રમાણમાં પોઇન્ટ મેળવા બદલ પ્રથમ નંબરે આવી. વક્તવ્ય સ્પર્ધામાં અહમ પણ વિજેતા થયો હતો. પણ તેનુ સન્માન બિનલએ ઝીલ્યું હતું.
ધીમે ધીમે સમય વીતતો ગયો. કોલેજનું પ્રથમ સેમેસ્ટર પૂરું થઇ ગયું હતું. રોહિણી પહેલાની જેમ જ પોતાની બ્રાન્ચમાં પ્રથમ આવી હતી. જયારે અહમને પહેલા સેમેન્ટરમાં એક વિષયમાં ફેઈલ થયો હતો. પણ તેને આ પરિણામથી કશો મતલબ ન હતો. બીજી તરફ નીરુ સારા એવા ગુણ સાથે ઉતીર્ણ થયો હતો.
સેમેસ્ટર દરમિયાન રોહિણીએ અહમને ઘણા મેસેજ કર્યાં. સામે અહમ મેસેજ વાંચી લેતો પણ કઈ જવાબ ન હતો દેતો. કોલેજના પ્રથમ સેમેસ્ટરમાં ઘણી છોકરીઓએ અહમ નજીક જવાની કોશિશ કરી પણ અહમે કોઈને યોગ્ય રિસ્પોન્સ ન આપ્યો. તે બસ પોતાના મિત્રમાં ખોવાયેલો રહેતો. સામે રોહિણી જાણે અજાણે અહમથી જોડાય ચુકી હતી. પણ તેને ક્યારે આ બાબતે અહમને જણાવી ન હતી. અહમ વેકેશનમાં પોતાના ઘરે જૂનાગઢ જવા નીકળ્યો. બીજી તરફ રોહિણી ચાંદની અને દેવરાજ સાથે ભારત યાત્રાએ નીકળી ગઈ.
“પપ્પા નારાજ છે… સહેજ ધ્યાન રાખજે… ” અહમ પોતાનો સામાન રૂમમાં મૂકીને હરિવત પાસે જતો હતો પણ વચ્ચે જ નીરુ આવીને તેને સમજાવતા બોલ્યો. થોડીવાર તો અહમ પણ નીરુની વાત સાંભળીને સહેજ ડઘાઈ ગયો. પણ સ્વસ્થ થઈને હરિવત પાસે પહોંચ્યો.
“આવ… હું વિચારતો હતો કે આજે તો તું મારી સામે નહિ જ આવે.. પણ હિમ્મત તો છે તારામાં.. ” હરિવત મોં બગાડતા બોલ્યો. અહમ ત્યાં જ દરવાજે અટકી ગયો. પછી નીચું જોઈને બોલ્યો. “તે વિષયમાં હું સહેજ પાછળ પડું છું.. પણ આગળ જઈને ક્લિયર કરી નાખીસ. “
વધુ આવતાં અંકે……..
Telegram : TheSoulAmal
Website : www.digitalstory.in (બધી વાર્તા સમય પહેલાં વાંચવા માટે મુલાકાત લો)
Public Profile : AuthorJaymin
નોંધ : લેખકોને ખાસ સૂચના કે જે લોકો પોતાની નવલકથા અને ટૂંકીવાર્તા દ્વારા કમાવા માંગતા હોય તે લોકો telegram પર “authorjaymin” સર્ચે કરીને જાણ કરી શકે છે, અથવા www.digitalstory.in ઉપર જઈને રજીસ્ટર કરી શકે છે.
અમલ
Life of the CA student?

A poem dedicated to all CA students ?
एक मामूली सा CA हूँ, बेशक कोई भगवान नही
CA का CA होना मगर इतना भी आसान नही
इस दर्जे की खातिर मैने बचपन अपना खोया है
मैं वो हूँ जो स्कूल में 0.5 मार्क्स को रोया है
सुकुन की जिंदगी को कुर्बान करता CA
कभी किताब तो कभी स्टडी टेबल पे सोया है
जाने कब होली बीती, जाने कब दिवाली गई
जाने कितने रक्षाबंधन, मेरी कलाई खाली गई
परीक्षाओं की लड़ी ने साथ नही छोड़ा अब तक
मेरे हज़ारों दिन खा गई, उतनी ही रातें काली गई
फिर भी तुम्हें हर वक्त जो खुश दिखे परेशान नही
उस CA का CA होना इतना भी आसान नहीं।
मैनें क्रिकेट का बैट छोड़ा, टीवी का रिमोट छोड़ा
इस दर्जे की खातिर मैने जिंदगी की खुशियों को छोड़ा
मेरा कोई संडे नही, छुट्टी की गुज़ारिश नही
सर्दी का कोहरा या पहली वाली बारिश नही
मेरा परिवार मुझसे बात करने को तरसता है
लेकिन कभी पूरी होती उनकी ख्वाहिश नही
अपने ऊपर गर्व है मुझे, लेकिन कोई गुमान नही
CA का CA होना इतना भी आसान नही
जाने कितने लोग हमने सरकार से बचा दिए
जाने कितने टैक्स हमने लोगों के बचा दिए
तुम्हारी उम्मीदों पर खरा उतरने की खातिर
हमने अपनी ज़िंदगी के तीस साल लगा दिए
फिर भी मेरे पास आने से डरते हैं लोग
ज़रा कुछ लिख दूं तो फिर शक करते हैं लोग
मेरी मेहनत को वो पेन घिसना समझते हैं
फीस के नाम से ठंडी आहें भरते हैं लोग
तुम भी तो मेरी इस हालत से अनजान नही
CA का CA होना इतना भी आसान नहीं।

હું બસ જોઈ જ રહ્યો એને… સમાધિ લાગી જાય ને સમય ગૌણ બની જાય નઈ… એવુ જ કંઈક થઇ રહ્યું હતું ત્યારે.. 5મુ નોરતું હતું.. ચકાધુમ ચી ચિ ગીત વાગી રહ્યું હતું રાજ હર્ષ ઊર્મિ પરી બધા જ ગરબા રમી રહ્યા હતા પણ મને તો સમજાતું જ ના હતું કે શું થઇ રહ્યું છે મને…. આ કંઈક નવું જ અનુભવતું હતું… ના જોવાઈ કોઈ અજાણી યુવતીને એકી ટશે ખબર હતી, પણ મારું ધ્યાન માત્ર ધરા પર જ…
એણે પણ નોટિસ કર્યું.. પણ બઉ ધ્યાન ન આપ્યું ને ગરબા માં જ મસ્ત રઇ… મને તો સામાન્ય ગરબા આવડે પણ મેં જોયું કે ધરા તો કોઈ અલગ જ leval માં રમે… એક એક બીટ પર પરફેક્ટ સ્ટેપસ… આમ ને આમ બ્રેક ટાઈમ થયો, સામાન્ય નાસ્તા ને કોલ્ડ ડ્રિંક્સ લીધા બાદ અમે બધા બેઠા… હર્ષ ને ઊર્મિ વચ્ચે કંઈક વાત ચિત્ત થાય એ વિચારે અમે truth એન્ડ Dare રમવાનું નક્કી કર્યું….
