Categories
Novels

કશ્મકશ (ભાગ -13)

પાછળના ભાગમાં……..

અવી : ચલ ફટાફટ ફ્રેશ થઈને આવ ચા પીને નીકળીએ…  ” તેને tc ની વાતને ધ્યાનમાં ન લેતા કહ્યું..  tc અવીના રૂમમાં ફ્રેશ થવા ચાલી ગઈ…  થોડીવાર પછી ફ્રેશ થઈને બહાર આવી. પછી અવી પણ ફ્રેશ થઇ ગયો.

બન્ને ચા પીને tc ના ઘરે જવા નીકળ્યા…  “મારી અમાનતને સાચવવા આભાર…   ” અવી ગાડીના સ્ટિયરિંગ પર હાથ ફેરવીને હસતા બોલ્યો. “પણ તને ક્યાં કદર છે…  ” tc ગાડીમાંથી ઊતરીને ઘરમાં ચાલી ગઈ…  અવી ત્યાંથી ગાડી લઈને કોલેજે પહોંચ્યો…. ત્યાંનું વાતાવરણ અવી ને સહેજ શાંત લાગ્યું. રાજકોટ તો એક જ કેમ્પસ મા બે કોલેજ હતી પણ અહી આ એન્જિનિયરિંગ કોલેજ એક જ હતી. બની શકે કદાચ ભીડ ઓછી છે એટલે શાંતિ લાગતી હોય. અવી માનમાં વિચારતો પ્રિન્સિપાલની ઓફિસ પાસે પહોંચ્યો. “may I come in…  ” અવીએ સહેજ દરવાજાને ધક્કો મારીને પૂછ્યું. 

હવે આગળ……..

“હા..  હા..  આવો ને..  ” પ્રિન્સિપાલ ટટ્ટાર થઈને બોલ્યો. તેને અવી વિશે જણાવામાં આવ્યું હતું..  પણ અવી આટલો શિસ્તબદ્ધ હશે તે ખ્યાલ ન હતો. અવી સ્મિત રેલાવતો અંદર પ્રવેશ્યો. “રાજકોટથી આવ્યો છું..  બદલી શક્ય ન હતી તેથી મારી હાજરી ત્યાં ભરાશે અને ક્લાસ અહીં..  ” તે ઉભા ઉભા જ બોલ્યો..  એટલે પ્રિન્સિપાલે તેને બેસવા કહ્યું…  અવી દાંત બતાવતો ખુરસી પર બેસી ગયો… 

“સારું સારું બેટા…  એ તો મારે વાત થઇ ગઈ…  પણ મારે એક અંગત વાત પુછવી હતી જો તને કઇ તકલીફ ન હોય તો..  ” પ્રિન્સિપાલ સહેજ અચકાતા બોલ્યો.

“અરે પૂછો સર…  જો જવાબ આપવા લાયક હશે તો જરૂર આપીશ..  ” અવીએ અદબ વાળીને ખુરસીને ટેકો દેતા કહ્યું.

“કાલે મારે જે વાત થઇ…  અને આજે તને જોયો…  બન્ને માણસમાં ઘણો ફર્ક છે….  ” પ્રિન્સિપાલે પોતાનો રૂમાલ કાઢીને કપાળે બઝલા પરસેવાને લૂછ્યો અને અવી સામે ન જોઈને ટેબલ પર નજર રાખતા કહ્યું.

“કાલે જે વાત થઇ તે હું અને…  અતયારે તમારી સાથે વાત કરે છે તે પણ હું જ…  જ્યાં સુધી મને કોઈ હેરાન ન કરે ત્યાં સુધી હું તેને વતાવતો નથી..  પણ જો કોઈએ ભૂલથી પણ મને છંછેડ્યો…  તો તેને છોડતો પણ નથી…  ” અવીના બોલાયેલા શબ્દોથી પ્રિન્સિપાલનું કપાળ તણાવા લાગ્યું…

“પણ તમે ચિંતા ન કરો…  બધું કોલેજની બહાર જ હોય…  અને જો કોલેજમાં પણ મને કોઈ છંછેડશે તો તેનો હિસાબ હું ગેટની બે ફૂટ બહાર જ લઈશ..  ” તેને વધુમાં ઉમેરીને કહ્યું.

