વાર્તા ભૂતકાળમાં સમયમાંથી પસાસ થઇ રહી છે. આખરી સીઝનમાં જ્યારે અવી અને અવની મળ્યા હતા. ત્યાર પછીની વાર્તા હવે શરૂ થયા છે. આશા રાખું કે આપ પ્રથમ સિઝન ના વાચક હશો… અને જૉ ન હોય તો પહેલાં “Never Loved: પ્રેમ એક લેખકનો” વાર્તા જરૂરથી વાંચજો..
૨-૧-૨૧ (૨l૨l)
“ઓય… ઉઠોને” અવની ઝટપટ કપડાં પહેરીને અવીને જગાડવા લાગી. “આજે તો રજા છે… સુવા દે… ” અવી ઊંઘમાં જ બોલીને બીજી તરફ ફરી ગયો. તેથી તે બાથરૂમમાં ફ્રેશ થવા ચાલી ગઈ.
“પણ આજે મારે ઘરે જવાનું છે… તમે કહ્યું હતું કે શનિ રવિ જશું… ” અવની પ્રેમથી બોલી. તેને આજે અવીને ગમે તેમ કરીને તેના ઘરે રાજકોટ લઈ જવાનો હતો. અવીના ગયા પછી નીલાએ તેને ખુબ પ્રેમથી સાચવી હતી. જયારે તેને નીલાને અવીની જાણ કરી ત્યારે નીલાએ ખુબ જ ભારપૂર્વક એક વાર અવીને રાજકોટ લઈ આવવા કહ્યું હતું.
“યાર આ તમારી છોકરીઓના પિયરીયાવેળા બઉ હોય… ” અવી કંટાળીને ઉભો થયો… અવની તરત શરમાઈને નીચું જોઈ ગઈ. અવીને તેની વધુ ખેંચતા તેની નજીક જઈને તેનો ચહેરો પોતાના હાથ વડે ઉપર કર્યો. પણ અવનીએ આંખ બંધ કરી લીધી. “જો ને મને… ” અવીએ મજાક કરી. અવનીના ચહેરા પર એક મીઠું હાસ્ય રેલાય ગયું. એ જોઈને અવીનું મન ડોલી ઉઠ્યું.
“કપડાં પહેલી લો.. આજે આખા રસ્તે તમને જ જોવાના છે.. ” તેને બંધ આંખ જ હસીને કહ્યું. “જવું જરૂરી જ છે ? ” તેને અવનીને નજીક ખેંચી.
“જરૂરી નથી પણ… ” અવની થોડું અટકીને ફરી બોલી.. “પણ ઘણો સમય થઇ ગયો… એટલે જવું છે.. “
“તારા બાપા મને જોઈને ગુસ્સે તો નહિ થાય ને !!!! ” અવી ખળખળાટ ઉભો થઈને ટ્રેક પહેરવા લાગ્યો.
“કેમ થાય ?? તમે મને પરણ્યા છો.. મને સાચવો છો… મને ખુશ રાખો છો તો પછી મારા પપ્પા શાલેવા ગુસ્સે થશે ? ” તેને મંગળસૂત્રનું પેન્ડલ અવીને બતાવીને ચૂમી લીધું. “પણ હા… આ બવા જેવા થઈને સાથે આવશો તો પપ્પા નહિ મમ્મી જરૂર બોલશે.. “
“હવે તારી માં ને…. ” અવી દોડતો બાથરૂમમાં ઘુસી ગયો પણ અવની પહોંચી ન શકી.. તેથી દરવાજાને જોરથી ધાબો મારતા બોલી. “જુઓ… હવે એમ ન બોલશો સમજ્યા નહિતર મારાથી ખરાબ કોઈ નહિ હોય… “
“તારી માં ને… બજરનું બંધાણ… ” અવી બાથરૂમમાંથી જોર જોર ગણગણવા લાગ્યો. “અવી… ” અવની એક ત્રાડ પાડીને રસોડામાં ચાલી ગઈ… તેને ગેસ પર ચા મૂકી એટલામાં દરવાજે ટકોર પડી.