બોટલ ફેરવતા પેલો જ સેટ રાજ ને પરી નો બન્યો… રાજ ને dare અપાયું કે પરી ના બે સેક્રેટ્સ કહે.. ને આમ કરતા કરતા આખરે હું ને ધરા ની જોડી બની… ધરાએ કહ્યું કે truth ઓર dare? ઈજ્જત નો સવાલ હતો ભાઈ.. Dare જ હોઈ ને!!! મેં કહ્યું dare, ધરા ને ઈમ્પ્રેસ કરવા માટે કઈ પણ કરવા હું તૈયાર હતો… ધરા : પાક્કું dare? જુવો પછી એ કરવું પડશે હો…!! એણે જે સ્વેગથી કહ્યું કે હું કઈ જ ના બોલી શક્યો થોડી વાર… ફરી ફોકસ વર્તમાન પર કરિ મેં કહ્યું હા બોલ ને… શું કરવાનું છે?
ધરા : સામે જુવો પેલી girls નું ગ્રુપ બેઠું છે
હું : હા.. 5 girls છે તે જ ને..?
હા, એમાં જે પેલી બ્લેક ચણીયા ચોલી વાળી છોકરી છે ને તેના દાંડિયા લઇ આવો!! ધરાએ કહ્યું.
કઈ જ વિચાર કર્યા વગર હું સીધો જ ત્યાં ગયો ને પેલી છોકરી ના દાંડિયા લઇ લીધા… તે કઈ બોલે તે પેહલા જ હું ધરા સુધી આવી ગયો ને કહ્યું.. બસ આટલુ જ ને.. એ બસ હળવું હસી ને દાંડિયા લઇ લીધા… ને જોશ થી બુમ પાડી ઋતુ…… લે આ તારા દાંડિયા લઇ જા! ને પેલી છોકરી આવી ને દાંડિયા લઇ લીધા ને મારી બાજુ જોઈ ને બોલી કે ટેસ્ટ પાસ કરિ હો!! હું કઈ સમજી ના શક્યો… ને ગરબા ફરી શરુ થયાં. સારો સમય તો ખુબ જલ્દી વીતેને… જોત જોતા માં છુટા પાડવાનો સમય થયો અમે લોકો બધા મારી કાર પાસે ઉભા હતા ને નીકળવાની તૈયારી ચાલતી હતી.. હું વિચાર કરતો હતો કે શું કરિ ને ધરા સાથે વાત કરું? કઈ બાબતે એને બોલવું? ને બસ એમ જ ઉભેલો.. રાજ બોલ્યો કે રવિ.. શું થયું છે? ક્યાં ગુમ છે??
હું સફળો ચમક્યો.. અરે કઈ નઈ ભાઈ… કાલે અમદાવાદ જવાનુ ને.. એ જ વિચારતો હતો..
ધરા : તમે અમદાવાદ રહો છો?
મને વિશ્વાસ ના થયો કે તે જ પૂછે છે!!!! મેં કહ્યું હા.. ત્યાં જોબ છે..
ફરી ક્યારે આવશો તો? એણે સહજતા થી જ પૂછી લીધું
હજુ વિચાર્યું નથી… જોઈ રજાઓ નું શું ગોઠવાઈ એ મુજબ આવીશ.. મેં હકીકત જ જણાવી.
સારુ તો મળીયે.. એણે ફોર્માલિટીમાં જ કહેલું મને યાદ છે પણ તેનાથી દૂર થવા મારાં પગ જ નોતા ઉપાડતા.. પેહલી જ મુલાકાત માં contact નંબર પણ કેમ માંગુ? તે ખોટું વિચારશે તો? હું મૂંઝવણ માં હતો..
ચાલો તમે ક્યાં રહો છો? બધા ને ડ્રોપ કરીને નીકળી જઈસુ અમે… મેં હિંમત કરિ ને કહી દીધું. પરી : ના અમે અહીં નજીક જ રહીયે છીયે.. તકલીફ ની કઈ જરૂર નથી..
મારાં મન ની મૂંઝવણ વધતી જતી હતી કે આજ છુટા પડ્યા પછી કેમ કરિ ને હું તેને જોઇશ? Contact કરીશ?
ધરા તરફ જોઈ મેં કહ્યું તમે લોકો બધા સાથે જ રહો કે?
હકાર માં એણે માત્ર માથું ધુણાવ્યું… ભારે હૃદય સાથે મેં કહ્યું સારુ ત્યારે… મળીયે તો પછી ને કાર ને અનલૉક કરિ મેં..
જતા જતા ધરા એ કહ્યું… Bye the way .. રાજ પાસે મારાં mobile નંબર છે… ફરી મળવાનું ગોઠવાય ત્યારે કે જો..