પરમચંદ મારા મોટા બાપુનો છોકરો છે…  જોકે મારે તેની સાથે કઇ વ્યવહાર નથી…  હું વર્ષોથી એ લોકો સાથે નથી બોલતો…  ” તેની વાત વચ્ચેથી જ કાપીને અવી ઉભા થતા બોલ્યો…  ” મને કઇ ફેર નથી પડતો…  તમે કોણ છો અને પરમચંદ કોણ છે…  હું મારા રસ્તા પર ચાલવા વાળો માણસ…  રસ્તામાં જે પણ કોઈ આવે તેને ઉખાડી નાખું…  ” બંધ થતા દરવાજા તરફ જોઈને તેને ગઈ કાલની વાત યાદ આવી ગઈ.

રાજકોટના પ્રિન્સિપાલ : હું કશુ નહિ કરી શકું.. 

સુરતના પ્રિન્સિપાલ : પણ એવા આવારા છોકરોની વાત જ કેમ માનવી જોઈએ… 

રાજકોટના પ્રિન્સિપાલ : તે આવારા નથી…  તે જેવો તેવો વ્યક્તિ પણ નથી…  ઘણી ઉપર સુધી લાગવગ છે…  હું અહીંથી ના પાડીસ એટલે કાલે મને ઉપરથી કોલેજ આવવાની ના પાડી દેશે.. 

સુરતના પ્રિન્સિપાલ : એવું શુ ખાસ છે..  તે છોકરો કોને ઓળખે છે… 

રાજકોટના પ્રિન્સિપાલ : તે છોકરો કોઈને નથી ઓળખતો…  બધા લોકો તેને ઓળખે છે…  યુનિવર્સીટીના સર્વરમાં ઘૂસીને પોતાની સીટ જાતે અહીં નક્કી કરીને આવ્યો છે… 

સુરતના પ્રિન્સિપાલ : ઠીક છે..  મળું કાલે..  

અવી પોતાનો ક્લાસ શોધીને અંદર પ્રવેશ્યો…  બધા નાનકા મસ્તી કરી રહ્યા હતા…  મતલબ તે લોકોને કઇ ચિંતા જ ન હતી કે તેમનું ભવિષ્ય કેવું હશે…  તેમાં શુ હશે…  અને આગળ જઈને શુ થશે…   બસ પોતાનામાં જ મગ્ન..  અવીએ એક ખાલી બેન્ચ પકડી અને ત્યાં બેસ્યો…  ઘડિયાળમાં નજર કરી સાડાદશ માં પાંચ મિનિટની વાર હતી… 

એટલામાં…  ક્લાસમાં એક બાટકી એવી છોકરી પ્રવેશી…  ઊંચાઈમાં અવીના ખભા બરાબર માંડ માંડ આવતી હશે…  પંજાબી ડ્રેશમાં તે સારી અને આકર્ષક લાગતી હતી…  કપાળે સેંથો પૂર્યો હતો…  મતલબ વિવાહિત…  ખુલા અને લાંબા વાળ…  પણ બહુ મોટા નહિ…  આજકાલની ઘેલી છોકરીઓ કરતા તો લાંબા જ હતા…  બોડીએ આશરે 50 55 કિલોની હશે…  અને ચામડી અને નાકનકસો એવો હતો કે…  તેની ઉંમર 28 30ની આજુબાજુ હોવી જોઈએ… 

અવી તેના શરીરનું સ્કેનિંગ કરતો હતો…  એટલામાં પેલી મેમ બોલી..  ” કોનું કામ છે. ?” અવી સહેજ અસ્વસ્થ થઇ ગયો…  પણ તરત પોતાને સંભાળીને બોલ્યો…  ” પ્રિન્સિપાલ સરએ અહીં બેસવાનું કહ્યું છે…  “