“અવની… મારી વહુ બટુ.. ” સારી ખીલખીલાટ કરતી સીધી હોલમાં આવી ગઈ. અવનીના નીખરેલા ચહેરા પર ચાર ચાંદ લાગી ગયા. કેમકે તેને વહુ શબ્દ ખુબ જ ગમતો. આજે તે એક સ્ત્રી અને દીકરીથી ઉપર એક પગથિયું પત્નીનું ચઢી ચુકી હતી.
“ક્યાં લબાડ… તેને ના તો નથી પાડીને… ” સારીને ખબર હતી કે આજે અવની, અવીને તેના મમ્મી પપ્પા પાસે લઈ જવાની હતી.
“એ આવશે.. નાહવા ગયા છે.. ” અવની હસીને બોલી પછી દબાયેલા સ્વરે વધુ ઉમેર્યું. “તમે શુ નક્કી કર્યું અમારી સાથે આવશો ?”
“હા, માહીને વાત કરી… આમ પણ તેને બહાર જવાનું મન હતું… ” સારી સસ્મિત બોલી એટલે અવની ખુશ થઇ ગઈ. પછી તે રસોડામાં તરફ ચાલી પાછળ સારી પણ દોરવાઈ.
“ગમે તે થાય… તેનાથી એક પળ પણ દૂર ન થઈશ… ભલે તે દૂર ભાગે પણ તેને એકલો ન છોડીશ… ” સારી તેને સમજાવવા લાગી.
“હા… ” અવની ટૂંકમાં બોલીને ચા બનાવા લાગી. એટલામાં ખુલા દરવાજેથી રક્ષી પ્રવેશી. એક હાથમાં ફાઈલના થપ્પા હતા. તો બીજા હાથમાં તેની નનકી પરી હતી. તે ફાઈલો ડાઇનિંગ ટેબલ પર મૂકીને રસોડામાં આવી. અવની પરીને જોઈને તરત ઉછળી પડી. “બબુ… ” તેને પ્રેમથી પરીના ગાલ પર પપ્પીની વર્ષા કરી દીધી. “આ તો ગરમ છે… ” અવની ચકિત થઈને બોલી.
“હા એ… કાલે પોલિયોના ટીપા લગાવ્યા.. આમ બધું ઠીક જ છે… ” રક્ષી અવનીને પરી સોંપતા બોલી. થોડીવાર ત્રણેયની ગપશપ ચાલી એટલામાં અવી રસોડામાં પ્રવેશ્યો. ત્રણેય ચૂપ થઈને એકીટસે અવી સામે જોવા લાગી. અવી પણ ચોટી ગયો.
“તારા રીડિંગ પ્રમાણે ડેટા લાવી છું… જોઈ લેજે… ” અંતે ચુપી તોડતા રક્ષી પરીને લઈને ચાલી ગઈ.
“આમ શુ સામે જોવે છે… કોઈ દિવસ નથી જોયો ?? ” અવી ઘુરકીને સારી સામે જોઈને બોલ્યો.
“બેસને હવે… ” સારી હળવેકથી અવીને ઝાપટ મારીને જતી રહી. અવી પ્લેટફોર્મ પર બેસીને અવનીને નિહાળવા લાગ્યો. “શુ છે પણ… ” અવનીનો ચહેરો લાલ થઇ ગયો. અવીને તેને પોતાની તરફ ખેંચી… “કઈ નહિ… આજે પિયર જવાની ખુશી તારા ચહેરા પર કંઈક વધુ જ દેખાય છે.. ” અવી તેના હાથમાં હાથ પોરવતા બોલ્યો.
સારી પણ આવશે આપણી સાથે.. ” અવનીએ પ્રેમથી કહ્યું. “તેને ક્યાં ઢંઢેરો પીટ્યો તે… મારા મગજની બધી નસ ખેંચી નાખશે એ.. ” અવી શ્વાસ છોડતા બોલ્યો. “હું છું ને !!!” અવની તેને કિસ કરતા બોલી. અવીના શરીરમાં એક ઝણઝણાટી દોડી ગઈ. અવનીએ અલગ પડીને અવીની આંખમાં જોયું. અવી ક્યારેય બોલતો નહિ પણ તેની આંખોમાં અવની બધું વાંચી લેતી.