એ ક્ષણ તો હું સ્તબ્ધ જ રઇ ગયો… કદાચ કુદરતની કઈ મરજી હશે એવુ મને લાગ્યું… કાર ચાલવાની મારી સ્થિતિ જ ના હતી…
( ક્રમશ: )

નમસ્કાર મિત્રોને!
ઘણા સમયથી વિચાર હતો કે એક સ્ટોરી લખવી… આજ હિમ્મત કરી જ નાખી!! આશા છે આ વાર્તા તમને બધાને ખુબ ગમશે અને વાર્તા પાછળનો જે સંદેશ છે એ પણ ..!
આજ ફક્ત પ્લોટ મુકુ છું.. આપના પ્રતિભાવો કેવા છે તે આધાર પર આગળની સ્ટોરી આવશે…
2008 ના વર્ષ ની નવરાત્રિ નો જાજરમાન અવસર છે.. 3 મિત્રો રાજ, રવિ અને હર્ષ ટ્રેડિશનલ કપડાંમાં સજ્જ થઇ ને અનેરા ઉત્સાહ સાથે તૈયાર થઈ રહયા છે, ઉત્સાહ નોરતા નો, ઉત્સાહ સોળે કળાયે ખીલી રહેલી જુવાની નો ને ઉત્સાહ હર્ષ માટે જોવા જવાનુ છે તે ઊર્મિ ને મલવાનો પણ !
રાજની ગર્લફ્રેન્ડ પરી.. આજ ના નોરતા માં હર્ષ ને માલાવવા માટે તેની પાક્કી બેનપણી ઊર્મિ ને લઇ ને સહિયર માં આવાની હતી!! હર્ષની જ્ઞાતિની જ હતી ઊર્મિ અને રાજ દ્વારા આજ નું આયોજન હતું કે બધા સહિયર માં રમવા જઈશું.. પરી ઊર્મિને લઇ આવશે ને ગરબા રમતા રમતા જ બંનેનો intro કરાવી દેશું!!!!!
હું ( રવિ ) રાજ અને હર્ષ મારી કારમાં જવાનુ નક્કી કરી ચુક્યા હતા ને હર્ષ માટે ટ્રેડિશનલ કપડાં ગોતવાની પ્રક્રિયા ચાલુ હતી… રાજકોટમાં variety પણ ઘણી તો ફરવામાં ને ફાઇનલ કરવામાં જ સાંજ થઈ ગઈ..
ને જે અવસરની રાહ હતી તે સમય આવી ગયો હું રાજ ને હર્ષ… જાણે રાજકોટ સ્ટેટના રાજકુમાર હોઈ તેવા વટ્ટમાં હો.. સહિયરમાં એન્ટરી મારી છે.. મને ક્યાં ખબર હતી કે હર્ષ માટે જે આયોજન છે તે પ્રસંગ મારી જિંદગીનો સૌથી સુંદર ને ખાસ પ્રસંગ બની જવાનો છે!!
આખરે પરી ઊર્મિ ને લઇ ને આવી જ ગયી ને સાથે હતી ધરા ?? રાજ તો સ્વાભાવિક રીતે જ પરી સાથે વાતો કરવા લાગી ગયો ને તેણે હર્ષ ને ઊર્મિ નો intro પણ કરાવ્યો… ને મને પણ મેળવ્યો બધા સાથે…
તે દિવસે મેં પેહલી વાર જોઈ ધરા… સેન્સ અને સિમ્પલિસિટી… નાની પણ પાણી દાર આંખો… Littraly ગુલાબ ની પાંખડી જેવા જ હોંઠ ને size પણ એટલી જ.. સાદા પણ સુઘડ સ્વચ્છ કપડાં… ચણીયા ચોળી પેરી હતી એણે… કોઈ મેક અપ નો તામ જામ નઈ પણ ભોળાનાથે રૂપ જ એટલું આપેલું કે એની સામે ભલ ભાલી એકટ્રેસ પાણી ભરે… કે atleast મને તો એમ જ લાગ્યું હતું….
આ વાત થઇ મેં અને પેહલી વાર જોયાની .. જો આપને આગળ ની સ્ટોરી જાણવાની ઈચ્છા હોઈ તો આગળ ચોક્કસ લખીશ…
કશ્મકશ (ભાગ -13)

પાછળના ભાગમાં……..
અવી : ચલ ફટાફટ ફ્રેશ થઈને આવ ચા પીને નીકળીએ… ” તેને tc ની વાતને ધ્યાનમાં ન લેતા કહ્યું.. tc અવીના રૂમમાં ફ્રેશ થવા ચાલી ગઈ… થોડીવાર પછી ફ્રેશ થઈને બહાર આવી. પછી અવી પણ ફ્રેશ થઇ ગયો.
બન્ને ચા પીને tc ના ઘરે જવા નીકળ્યા… “મારી અમાનતને સાચવવા આભાર… ” અવી ગાડીના સ્ટિયરિંગ પર હાથ ફેરવીને હસતા બોલ્યો. “પણ તને ક્યાં કદર છે… ” tc ગાડીમાંથી ઊતરીને ઘરમાં ચાલી ગઈ… અવી ત્યાંથી ગાડી લઈને કોલેજે પહોંચ્યો…. ત્યાંનું વાતાવરણ અવી ને સહેજ શાંત લાગ્યું. રાજકોટ તો એક જ કેમ્પસ મા બે કોલેજ હતી પણ અહી આ એન્જિનિયરિંગ કોલેજ એક જ હતી. બની શકે કદાચ ભીડ ઓછી છે એટલે શાંતિ લાગતી હોય. અવી માનમાં વિચારતો પ્રિન્સિપાલની ઓફિસ પાસે પહોંચ્યો. “may I come in… ” અવીએ સહેજ દરવાજાને ધક્કો મારીને પૂછ્યું.
હવે આગળ……..