“શુ નામ છે તમારું…  ” પેલી મેમ…  પોતાનો હાજરી પૂરવાનો કાગળિયો જોઈને પૂછવા લાગી…  “અવિનવ…  ” અવી પોતાનું કોલેજ આઈડી કાર્ડ બતાવતા બોલ્યો… 

“આ તો રાજકોટનું છે…  અહીંનું ક્યા ?? ” પેલી મેમ અવીના હાથમાંથી આઈડી કાર્ડ લઈને વાંચવા લાગી. 
“આજે આવી જશે….  ” અવીના ચહેરા પર સ્મિત રેલાય ગયું…  કેમકે પેલી મેમ તેને કુતુહલવશ જોઈ રહી હતી…  
“આટલી ઉંમરે તું ડિપ્લોમા શુ કરે છે…. ” તેને આંગળીના ટેરવા ગણતા કહ્યું… 

“કઇ નહિ…  મારા મમ્મી પપ્પાને એન્જીનીયર જોઈએ છે તો…  વિચાર્યું ડિગ્રી આપી દવ…  ખુશ થઇ જશે…  ” અવી તેના હાથની નજીક પોતાનો ચહેરો લઈ જઈને બોલ્યો…  પેલી મેમ હસવા લાગી…  તેને હસતા જોઈને બીજા છોકરાઓ પણ હસવા લાગ્યા…

“એન્જીનીયર કરતા કમાવાની ઉંમર વધુ છે….  તારે તારા મમ્મી પપ્પાને સમજાવાય નહિ ? ” પેલી મેમનો ચહેરો સહેજ વણાય ગયો…

“હમ્મ…  કમાવ પણ છું જ…  સાથે કોલેજ પણ ચાલુ…  ” પેલી મેમએ આઈડી કાર્ડને બેન્ચ પર મૂક્યું એટલે તેને આઈડી કાર્ડને ખીચામાં મૂકી દીધું… 

“હમ્મ ગૂડ બોય..  ” પેલી મેડમ અવીનો ગાલ ખેંચીને ચાલી ગઈ…  “આ રૂપકડીઓ દિમાગ નામની વસ્તુ હોતી હશે કે નહિ. ” અવી મનમાં બબડ્યો અને હસવા લાગ્યો…  બ્રેકમાં તે કેન્ટીંગ તરફ ચાલ્યો…  રાજકોટની કેન્ટીંગ કરતા આ કોલેજની કેન્ટીંગ ખાસ્સી એવી મોટી હતી.

તેને કાઉન્ટર પર જઈને ચાનો ઓર્ડર આપ્યો અને ખૂણાનું ટેબલ પકડીને બેઠો…  તેને ફોન કાઢ્યો અને…  અસીને કોલ કર્યો.

અસી : બ્રેક પડ્યો ને…  ” ફોન ઉપાડીને તરત પૂછ્યું… 
અવી : હમ્મ…  ચાલુ ક્લાસે તો તને કોલ કેમ કરુ..  ” એટલામાં એક જાડી એવી બેન જગ્યા કરતી અવીના ટેબલ પર ચા મૂકીને ચાલી ગઈ. 
અસી : કરાય ને…  વધુ મજા આવે…  મેં ઘણી વાર તારી સાથે ચાલુ લૅક્ચરે જ વાત કરી છે…  ” અસી ખળખળાટ હસવા લાગી. 
અવી : પણ હું તારા જેવો નથી ને…  હા કંઈક ઇમર્જન્સી હોય તો વાત અલગ છે….  
અસી : મારા જેવો તો તું શુ થઇ શકવાનો…  
અવી : થવાનો ઈરાદો પણ નથી…  
અસી : હમ્મ..  જલ્દી નહિ મળી શકાય ? 
અવી : કઇ પ્રબલેમ નથીને !!! તો અતયારે જ આવું. 
અસી : ના…  એવું ટેન્સન જેવું નથી…  ચિંતા ન કર…  અતયારે હું મેડિસિન શોપ ગોઠવું છું..  એટલે થોડું કામ પણ છે…  
અવી : હમ્મ…  સારું..  ચાલ તો છેલ્લો લેક્ચર બન્ક મારીને આવું… ચલ મૂકુ…  હવે..  ” પેલી મેમ તેને કેન્ટીંગમાં આવતા પ્રવેશતા દેખાઈ એટલે ઝડપથી ફોન મૂકી દીધો.