તેને એક શબ્દ તેની આંખોથી સંભળાતો. તેના શ્વાસના તરંગ અવની તરત પારખી લેતી. અતયારે અવી લાગણીના ધોધમાં રીતસર નહાઈ રહ્યો હતો. અવીમાં આ શાંતિ અવનીને ખુબ જ વહાલી લાગતી.
“તૈયાર થઇ જા… ” અવી પ્રેમથી તેના કપાળ પર કિસ કરતા બોલ્યો. અવની ઉછળતી કૂદતી રૂમમાં જઈને તૈયાર થવા લાગી. અવી ચાના બે કપ લઈને હોલમાં બેઠો. એટલામાં સારી માહી(સારીનો હસબંડ) અને પરી(સારી ની નાની બહેન) ત્રણેય ઘરમાં પ્રવેશ્યા.
“તું ન આવીશ તો ચાલશે… ” અવી કાતરાઈને સોફા પર લાંબી થઈને પડેલી સારીને જોઈને બોલ્યો. “જોયું… આ માણસને આપણી કદર જ નથી… આપણે ખોટા જ આ ઝંડુબામ સાથે જઈ છીએ” પરી ગુસ્સામાં બોલી. મિહિર અને સરી બન્ને હસવા લાગ્યા. અવી ગુસ્સામાં બોલ્યો. “હા તો ન અવાય.. સમજી… “
“શુ અત્યારમાં ઝગડા ચાલુ કરી દીધા.. ” અવની સાડી પહેરીને બહાર આવી. ” આ બબુચક… ” અવીએ અવની તરફ નજર ફેરવી… પણ તેના શબ્દો રોકાય ગયા. આજે પહેલી વાર અવની સાડી પહેરીને અવી સામે આવી હતી. બ્લેક શાઈનિંગ અને ગોલ્ડન કલરની બોર્ડર વાળી સાડીમાં અવની જાણે અપ્સરા લાગતી હતી. મિહિર પણ અચંબિત થઇ ગયો. પણ પરી અને સારી બન્નેએ પહેલા જ અવનીને આ સાડીમાં જોય હતી.
“નથી સારી લાગતી ? ” અવીની નજીક આવીને અવની સાડી બતાવતા બોલી. “અરે સારી જ લાગે છે નઈ… ” તંદ્રામાંથી બહાર નીકળીને તેને મિહિર સામે જોયું. તે તો હજુ પણ અવનીને જોઈ રહ્યો હતો. તેને ફરી અવની સામે નજર કરી. અવની હજુ પણ અસમંજસમાં અવીને નિહાળી રહી હતી. “કહોને… નહિતર બદલી આવું… “
“અરે ના ના… સારી જ લાગે છે… સારી નહિ બહુ સારી લાગે છે. ” અવી થોથવાઇને બોલ્યો. ત્યાં હાજર બધા જ અવીના તિમુરાઇ ગયેલા અવાજ પર હસી પડ્યા. ત્યાર પછી બધા રાજકોટ જવા માટે રવાના થયા.
આ સમયે તો સારી પણ ગાડીમાં હતા. તે ગાડીની ધીમી ગતિ જોઈને બોલી. “ગાડી કેમ ધીમે ચલાવે છે. થોડી સ્પીડ વધાર તો જલદી પહોંચી જઈશું. ” તેની વાત અવી ઉડાવતા બોલ્યો. “મને મન પડે એમ ગાડી ચલાવું તારે જલ્દી પહોંચવું હોય તો પ્લેનમાં ચાલી જા… ” અવીની વાતથી સારી ગુસ્સામાં ભરાય ગઈ પણ અવનીના મુખમંડલ પર રહેલા હોઠ તરત ફરકી ગયા.
વધુ આવતા અંકે……..
મારી બીજીવાર, વાંચી શકો છે અને ભવિષ્યમાં વધુ વાર્તા વાચવા માટે મને ફોલો કરી શકો છો.
કશ્મકશ (લાઈવ) (આ વાર્તામાં રહેલા અવીનો લોહિયાળ ભૂતકાળ)
Social Love (લાઈવ)
કરુણ અંત (the two legendary mind) (સંપૂર્ણ)
અતિરેક (સંપુર્ણ)