“હા.. હા.. આવો ને.. ” પ્રિન્સિપાલ ટટ્ટાર થઈને બોલ્યો. તેને અવી વિશે જણાવામાં આવ્યું હતું.. પણ અવી આટલો શિસ્તબદ્ધ હશે તે ખ્યાલ ન હતો. અવી સ્મિત રેલાવતો અંદર પ્રવેશ્યો. “રાજકોટથી આવ્યો છું.. બદલી શક્ય ન હતી તેથી મારી હાજરી ત્યાં ભરાશે અને ક્લાસ અહીં.. ” તે ઉભા ઉભા જ બોલ્યો.. એટલે પ્રિન્સિપાલે તેને બેસવા કહ્યું… અવી દાંત બતાવતો ખુરસી પર બેસી ગયો…
“સારું સારું બેટા… એ તો મારે વાત થઇ ગઈ… પણ મારે એક અંગત વાત પુછવી હતી જો તને કઇ તકલીફ ન હોય તો.. ” પ્રિન્સિપાલ સહેજ અચકાતા બોલ્યો.
“અરે પૂછો સર… જો જવાબ આપવા લાયક હશે તો જરૂર આપીશ.. ” અવીએ અદબ વાળીને ખુરસીને ટેકો દેતા કહ્યું.
“કાલે મારે જે વાત થઇ… અને આજે તને જોયો… બન્ને માણસમાં ઘણો ફર્ક છે…. ” પ્રિન્સિપાલે પોતાનો રૂમાલ કાઢીને કપાળે બઝલા પરસેવાને લૂછ્યો અને અવી સામે ન જોઈને ટેબલ પર નજર રાખતા કહ્યું.
“કાલે જે વાત થઇ તે હું અને… અતયારે તમારી સાથે વાત કરે છે તે પણ હું જ… જ્યાં સુધી મને કોઈ હેરાન ન કરે ત્યાં સુધી હું તેને વતાવતો નથી.. પણ જો કોઈએ ભૂલથી પણ મને છંછેડ્યો… તો તેને છોડતો પણ નથી… ” અવીના બોલાયેલા શબ્દોથી પ્રિન્સિપાલનું કપાળ તણાવા લાગ્યું…
“પણ તમે ચિંતા ન કરો… બધું કોલેજની બહાર જ હોય… અને જો કોલેજમાં પણ મને કોઈ છંછેડશે તો તેનો હિસાબ હું ગેટની બે ફૂટ બહાર જ લઈશ.. ” તેને વધુમાં ઉમેરીને કહ્યું.
પરમચંદ મારા મોટા બાપુનો છોકરો છે… જોકે મારે તેની સાથે કઇ વ્યવહાર નથી… હું વર્ષોથી એ લોકો સાથે નથી બોલતો… ” તેની વાત વચ્ચેથી જ કાપીને અવી ઉભા થતા બોલ્યો… ” મને કઇ ફેર નથી પડતો… તમે કોણ છો અને પરમચંદ કોણ છે… હું મારા રસ્તા પર ચાલવા વાળો માણસ… રસ્તામાં જે પણ કોઈ આવે તેને ઉખાડી નાખું… ” બંધ થતા દરવાજા તરફ જોઈને તેને ગઈ કાલની વાત યાદ આવી ગઈ.
રાજકોટના પ્રિન્સિપાલ : હું કશુ નહિ કરી શકું..
સુરતના પ્રિન્સિપાલ : પણ એવા આવારા છોકરોની વાત જ કેમ માનવી જોઈએ…
રાજકોટના પ્રિન્સિપાલ : તે આવારા નથી… તે જેવો તેવો વ્યક્તિ પણ નથી… ઘણી ઉપર સુધી લાગવગ છે… હું અહીંથી ના પાડીસ એટલે કાલે મને ઉપરથી કોલેજ આવવાની ના પાડી દેશે..
સુરતના પ્રિન્સિપાલ : એવું શુ ખાસ છે.. તે છોકરો કોને ઓળખે છે…
રાજકોટના પ્રિન્સિપાલ : તે છોકરો કોઈને નથી ઓળખતો… બધા લોકો તેને ઓળખે છે… યુનિવર્સીટીના સર્વરમાં ઘૂસીને પોતાની સીટ જાતે અહીં નક્કી કરીને આવ્યો છે…
સુરતના પ્રિન્સિપાલ : ઠીક છે.. મળું કાલે..
અવી પોતાનો ક્લાસ શોધીને અંદર પ્રવેશ્યો… બધા નાનકા મસ્તી કરી રહ્યા હતા… મતલબ તે લોકોને કઇ ચિંતા જ ન હતી કે તેમનું ભવિષ્ય કેવું હશે… તેમાં શુ હશે… અને આગળ જઈને શુ થશે… બસ પોતાનામાં જ મગ્ન.. અવીએ એક ખાલી બેન્ચ પકડી અને ત્યાં બેસ્યો… ઘડિયાળમાં નજર કરી સાડાદશ માં પાંચ મિનિટની વાર હતી…
એટલામાં… ક્લાસમાં એક બાટકી એવી છોકરી પ્રવેશી… ઊંચાઈમાં અવીના ખભા બરાબર માંડ માંડ આવતી હશે… પંજાબી ડ્રેશમાં તે સારી અને આકર્ષક લાગતી હતી… કપાળે સેંથો પૂર્યો હતો… મતલબ વિવાહિત… ખુલા અને લાંબા વાળ… પણ બહુ મોટા નહિ… આજકાલની ઘેલી છોકરીઓ કરતા તો લાંબા જ હતા… બોડીએ આશરે 50 55 કિલોની હશે… અને ચામડી અને નાકનકસો એવો હતો કે… તેની ઉંમર 28 30ની આજુબાજુ હોવી જોઈએ…
અવી તેના શરીરનું સ્કેનિંગ કરતો હતો… એટલામાં પેલી મેમ બોલી.. ” કોનું કામ છે. ?” અવી સહેજ અસ્વસ્થ થઇ ગયો… પણ તરત પોતાને સંભાળીને બોલ્યો… ” પ્રિન્સિપાલ સરએ અહીં બેસવાનું કહ્યું છે… “
“શુ નામ છે તમારું… ” પેલી મેમ… પોતાનો હાજરી પૂરવાનો કાગળિયો જોઈને પૂછવા લાગી… “અવિનવ… ” અવી પોતાનું કોલેજ આઈડી કાર્ડ બતાવતા બોલ્યો…
“આ તો રાજકોટનું છે… અહીંનું ક્યા ?? ” પેલી મેમ અવીના હાથમાંથી આઈડી કાર્ડ લઈને વાંચવા લાગી.