અવી સતત તેની મેમ પર નજર રાખતો હતો…  ઈચ્છે તો અતયારે તેની આખી કુંડળી કઢાવી શકે…  પણ તે જાતે તેની સાથે વાત કરવા માંગતો હતો…  પેલી મેમ એક ચા લઈને આમ બેસવાની જગા શોધવા લાગી…  અવી એ તરત નજર ફેરવી લીધી…  તે જાણતો હતો કે તે આ જ ટેબલ પર આવીને બેસવાની હતી. અને તે મેમએ બરાબર એવું જ કર્યું…  ઝડપથી વિધાર્થીઓના ટોળાઓને ચીરતી સીધી અવીની સામે આવીને બેઠી… 

“અરે…  મેમ તમે..  ” અવી અજાણ થઈને બોલ્યો…  
“કેમ અહીં ન બેસી શકાય ? ” તેને આંખોથી પ્રશ્નાર્થભર્યા ઇશારાથી પૂછ્યું… 
“બેસી જ શકાયને…  પણ મને એમ લાગ્યું કે તમારા સર્કલમાં બેસસો..  જોકે તમારી કોઈ દેખાતું નથી… એવું કેમ ” એવી કાગળના કાપનો ડૂચો વાળીને દૂર કાચના પેટીમાં નાખતા પૂછવા લાગ્યો…  કપ ઉડીને દૂર કચરા પેટીમાં પડ્યો.
“જોરદાર જજમેન્ટ છે તારુ…  ” તેને અવી પર અચરજ થઇ આવી.  ” મારુ સર્કલ આજે લેક્ચરમાં હશે…  બુધવાર છે ને…  ” તેને વધુમાં ઉમેર્યું અને પોતાની ચા પીવા લાગી…  
“મોરબી સાઈડના લાગો છો…  ” અવી ટેબલ પર કોણી ખોડીને બોલ્યો…  
“ટંકારા મૂળ… મોરબી રહેવાનું…  પણ તેને કેમ ખબર…  ” તેને નવાઈ લાગી. 
“તમારી ભાષામાં બે બે ટોન છે…  ” અવી પોતાના ફોનમાં અસીન મેસેજ ચેક કરતો હતો…. 

“પણ મોરબી બાજુની છું તે કેમ ખબર પડી…  ” તેને અવીનું ધ્યાન પોતાના તરફ દોરવા પોતાનો ફોન ટેબલ પર સહેજ અવાજ કરીને મુક્યો… 

“અંધારામાં તિર માર્યું…  ” તેના આવા વર્તનથી તેને પોતાનો ફોન ખુસ્સામાં મૂકી દીધો.
“અરે…  તમે શુ જોબ કરો છો ?? ” તેને કાઉન્ટર ઉપર બે ચાનો ઓર્ડર આપ્યો…  અવીને નવાઈ લાગી…  એટલે બોલ્યો..  “બ્રેક તો પૂરો થવા આવ્યો.  “

“હમ્મ, મારે ફ્રી ટાઈમ છે…  હવે એક જ લેક્ચર છે છેલ્લો..  3 વાગ્યા પછીનો…  તમારે પણ ફ્રી જ હશે…  ” તેને હસીને કહ્યું…  “જોબ શુ કરો છો..  ” તેને ફરી પોતાનો પ્રશ્ન પૂછ્યો..

વધુ આવતા અંકે……..

Categories
Novels

Never Loved : Back to Past – 1

વાર્તા ભૂતકાળમાં સમયમાંથી પસાસ થઇ રહી છે. આખરી સીઝનમાં જ્યારે અવી અને અવની મળ્યા હતા. ત્યાર પછીની વાર્તા હવે શરૂ થયા છે. આશા રાખું કે આપ પ્રથમ સિઝન ના વાચક હશો… અને જૉ ન હોય તો પહેલાં “Never Loved: પ્રેમ એક લેખકનો” વાર્તા જરૂરથી વાંચજો.. 

