इतनी शिद्दत से मोहब्बत है तुमसे की मरना भी मुनासिब नहीं है हमे,
इतना प्यार है की जीकर खुदमे मेहसूद करना है तुम्हे हर हालमे हमे।।
✍️धृति मेहता (असमंजस)

इतनी शिद्दत से मोहब्बत है तुमसे की मरना भी मुनासिब नहीं है हमे,
इतना प्यार है की जीकर खुदमे मेहसूद करना है तुम्हे हर हालमे हमे।।
✍️धृति मेहता (असमंजस)
??ઉજ્જડ રણમાં
મીઠી વીરડી સમો,
અણસાર તારો ભાસે…
જીવન પતઝડમાં
પ્રેમના વસંત સમો,
એહસાસ તારો દીસે…??
*****************
ધ્રુતિ મહેતા (અસમંજસ)
સમય ને જતા ક્યાં વાર લાગે છે…
આ રીતે કહેવુ હવે અઘરુ બની ગયુ છે..
ક્યારેક એમ થાય કે
જરુર હોય ત્યારે આ સમય
રોકાતો કેમ નથી..
ક્યારેક વિચાર આવે છે કે..
Snapchat મા લીધેલી સેલ્ફીમાં
હસ્તો ચહેરો શું ખરેખર હસ્તો હોય છે..?
એતો બસ સામેની વ્યક્તિ રાજી થાય એટલેજ હસે છે ને…
ક્યારેક તો…
મનગમતી વ્યક્તિ ને
ના મળી શકવાની ઉદાસીનતા…
એકલતામાં એની યાદોથી હસાવી દેતી હોય છે.. એ પણ રડતા રડતા …
જીવનમાં છે ને એક વ્યક્તિ તો
એવી હોવીજ જોઇએ..
જેની પાસે સમય સમય પર
બાળક અને વડીલ બની શકીયે .
ગાળો બોલ્યા વગર
ના ચાલતું હોય
એવા મિત્રોને
જ્યારે લાંબા સમય પછી
લાગણી ભર્યો મેસેજ મળે
અને એ I miss you ની પાછળ
જાણે રડવાનાં, અને ઘણું બધુ કહેવાનું હોય તે..
કેવુ તરતજ ના બોલ્યા વગર એ સમજી જાય છે..
મને હમેશ એમ થાય છે કે
કેમ મારો હસ્તો ચહેરો
વ્યક્તિઓની હાજરી પ્રમાણે હસ્તો હોય છે..
શું કદાચ એટલે કે
અમુક સબંધ સ્વાર્થ પુરતા છે
અમુક નિસ્વાર્થ છે
કે પછી અમુક જોડે બંધાયેલી છું એમની રીતે
અને અમુક જોડે મુક્ત છું મારી રીતે…
વિચારોનું વાવાઝોડુ સતત હેરાન કરે છે
અને મારી પાસે એટલો બધો સમય છે કે
પોતાની જાત ને સમજવાનો
કોઇને મળવાનો
કોઇને સમજવાનો
કે કોઇ સાથે વાત કરવાનો
સમય મને નથી મળતો
એકલપણાની વ્યસ્તતા મારી લાગણીઓને ખંખેરી નાખશે એ વાતનો ડર જીવવા નથી દેતો…
હવે તો ..
મને ખોટી રીતે અને કોઇને ખબર ના પડે એમ ..
સ્મિત રેલાવતા આવડી ગયુ
નાનકડી આ આંખોમાં સપનાં હજાર ભરી ગયા,
હતી નાની અમથી આ દુનિયા એને આભ બનીને ભરી ગયા…
સુની આંખોમાં એના પ્રેમનું કાજલ આંજી ગયા,
મૌન ભરેલા હોઠો પર એના અધરો નું સ્મિત છોડી ગયા…
મારા શ્વાસમાં એના પ્રેમની ખુશ્બુ ભરી ગયા,
સવારની રોશનીમાં એની સંધ્યાના રંગ ભરી ગયા…
✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)
??Saying I love you is too easy to live,
But saying I still love you is too difficult to live with..??
✍️Dhruti Mehta (અસમંજસ)
Love is not that, you feel you are in love…
Love is that you feel till last breath, you are still in love…
✍️Dhruti Mehta (અસમંજસ)
तेरा एहसास इतना हैं कि,
सांस भी तेरी उधारी की भरते है।
*****************
धृति मेहता (असमंजस)
?વરસતા વરસાદ ની ભીની ભીની મહેક જેવો,
એહસાસ તારો ભીંજવી જાય છે…
તું દૂર ભલે પણ સાથેજ એવો,
હરપળ તારો પ્રેમ સાથ પુરાવી જાય છે…
પ્રાણ થી પણ પ્યારો વ્હાલમ એવો,
આંખેથી વરસતા આંસુને હસાવી જાય છે…
મારી જાગતી રાતો ના સ્વપ્ન જેવો,
પલકોમાં મીઠી નિંદરડી ભરી જાય છે…
મારા અધૂરા નામના અંત જેવો,
એના નામથી પૂર્ણ કરી જાય છે…?
✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)
?? I can’t stop smiling and gigling,
Whenever you are with me..
Because I know,
My smile is happiness of your heart.. ??
***********************
Dhruti Mehta (અસમંજસ)
? Life is so beautiful
because you are my life?
✍️Dhruti Mehta (અસમંજસ)
મારા અધરોને એની મુસ્કાનથી ભરી ગયા,
એવા આભ બનીને તે વરસી ગયા…
મારા શબ્દને એના ગીતોથી ભરી ગયા,
એવા સુમધુર સંગીત બનીને તે ધબકી ગયા…
મારા નયનોમાં એની અમી ભરી ગયા,
એવા દરિયો બનીને તે વ્હાલ કરી ગયા…
મારી રૂંહમાં એનો જીવ ભરી ગયા,
એવા અમારા બનીને તે પ્રેમ કરી ગયા…
✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)
વારંવાર કાનથી એના લટ ઉડાડી દીધી
હવાએ પણ આજે મારી વાત માની લીધી
શશી કેરું તેજ, ને આંખે ઝળકે તારલા,
ને અમથા ખોલ્યા કેશ, ત્યાં મેં રાત માની લીધી
શ્વાસ વેડફતો લાગ્યો એને જોયાની પળ સુધી,
એ દેખી ત્યાં જીવનની શરૂઆત માની લીધી
આંખો એની સ્હેજ રહી ગઈ મળતા મારી આંખે,
એ ઘટના ને મેં તો ટળતી ઘાત માની લીધી
હૈયું બાંધી દીધું મેં તો એક જ એના ઝણકારે,
એમ કરીને ઝાંઝરની રજુઆત માની લીધી
હાથ હિલોળે મુક્તક, ને અંગ મરોડે હાઈકુ,
હરતી ફરતી તું સાહિત્યની જાત માની લીધી.
❤️
Like my cup of tea
You made my life complete…
Like my beautiful dreams
You made my vision complete…
Like my beats of heart
You made my love complete…
Like my words of poem
You made my soul complete…
**********************
Dhruti Mehta (અસમંજસ)
उनको हमारी मुस्कान बहोत प्यारी है,
पर उनको मालूम कहा की,
उनके पास होने के एक एहसास से,
आंसू भी लबो तक आते आते मुस्कुराहट में बदल जाते है।।
✍️ धृति मेहता (असमंजस)
વાતો માં રહેલું મૌન પણ તું સમજી જાય છે,
દૂર રહીને આંખો પણ તું વાંચી જાય છે…
✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)
Whenever I close my eyes,
I feel you within me,
No, you are not far away…
Whenever I am speechless,
You becomes my words,
No, you are not far away…
Whenever I am restless,
You gives me inner peace,
No, you are not far away…
Whenever I cry my heart,
You becomes big smile on face,
No, you are not far away…
Whenever I write my name,
you always a part of it,
No, you are not far away…
Whenever I take a breathe,
You becomes my reason to live,
No, you are not far away…
✍️Dhruti Mehta (અસમંજસ)
यू अंजान राहो पर निकलना चाहिए।
खुद से भी कभी रूबरू होना चाहिए।
अय राहे, सीखा है मैने बढ़ने का सलिखा,
हा मगर, कही पे कभी मुड़ना चाहिए।
हो राहे, हो गलियां, या आंखे, या जुल्फे,
है फुरकत के अब भूलना चाहिए।
तुम नही, तो कुछ नींद, कुछ चैन और मै,
है आरज़ू के कुछ मिलना चाहिए।
है सांसो के सफर में अब सुकूँ नही
के ये कारवाँ अब रूकना चाहिए।
है ‘सितम’ तिरा मुरीद ए जॉन,
हर ग़ज़ल में खून थूकना चाहिए।
~मीत नायी
હેવાનિયત…
જ્યારે જ્યારે હેવાનિયત મુખડે મુખડે મળતી હશે,
ત્યારે ત્યારે માણસાઈ પણ ટૂકડે ટૂકડે મરતી હશે.
વેશ, પેરવેશ ને આ ટુંકા વસ્ત્ર જ કારણ હોય છે ને,
હા,હવસ રૂપી શસ્ત્ર પર મર્યા પછી નજર ઢળતી હશે.
ક્રુરતા ઝેલે, હેવાનિયત ઝેલે ને ઝેલે એ રૂઢિમાન્યતા!
શું વિચાર્યુ આ બધાંજ દર્દ માસૂમ કેમની ગળતી હશે?
શું નથી સાંભળી શક્તો દાનવ એ દર્દદાયી ચિખને?
એ હાલતે બેગુનાહ પથારીએ કેટલું સળવળતી હશે?
જાણે છે ઉત્તર, ના ગઈ હોત તો નોબત ના આવતી,
એજ ખ્યાલે પીડાને કહેતાં કહેતાં પાછી વળતી હશે.
થઈ ચુક્યો છે ઘોર અંધકાર,નથી કિરણ એક સમજનું!
અંતે નિશાસો નાખી,નારી જાતને જ દોષી ગણતી હશે!
– કંદર્પ પટેલ