“આજે આવી જશે…. ” અવીના ચહેરા પર સ્મિત રેલાય ગયું… કેમકે પેલી મેમ તેને કુતુહલવશ જોઈ રહી હતી…
“આટલી ઉંમરે તું ડિપ્લોમા શુ કરે છે…. ” તેને આંગળીના ટેરવા ગણતા કહ્યું…
“કઇ નહિ… મારા મમ્મી પપ્પાને એન્જીનીયર જોઈએ છે તો… વિચાર્યું ડિગ્રી આપી દવ… ખુશ થઇ જશે… ” અવી તેના હાથની નજીક પોતાનો ચહેરો લઈ જઈને બોલ્યો… પેલી મેમ હસવા લાગી… તેને હસતા જોઈને બીજા છોકરાઓ પણ હસવા લાગ્યા…
“એન્જીનીયર કરતા કમાવાની ઉંમર વધુ છે…. તારે તારા મમ્મી પપ્પાને સમજાવાય નહિ ? ” પેલી મેમનો ચહેરો સહેજ વણાય ગયો…
“હમ્મ… કમાવ પણ છું જ… સાથે કોલેજ પણ ચાલુ… ” પેલી મેમએ આઈડી કાર્ડને બેન્ચ પર મૂક્યું એટલે તેને આઈડી કાર્ડને ખીચામાં મૂકી દીધું…
“હમ્મ ગૂડ બોય.. ” પેલી મેડમ અવીનો ગાલ ખેંચીને ચાલી ગઈ… “આ રૂપકડીઓ દિમાગ નામની વસ્તુ હોતી હશે કે નહિ. ” અવી મનમાં બબડ્યો અને હસવા લાગ્યો… બ્રેકમાં તે કેન્ટીંગ તરફ ચાલ્યો… રાજકોટની કેન્ટીંગ કરતા આ કોલેજની કેન્ટીંગ ખાસ્સી એવી મોટી હતી.
તેને કાઉન્ટર પર જઈને ચાનો ઓર્ડર આપ્યો અને ખૂણાનું ટેબલ પકડીને બેઠો… તેને ફોન કાઢ્યો અને… અસીને કોલ કર્યો.
અસી : બ્રેક પડ્યો ને… ” ફોન ઉપાડીને તરત પૂછ્યું…
અવી : હમ્મ… ચાલુ ક્લાસે તો તને કોલ કેમ કરુ.. ” એટલામાં એક જાડી એવી બેન જગ્યા કરતી અવીના ટેબલ પર ચા મૂકીને ચાલી ગઈ.
અસી : કરાય ને… વધુ મજા આવે… મેં ઘણી વાર તારી સાથે ચાલુ લૅક્ચરે જ વાત કરી છે… ” અસી ખળખળાટ હસવા લાગી.
અવી : પણ હું તારા જેવો નથી ને… હા કંઈક ઇમર્જન્સી હોય તો વાત અલગ છે….
અસી : મારા જેવો તો તું શુ થઇ શકવાનો…
અવી : થવાનો ઈરાદો પણ નથી…
અસી : હમ્મ.. જલ્દી નહિ મળી શકાય ?
અવી : કઇ પ્રબલેમ નથીને !!! તો અતયારે જ આવું.
અસી : ના… એવું ટેન્સન જેવું નથી… ચિંતા ન કર… અતયારે હું મેડિસિન શોપ ગોઠવું છું.. એટલે થોડું કામ પણ છે…
અવી : હમ્મ… સારું.. ચાલ તો છેલ્લો લેક્ચર બન્ક મારીને આવું… ચલ મૂકુ… હવે.. ” પેલી મેમ તેને કેન્ટીંગમાં આવતા પ્રવેશતા દેખાઈ એટલે ઝડપથી ફોન મૂકી દીધો.
અવી સતત તેની મેમ પર નજર રાખતો હતો… ઈચ્છે તો અતયારે તેની આખી કુંડળી કઢાવી શકે… પણ તે જાતે તેની સાથે વાત કરવા માંગતો હતો… પેલી મેમ એક ચા લઈને આમ બેસવાની જગા શોધવા લાગી… અવી એ તરત નજર ફેરવી લીધી… તે જાણતો હતો કે તે આ જ ટેબલ પર આવીને બેસવાની હતી. અને તે મેમએ બરાબર એવું જ કર્યું… ઝડપથી વિધાર્થીઓના ટોળાઓને ચીરતી સીધી અવીની સામે આવીને બેઠી…
“અરે… મેમ તમે.. ” અવી અજાણ થઈને બોલ્યો…
“કેમ અહીં ન બેસી શકાય ? ” તેને આંખોથી પ્રશ્નાર્થભર્યા ઇશારાથી પૂછ્યું…
“બેસી જ શકાયને… પણ મને એમ લાગ્યું કે તમારા સર્કલમાં બેસસો.. જોકે તમારી કોઈ દેખાતું નથી… એવું કેમ ” એવી કાગળના કાપનો ડૂચો વાળીને દૂર કાચના પેટીમાં નાખતા પૂછવા લાગ્યો… કપ ઉડીને દૂર કચરા પેટીમાં પડ્યો.