૨-૧-૨૧ (૨l૨l)

“ઓય…  ઉઠોને” અવની ઝટપટ કપડાં પહેરીને અવીને જગાડવા લાગી. “આજે તો રજા છે…  સુવા દે…  ” અવી ઊંઘમાં જ બોલીને બીજી તરફ ફરી ગયો. તેથી તે બાથરૂમમાં ફ્રેશ થવા ચાલી ગઈ.

“પણ આજે મારે ઘરે જવાનું છે…  તમે કહ્યું હતું કે શનિ રવિ જશું…  ” અવની પ્રેમથી બોલી. તેને આજે અવીને ગમે તેમ કરીને તેના ઘરે રાજકોટ લઈ જવાનો હતો. અવીના ગયા પછી નીલાએ તેને ખુબ પ્રેમથી સાચવી હતી. જયારે તેને નીલાને અવીની જાણ કરી ત્યારે નીલાએ ખુબ જ ભારપૂર્વક એક વાર અવીને રાજકોટ લઈ આવવા કહ્યું હતું.

“યાર આ તમારી છોકરીઓના પિયરીયાવેળા બઉ હોય…  ” અવી કંટાળીને ઉભો થયો…  અવની તરત શરમાઈને નીચું જોઈ ગઈ. અવીને તેની વધુ ખેંચતા તેની નજીક જઈને તેનો ચહેરો પોતાના હાથ વડે ઉપર કર્યો. પણ અવનીએ આંખ બંધ કરી લીધી. “જો ને મને…  ” અવીએ મજાક કરી. અવનીના ચહેરા પર એક મીઠું હાસ્ય રેલાય ગયું. એ જોઈને અવીનું મન ડોલી ઉઠ્યું.

“કપડાં પહેલી લો..  આજે આખા રસ્તે તમને જ જોવાના છે..  ” તેને બંધ આંખ જ હસીને કહ્યું. “જવું જરૂરી જ છે ? ” તેને અવનીને નજીક ખેંચી.

“જરૂરી નથી પણ…  ” અવની થોડું અટકીને ફરી બોલી..  “પણ ઘણો સમય થઇ ગયો…  એટલે જવું છે..  “

“તારા બાપા મને જોઈને ગુસ્સે તો નહિ થાય ને !!!! ” અવી ખળખળાટ ઉભો થઈને ટ્રેક પહેરવા લાગ્યો.

“કેમ થાય ?? તમે મને પરણ્યા છો..  મને સાચવો છો…  મને ખુશ રાખો છો તો પછી મારા પપ્પા શાલેવા ગુસ્સે થશે ? ” તેને મંગળસૂત્રનું પેન્ડલ અવીને બતાવીને ચૂમી લીધું. “પણ હા…  આ બવા જેવા થઈને સાથે આવશો તો પપ્પા નહિ મમ્મી જરૂર બોલશે..  “

“હવે તારી માં ને….  ” અવી દોડતો બાથરૂમમાં ઘુસી ગયો પણ અવની પહોંચી ન શકી..  તેથી દરવાજાને જોરથી ધાબો મારતા બોલી. “જુઓ…  હવે એમ ન બોલશો સમજ્યા નહિતર મારાથી ખરાબ કોઈ નહિ હોય…  “

“તારી માં ને…  બજરનું બંધાણ…  ” અવી બાથરૂમમાંથી જોર જોર ગણગણવા લાગ્યો. “અવી…  ” અવની એક ત્રાડ પાડીને રસોડામાં ચાલી ગઈ… તેને ગેસ પર ચા મૂકી એટલામાં દરવાજે ટકોર પડી.

“અવની… મારી વહુ બટુ..  ” સારી ખીલખીલાટ કરતી સીધી હોલમાં આવી ગઈ. અવનીના નીખરેલા ચહેરા પર ચાર ચાંદ લાગી ગયા. કેમકે તેને વહુ શબ્દ ખુબ જ ગમતો. આજે તે એક સ્ત્રી અને દીકરીથી ઉપર એક પગથિયું પત્નીનું ચઢી ચુકી હતી.