“જોરદાર જજમેન્ટ છે તારુ… ” તેને અવી પર અચરજ થઇ આવી. ” મારુ સર્કલ આજે લેક્ચરમાં હશે… બુધવાર છે ને… ” તેને વધુમાં ઉમેર્યું અને પોતાની ચા પીવા લાગી…
“મોરબી સાઈડના લાગો છો… ” અવી ટેબલ પર કોણી ખોડીને બોલ્યો…
“ટંકારા મૂળ… મોરબી રહેવાનું… પણ તેને કેમ ખબર… ” તેને નવાઈ લાગી.
“તમારી ભાષામાં બે બે ટોન છે… ” અવી પોતાના ફોનમાં અસીન મેસેજ ચેક કરતો હતો….
“પણ મોરબી બાજુની છું તે કેમ ખબર પડી… ” તેને અવીનું ધ્યાન પોતાના તરફ દોરવા પોતાનો ફોન ટેબલ પર સહેજ અવાજ કરીને મુક્યો…
“અંધારામાં તિર માર્યું… ” તેના આવા વર્તનથી તેને પોતાનો ફોન ખુસ્સામાં મૂકી દીધો.
“અરે… તમે શુ જોબ કરો છો ?? ” તેને કાઉન્ટર ઉપર બે ચાનો ઓર્ડર આપ્યો… અવીને નવાઈ લાગી… એટલે બોલ્યો.. “બ્રેક તો પૂરો થવા આવ્યો. “
“હમ્મ, મારે ફ્રી ટાઈમ છે… હવે એક જ લેક્ચર છે છેલ્લો.. 3 વાગ્યા પછીનો… તમારે પણ ફ્રી જ હશે… ” તેને હસીને કહ્યું… “જોબ શુ કરો છો.. ” તેને ફરી પોતાનો પ્રશ્ન પૂછ્યો..
વધુ આવતા અંકે……..
Never Loved : Back to Past – 1

વાર્તા ભૂતકાળમાં સમયમાંથી પસાસ થઇ રહી છે. આખરી સીઝનમાં જ્યારે અવી અને અવની મળ્યા હતા. ત્યાર પછીની વાર્તા હવે શરૂ થયા છે. આશા રાખું કે આપ પ્રથમ સિઝન ના વાચક હશો… અને જૉ ન હોય તો પહેલાં “Never Loved: પ્રેમ એક લેખકનો” વાર્તા જરૂરથી વાંચજો..
૨-૧-૨૧ (૨l૨l)
“ઓય… ઉઠોને” અવની ઝટપટ કપડાં પહેરીને અવીને જગાડવા લાગી. “આજે તો રજા છે… સુવા દે… ” અવી ઊંઘમાં જ બોલીને બીજી તરફ ફરી ગયો. તેથી તે બાથરૂમમાં ફ્રેશ થવા ચાલી ગઈ.
“પણ આજે મારે ઘરે જવાનું છે… તમે કહ્યું હતું કે શનિ રવિ જશું… ” અવની પ્રેમથી બોલી. તેને આજે અવીને ગમે તેમ કરીને તેના ઘરે રાજકોટ લઈ જવાનો હતો. અવીના ગયા પછી નીલાએ તેને ખુબ પ્રેમથી સાચવી હતી. જયારે તેને નીલાને અવીની જાણ કરી ત્યારે નીલાએ ખુબ જ ભારપૂર્વક એક વાર અવીને રાજકોટ લઈ આવવા કહ્યું હતું.
“યાર આ તમારી છોકરીઓના પિયરીયાવેળા બઉ હોય… ” અવી કંટાળીને ઉભો થયો… અવની તરત શરમાઈને નીચું જોઈ ગઈ. અવીને તેની વધુ ખેંચતા તેની નજીક જઈને તેનો ચહેરો પોતાના હાથ વડે ઉપર કર્યો. પણ અવનીએ આંખ બંધ કરી લીધી. “જો ને મને… ” અવીએ મજાક કરી. અવનીના ચહેરા પર એક મીઠું હાસ્ય રેલાય ગયું. એ જોઈને અવીનું મન ડોલી ઉઠ્યું.
“કપડાં પહેલી લો.. આજે આખા રસ્તે તમને જ જોવાના છે.. ” તેને બંધ આંખ જ હસીને કહ્યું. “જવું જરૂરી જ છે ? ” તેને અવનીને નજીક ખેંચી.
“જરૂરી નથી પણ… ” અવની થોડું અટકીને ફરી બોલી.. “પણ ઘણો સમય થઇ ગયો… એટલે જવું છે.. “
“તારા બાપા મને જોઈને ગુસ્સે તો નહિ થાય ને !!!! ” અવી ખળખળાટ ઉભો થઈને ટ્રેક પહેરવા લાગ્યો.
“કેમ થાય ?? તમે મને પરણ્યા છો.. મને સાચવો છો… મને ખુશ રાખો છો તો પછી મારા પપ્પા શાલેવા ગુસ્સે થશે ? ” તેને મંગળસૂત્રનું પેન્ડલ અવીને બતાવીને ચૂમી લીધું. “પણ હા… આ બવા જેવા થઈને સાથે આવશો તો પપ્પા નહિ મમ્મી જરૂર બોલશે.. “
“હવે તારી માં ને…. ” અવી દોડતો બાથરૂમમાં ઘુસી ગયો પણ અવની પહોંચી ન શકી.. તેથી દરવાજાને જોરથી ધાબો મારતા બોલી. “જુઓ… હવે એમ ન બોલશો સમજ્યા નહિતર મારાથી ખરાબ કોઈ નહિ હોય… “
“તારી માં ને… બજરનું બંધાણ… ” અવી બાથરૂમમાંથી જોર જોર ગણગણવા લાગ્યો. “અવી… ” અવની એક ત્રાડ પાડીને રસોડામાં ચાલી ગઈ… તેને ગેસ પર ચા મૂકી એટલામાં દરવાજે ટકોર પડી.
“અવની… મારી વહુ બટુ.. ” સારી ખીલખીલાટ કરતી સીધી હોલમાં આવી ગઈ. અવનીના નીખરેલા ચહેરા પર ચાર ચાંદ લાગી ગયા. કેમકે તેને વહુ શબ્દ ખુબ જ ગમતો. આજે તે એક સ્ત્રી અને દીકરીથી ઉપર એક પગથિયું પત્નીનું ચઢી ચુકી હતી.
“ક્યાં લબાડ… તેને ના તો નથી પાડીને… ” સારીને ખબર હતી કે આજે અવની, અવીને તેના મમ્મી પપ્પા પાસે લઈ જવાની હતી.
“એ આવશે.. નાહવા ગયા છે.. ” અવની હસીને બોલી પછી દબાયેલા સ્વરે વધુ ઉમેર્યું. “તમે શુ નક્કી કર્યું અમારી સાથે આવશો ?”
“હા, માહીને વાત કરી… આમ પણ તેને બહાર જવાનું મન હતું… ” સારી સસ્મિત બોલી એટલે અવની ખુશ થઇ ગઈ. પછી તે રસોડામાં તરફ ચાલી પાછળ સારી પણ દોરવાઈ.
“ગમે તે થાય… તેનાથી એક પળ પણ દૂર ન થઈશ… ભલે તે દૂર ભાગે પણ તેને એકલો ન છોડીશ… ” સારી તેને સમજાવવા લાગી.
“હા… ” અવની ટૂંકમાં બોલીને ચા બનાવા લાગી. એટલામાં ખુલા દરવાજેથી રક્ષી પ્રવેશી. એક હાથમાં ફાઈલના થપ્પા હતા. તો બીજા હાથમાં તેની નનકી પરી હતી. તે ફાઈલો ડાઇનિંગ ટેબલ પર મૂકીને રસોડામાં આવી. અવની પરીને જોઈને તરત ઉછળી પડી. “બબુ… ” તેને પ્રેમથી પરીના ગાલ પર પપ્પીની વર્ષા કરી દીધી. “આ તો ગરમ છે… ” અવની ચકિત થઈને બોલી.
“હા એ… કાલે પોલિયોના ટીપા લગાવ્યા.. આમ બધું ઠીક જ છે… ” રક્ષી અવનીને પરી સોંપતા બોલી. થોડીવાર ત્રણેયની ગપશપ ચાલી એટલામાં અવી રસોડામાં પ્રવેશ્યો. ત્રણેય ચૂપ થઈને એકીટસે અવી સામે જોવા લાગી. અવી પણ ચોટી ગયો.
“તારા રીડિંગ પ્રમાણે ડેટા લાવી છું… જોઈ લેજે… ” અંતે ચુપી તોડતા રક્ષી પરીને લઈને ચાલી ગઈ.
“આમ શુ સામે જોવે છે… કોઈ દિવસ નથી જોયો ?? ” અવી ઘુરકીને સારી સામે જોઈને બોલ્યો.
“બેસને હવે… ” સારી હળવેકથી અવીને ઝાપટ મારીને જતી રહી. અવી પ્લેટફોર્મ પર બેસીને અવનીને નિહાળવા લાગ્યો. “શુ છે પણ… ” અવનીનો ચહેરો લાલ થઇ ગયો. અવીને તેને પોતાની તરફ ખેંચી… “કઈ નહિ… આજે પિયર જવાની ખુશી તારા ચહેરા પર કંઈક વધુ જ દેખાય છે.. ” અવી તેના હાથમાં હાથ પોરવતા બોલ્યો.
સારી પણ આવશે આપણી સાથે.. ” અવનીએ પ્રેમથી કહ્યું. “તેને ક્યાં ઢંઢેરો પીટ્યો તે… મારા મગજની બધી નસ ખેંચી નાખશે એ.. ” અવી શ્વાસ છોડતા બોલ્યો. “હું છું ને !!!” અવની તેને કિસ કરતા બોલી. અવીના શરીરમાં એક ઝણઝણાટી દોડી ગઈ. અવનીએ અલગ પડીને અવીની આંખમાં જોયું. અવી ક્યારેય બોલતો નહિ પણ તેની આંખોમાં અવની બધું વાંચી લેતી.
તેને એક શબ્દ તેની આંખોથી સંભળાતો. તેના શ્વાસના તરંગ અવની તરત પારખી લેતી. અતયારે અવી લાગણીના ધોધમાં રીતસર નહાઈ રહ્યો હતો. અવીમાં આ શાંતિ અવનીને ખુબ જ વહાલી લાગતી.
“તૈયાર થઇ જા… ” અવી પ્રેમથી તેના કપાળ પર કિસ કરતા બોલ્યો. અવની ઉછળતી કૂદતી રૂમમાં જઈને તૈયાર થવા લાગી. અવી ચાના બે કપ લઈને હોલમાં બેઠો. એટલામાં સારી માહી(સારીનો હસબંડ) અને પરી(સારી ની નાની બહેન) ત્રણેય ઘરમાં પ્રવેશ્યા.
“તું ન આવીશ તો ચાલશે… ” અવી કાતરાઈને સોફા પર લાંબી થઈને પડેલી સારીને જોઈને બોલ્યો. “જોયું… આ માણસને આપણી કદર જ નથી… આપણે ખોટા જ આ ઝંડુબામ સાથે જઈ છીએ” પરી ગુસ્સામાં બોલી. મિહિર અને સરી બન્ને હસવા લાગ્યા. અવી ગુસ્સામાં બોલ્યો. “હા તો ન અવાય.. સમજી… “
“શુ અત્યારમાં ઝગડા ચાલુ કરી દીધા.. ” અવની સાડી પહેરીને બહાર આવી. ” આ બબુચક… ” અવીએ અવની તરફ નજર ફેરવી… પણ તેના શબ્દો રોકાય ગયા. આજે પહેલી વાર અવની સાડી પહેરીને અવી સામે આવી હતી. બ્લેક શાઈનિંગ અને ગોલ્ડન કલરની બોર્ડર વાળી સાડીમાં અવની જાણે અપ્સરા લાગતી હતી. મિહિર પણ અચંબિત થઇ ગયો. પણ પરી અને સારી બન્નેએ પહેલા જ અવનીને આ સાડીમાં જોય હતી.