“ક્યાં લબાડ…  તેને ના તો નથી પાડીને…  ” સારીને ખબર હતી કે આજે અવની, અવીને તેના મમ્મી પપ્પા પાસે લઈ જવાની હતી.

“એ આવશે..  નાહવા ગયા છે..  ” અવની હસીને બોલી પછી દબાયેલા સ્વરે વધુ ઉમેર્યું. “તમે શુ નક્કી કર્યું અમારી સાથે આવશો ?”

“હા, માહીને વાત કરી…  આમ પણ તેને બહાર જવાનું મન હતું…  ” સારી સસ્મિત બોલી એટલે અવની ખુશ થઇ ગઈ. પછી તે રસોડામાં તરફ ચાલી પાછળ સારી પણ દોરવાઈ.

“ગમે તે થાય… તેનાથી એક પળ પણ દૂર ન થઈશ…  ભલે તે દૂર ભાગે પણ તેને એકલો ન છોડીશ…  ” સારી તેને સમજાવવા લાગી.

“હા…  ” અવની ટૂંકમાં બોલીને ચા બનાવા લાગી. એટલામાં ખુલા દરવાજેથી રક્ષી પ્રવેશી. એક હાથમાં ફાઈલના થપ્પા હતા. તો બીજા હાથમાં તેની નનકી પરી હતી. તે ફાઈલો ડાઇનિંગ ટેબલ પર મૂકીને રસોડામાં આવી. અવની પરીને જોઈને તરત ઉછળી પડી. “બબુ…  ” તેને પ્રેમથી પરીના ગાલ પર પપ્પીની વર્ષા કરી દીધી. “આ તો ગરમ છે…  ” અવની ચકિત થઈને બોલી.

“હા એ…  કાલે પોલિયોના ટીપા લગાવ્યા..  આમ બધું ઠીક જ છે…  ” રક્ષી અવનીને પરી સોંપતા બોલી. થોડીવાર ત્રણેયની ગપશપ ચાલી એટલામાં અવી રસોડામાં પ્રવેશ્યો. ત્રણેય ચૂપ થઈને એકીટસે અવી સામે જોવા લાગી. અવી પણ ચોટી ગયો.

“તારા રીડિંગ પ્રમાણે ડેટા લાવી છું…  જોઈ લેજે…  ” અંતે ચુપી તોડતા રક્ષી પરીને લઈને ચાલી ગઈ.

“આમ શુ સામે જોવે છે…  કોઈ દિવસ નથી જોયો ?? ” અવી ઘુરકીને સારી સામે જોઈને બોલ્યો.

“બેસને હવે…  ” સારી હળવેકથી અવીને ઝાપટ મારીને જતી રહી. અવી પ્લેટફોર્મ પર બેસીને અવનીને નિહાળવા લાગ્યો. “શુ છે પણ…  ” અવનીનો ચહેરો લાલ થઇ ગયો. અવીને તેને પોતાની તરફ ખેંચી…  “કઈ નહિ…  આજે પિયર જવાની ખુશી તારા ચહેરા પર કંઈક વધુ જ દેખાય છે..  ” અવી તેના હાથમાં હાથ પોરવતા બોલ્યો.

સારી પણ આવશે આપણી સાથે..  ” અવનીએ પ્રેમથી કહ્યું. “તેને ક્યાં ઢંઢેરો પીટ્યો તે…  મારા મગજની બધી નસ ખેંચી નાખશે એ..  ” અવી શ્વાસ છોડતા બોલ્યો. “હું છું ને !!!” અવની તેને કિસ કરતા બોલી. અવીના શરીરમાં એક ઝણઝણાટી દોડી ગઈ. અવનીએ અલગ પડીને અવીની આંખમાં જોયું. અવી ક્યારેય બોલતો નહિ પણ તેની આંખોમાં અવની બધું વાંચી લેતી.

તેને એક શબ્દ તેની આંખોથી સંભળાતો. તેના શ્વાસના તરંગ અવની તરત પારખી લેતી. અતયારે અવી લાગણીના ધોધમાં રીતસર નહાઈ રહ્યો હતો. અવીમાં આ શાંતિ અવનીને ખુબ જ વહાલી લાગતી.