“નથી સારી લાગતી ? ” અવીની નજીક આવીને અવની સાડી બતાવતા બોલી. “અરે સારી જ લાગે છે નઈ… ” તંદ્રામાંથી બહાર નીકળીને તેને મિહિર સામે જોયું. તે તો હજુ પણ અવનીને જોઈ રહ્યો હતો. તેને ફરી અવની સામે નજર કરી. અવની હજુ પણ અસમંજસમાં અવીને નિહાળી રહી હતી. “કહોને… નહિતર બદલી આવું… “
“અરે ના ના… સારી જ લાગે છે… સારી નહિ બહુ સારી લાગે છે. ” અવી થોથવાઇને બોલ્યો. ત્યાં હાજર બધા જ અવીના તિમુરાઇ ગયેલા અવાજ પર હસી પડ્યા. ત્યાર પછી બધા રાજકોટ જવા માટે રવાના થયા.
આ સમયે તો સારી પણ ગાડીમાં હતા. તે ગાડીની ધીમી ગતિ જોઈને બોલી. “ગાડી કેમ ધીમે ચલાવે છે. થોડી સ્પીડ વધાર તો જલદી પહોંચી જઈશું. ” તેની વાત અવી ઉડાવતા બોલ્યો. “મને મન પડે એમ ગાડી ચલાવું તારે જલ્દી પહોંચવું હોય તો પ્લેનમાં ચાલી જા… ” અવીની વાતથી સારી ગુસ્સામાં ભરાય ગઈ પણ અવનીના મુખમંડલ પર રહેલા હોઠ તરત ફરકી ગયા.
વધુ આવતા અંકે……..
મારી બીજીવાર, વાંચી શકો છે અને ભવિષ્યમાં વધુ વાર્તા વાચવા માટે મને ફોલો કરી શકો છો.
કશ્મકશ (લાઈવ) (આ વાર્તામાં રહેલા અવીનો લોહિયાળ ભૂતકાળ)
Social Love (લાઈવ)
કરુણ અંત (the two legendary mind) (સંપૂર્ણ)
અતિરેક (સંપુર્ણ)
પ્રથમ પ્રેમનો પ્રથમ અહેસાસ

નૈના અને સમીર, બાળપણથી જ સાથે રહ્યા, આજુ બાજુમાં જ ઘર હોવાથી સાથે જ રમતા, ઝગડતા, સ્કૂલ જતા.
બંનેનું બાળપણ વીત્યું ને યૌવન આવ્યું, છતાં એમની દોસ્તી એવી ને એવી જ રહી.
કૉલેજના ત્રણ વર્ષોં પણ એક સાથે જ વિતાવ્યા પણ બંનેમાંથી કોઈ ને એક બીજા પ્રત્યે પ્રેમ ની લાગણી ના થઈ.
અને ત્યાંજ સમીર ને વધુ અભ્યાસ માટે વિદેશ જવા માટે તક મળી, બંને બહુ ખુશ થયા. આજે સમીરને મૂકવા બધા એરપોર્ટ પર આવ્યા હતા, સમીર અને નૈના એકબીજાને આખરી વાર મળી છૂટા પડ્યા, હવે વર્ષો પછી મળવાના હતા.
બંને ધીરે ધીરે વિરૃદ્ધ દિશામાં ચાલવા લાગ્યા, પણ આ શું થઈ રહ્યું હતું બંને ને, દિલ માં કેમ કંઇક ખૂંચી રહ્યું હતું, નાજાને કોઈ લાગણી બંનેના હૃદયમાં ઉમડી આવી, ધડકનો તેજ થવા લાગી, કેમ બંને ને છૂટા પડવાનું મન નહોતું કરતું, એક બીજાને રોકી લઉં કેમ એવું લાગવા લાગ્યું?
બંને ના પગ અટકી ગયા, પાછળ ફરી જોયું તો બંનેની વચ્ચે રહેલો ગેટ ધીરે ધીરે બંદ થઈ રહ્યો હતો, અને અચાનક બંને દોડીને એકબીજાને વળગી પડ્યાં.
આજ તો હતો બંનેના પ્રથમ પ્રેમ નો પ્રથમ અહેસાસ….
✍️ Dhruti Mehta (અસમંજસ)

કારણ…
ચાલ, કારણ જાણવાની જીદે તને થોડુ સતાવી દઉં.
ખૂંચી રહેલા ઘાયલ સવાલો તુજને જણાવી દઉં.
મરેલો છું, છતાંય જીવંત કહેવા હું મજબુર છું!
આમ થોડી મોતનું કોઈ પણ કારણ બતાવી દઉં.
ને હા ખુદને ભૂલીને તમને અઢળક ચાહ્યા હતાં,
તો પણ હોય ખોટ! બધુંજ ફરીથી જતાવી દઉં.
ખરેખર નથી જાણતો હું, તમે વળ્યા છો એ મોડને,
નહી તો વધામણાં ખાતીર એ મોડ પણ સજાવી દઉં.
સપનાં વિહોણી જ હોત તો પસાર થઈ જાત પણ,
નજર સમુ તૂટતા સપનાએ રાતને કેમની વિતાવી દઉં?
ખેલતો, કુદતો, ને જીવતો હું એ સ્નેહનાં ઓટલે,
ઓટલેથી મારા પગલાં અકારણ કેમના વળાવી દઉં?
ને એટલે જ પૂછું છું કારણ તને આ વિરહનું પ્રિય,
નથી માનતો ગઝલમાં હું તને બેવફા દર્શાવી દઉં.
– કંદર્પ પટેલ✒