“તૈયાર થઇ જા… ” અવી પ્રેમથી તેના કપાળ પર કિસ કરતા બોલ્યો. અવની ઉછળતી કૂદતી રૂમમાં જઈને તૈયાર થવા લાગી. અવી ચાના બે કપ લઈને હોલમાં બેઠો. એટલામાં સારી માહી(સારીનો હસબંડ) અને પરી(સારી ની નાની બહેન) ત્રણેય ઘરમાં પ્રવેશ્યા.

“તું ન આવીશ તો ચાલશે…  ” અવી કાતરાઈને સોફા પર લાંબી થઈને પડેલી સારીને જોઈને બોલ્યો. “જોયું…  આ માણસને આપણી કદર જ નથી…  આપણે ખોટા જ આ ઝંડુબામ સાથે જઈ છીએ” પરી ગુસ્સામાં બોલી. મિહિર અને સરી બન્ને હસવા લાગ્યા. અવી ગુસ્સામાં બોલ્યો. “હા તો ન અવાય..  સમજી…  “

“શુ અત્યારમાં ઝગડા ચાલુ કરી દીધા..  ” અવની સાડી પહેરીને બહાર આવી. ” આ બબુચક…  ” અવીએ અવની તરફ નજર ફેરવી…  પણ તેના શબ્દો રોકાય ગયા. આજે પહેલી વાર અવની સાડી પહેરીને અવી સામે આવી હતી. બ્લેક શાઈનિંગ અને ગોલ્ડન કલરની બોર્ડર વાળી સાડીમાં અવની જાણે અપ્સરા લાગતી હતી. મિહિર પણ અચંબિત થઇ ગયો. પણ પરી અને સારી બન્નેએ પહેલા જ અવનીને આ સાડીમાં જોય હતી.

“નથી સારી લાગતી ? ” અવીની નજીક આવીને અવની સાડી બતાવતા બોલી. “અરે સારી જ લાગે છે નઈ…  ” તંદ્રામાંથી બહાર નીકળીને તેને મિહિર સામે જોયું. તે તો હજુ પણ અવનીને જોઈ રહ્યો હતો. તેને ફરી અવની સામે નજર કરી. અવની હજુ પણ અસમંજસમાં અવીને નિહાળી રહી હતી. “કહોને…  નહિતર બદલી આવું…  “

“અરે ના ના…  સારી જ લાગે છે…  સારી નહિ બહુ સારી લાગે છે. ” અવી થોથવાઇને બોલ્યો. ત્યાં હાજર બધા જ અવીના તિમુરાઇ ગયેલા અવાજ પર હસી પડ્યા. ત્યાર પછી બધા રાજકોટ જવા માટે રવાના થયા.

આ સમયે તો સારી પણ ગાડીમાં હતા. તે ગાડીની ધીમી ગતિ જોઈને બોલી. “ગાડી કેમ ધીમે ચલાવે છે. થોડી સ્પીડ વધાર તો જલદી પહોંચી જઈશું. ” તેની વાત અવી ઉડાવતા બોલ્યો. “મને મન પડે એમ ગાડી ચલાવું તારે જલ્દી પહોંચવું હોય તો પ્લેનમાં ચાલી જા…  ” અવીની વાતથી સારી ગુસ્સામાં ભરાય ગઈ પણ અવનીના મુખમંડલ પર રહેલા હોઠ તરત ફરકી ગયા.

વધુ આવતા અંકે……..

મારી બીજીવાર, વાંચી શકો છે અને ભવિષ્યમાં વધુ વાર્તા વાચવા માટે મને ફોલો કરી શકો છો.
કશ્મકશ (લાઈવ) (આ વાર્તામાં રહેલા અવીનો લોહિયાળ ભૂતકાળ)
Social Love (લાઈવ)
કરુણ અંત (the two legendary mind) (સંપૂર્ણ)
અતિરેક (સંપુર્ણ)

અમલ
www.digitalstory.in 

error: Content is protected !!